Sunday, January 07, 2024

VSSM thanks government officials for providing Ration Card to nomadic families of Ahmedabad...

Mittal Patel gives ration card to nomadic families

"We put in a lot of effort to get our ration card. We could not get the ration card because some documents were always missing. We gave up. Those who had cards also had 10-12 names in the cards. Our boys would be staying separately after marriage, however it would not be possible to get a separate ration card for them."

This was the tragic story of Saraniya family living near Indira Bridge in Ahmedabad. Many years ago we had or baised a camp for them to get a Voter - id Card. Many got it. After that for a long time they were not in touch. We also focus more on villages so we also did not pay attention to this settlement staying in the city.

Certain seniors of this settlement came to our office. They had several preliminary questions. More than 700 families stay in this settlement. A road was being constructed which passes through the settlement. So many huts were going to be demolished. Seniors came with a hope that we will help them. 

When we did the survey we found out that many did not have ration cards. Many who had ration cards had not updated the same. Finally our associate Smt Madhuben & Suraj started filling up the forms. Both are very hard working & nice workers. 

The Government department in Ahmedabad corporation gave us a very strong co-operation. The officers came to the settlement and decided to give ration cards at the settlement itself. Shri Ravindrabhia Solanki and his team from the Government issued ration cards to many.

The work got done because of Respected Shri Rameshbhai Meena and Shri Jaswantbhai Jagoda of Supplies department in Gandhinagar. They were very sensitive to the issues of nomadic tribes.  Many thanks to all for helping in this mission.

 'રાશનકેડ નીહરે એ માટે કેટલી મેનત કરતા. પણ અમારી પાહે કાગળિયામાં કાંઈક તો ઘટે જ. એટલે કેડ નીહરે જ નહીં. અમે તો પસી પડતું મેલ્યું. જેમની પાહે કેડ હતા એમના કેડમાંય દસ, બાર જણાના નામ હોય. સોકરા તો લગન કરીન્ જુદા રે'તા હોય તોય ઈમના કેડ જુદા ના બને....'

અમદાવાદના ઈન્દિરાબ્રીજ પાસે રહેતા સરાણિયા પરિવારોની આ કથની.. વર્ષો પહેલાં આ બધાને મતદારકાર્ડ મળે તે માટે કેમ્પ કરેલો ને ઘણા બધાને એ વખતે મતદારકાર્ડ મળેલા. પછી ઘણો લાંબો સમય સંપર્કમાં નહીં રહેલા. અમે પણ વધારે ફોકસ ગામડાંઓમાં કરીએ એટલે  આ વસાહત તરફ ધ્યાન પણ ઝાઝુ ન અપાયું. 

ત્યાં પાછા આ વસાહતના આગેવાનો હમણાં ઓફીસ પર આવ્યા. એમના પ્રાથમિક પ્રશ્નો પણ ઘણા. 700 થી વધારે પરિવારો અહીંયા રહે.વળી હમણાં વસાહતની વચમાંથી રોડ જાય તે ઘણાના છાપરાં તુટવાના. 

આવામાં તમે મદદ કરોની ભાવના સાથે સૌ કાર્યાલય પર આવ્યા.

સર્વે કર્યો તો રેશનકાર્ડ ઘણા પાસે ન હોવાનું જોયું. સાથે રેશનકાર્ડ વિભાજન ન થયેલાનું પણ જાણ્યું. 

આખરે અમારા કાર્યકર મધુબહેન અને સૂરજ લાગ્યા બધાના ફોર્મ ભરવા. બેઉ મજાના અને ખુબ મહેનતુ કાર્યકરો. 

અમદાવાદ જિલ્લા પૂરવઠા વિભાગનો સહયોગ તો જબરજસ્ત. પૂરાવાના પ્રશ્નોને ઉકેલવા એમણે સ્થળ તપાસ કરીને સ્થળ પર જ રેશનકાર્ડ આપવાનું નક્કી કર્યું. અમદાવાદ પૂરવઠા કચેરીમાં કામ કરતા રવિન્દ્રભાઈ સોલંકી અને તેમની ટીમે વસાહતમાં આવીને કામ કર્યું ને ઘણા પરિવારોને રેશનકાર્ડ આપ્યા. 

ગાંધીનગર પૂરવઠા વિભાગ આદરણીય શ્રી રમેશ મીના, તેમજ જશવંતભાઈ જેગોડાની વંચિતો માટે લાગણી ખુબ રહી માટે આ કાર્ય થઈ શક્યું.

આપ સૌનો ઘણો ઘણો આભાર.. 

#MittalPatel #vssm #RashanCard #nomadictribes #nomadsofindia #nomads

Saraniya families with their ration card forms

VSSM Coordinator Madhuben gives ration card to nomadic 
families

Government Official Shri Ravindrabhai solanki came to 
settlement and handed over ration card to nomadic families

Mittal Patel and Government officials with the nomadic 
families of Ahmedabad showing their ration card 


No comments:

Post a Comment