Villagers welcomes Mittal Patel at tree plantation site |
The ocean does not wear the pearls found in it.
This line by poet Kaaag Bapu is very symbolic.
Most of nature's elements use its own creations for the benefit of others. It is only a human who earns for himself and uses the earnings on himself. There is a very small minority of human beings who spend his earnings for the benefit of others.
One such nature's creation is a Tree who lives its entire life for the benefit of others.
Life without trees is impossible. Yet we are irresponsible in taking its care and also not enthusiastic to grow more of it. Though there are some who love trees immensely.
We have created 166 forests in the villages of Banaskantha, Patan & Sabarkantha. In these forests we have planted more than 8.50 lakh trees.
One such village is Fornna in Banaskantha, Very nice little village with a population of about 4000 people. The villagers invited us to plant trees in the village's grasslands.
After worshipping the land, we planted 10000 trees. In this exercise we were helped by Mahendra Brothers Exports Pvt Ltd. Saunkabhai & Archanaben from the company also came personally to see how the plants have grown.
The respected elder of the village Fornna Shri Bhamarsinhji narrated how the temple built by VSSM will be an inspiration for others. He said many people pass through the village on foot. They find a place to rest in the shade in the village because of the many trees that grow in the village. Moreover when these people who sit in the shade will realise that they should similarly plant trees in their village. With such foresight he selected the place to plant the trees. Our friend of the tree also is a very nice person. His entire family works hard to take care of the trees. Mother Earth will be very happy with the efforts of Fornna village.
દરિયો પોતે પોતાના પેટાળમાંથી મળતા મોતિડાં નથી પહેરતો..
કવિ કાગ બાપુની આ રચના બહુ સૂચક.
આમ તો પ્રકૃતિના તમામ તત્વો જે ઉપાર્જીત કરે તેનો ઉપયોગ અન્યોની સુખાકારી માટે કરે. એક માણસ જ એવો છે જે પોતે કમાય અને મહત્તમ પોતાના માટે જ વાપરે.. કેટલાક જુજ માણસો છે જેઓ કમાય તેનો મહત્તમ ભાગ અન્યો માટે ખર્ચે.
પ્રકૃતિના તત્વોમાંનું એક વૃક્ષ જેનું સમગ્ર જીવન જ અન્યોની સુખાકારી માટેનું.
વળી વૃક્ષ વગર જીવન પણ અશક્ય. છતાં આપણે એની જાળવણી અને નવા વૃક્ષો વાવવામાં એટલે ઉત્સાહી નહીં.
જો કે કેટલાક અપવાદ છે.. જેઓ વૃક્ષોને ખુબ પ્રેમ કરે..
અમે 166 ગ્રામવનો બનાસકાંઠા,પાટણ અને સાબરકાંઠાના વિવિધ ગામોમાં કર્યા. જેમાં 8.50 લાખથી વધારે વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે..
એમાંનું એક બનાસકાંઠાનું ફોરણા. મજાનું ગામ. લગભગ 4000ની વસતિ. ગામે અમને ગામની ગૌચર જમીનમાં વૃક્ષો વાવી ઉછેરવા આમંત્રીત કર્યા.
પૂજન સાથે અમે 10,000 થી વધુ વૃક્ષો વાવ્યા. આ વૃક્ષ ઉછેરમાં મદદ કરી મહેન્દ્ર બ્રધર્સ એકસપોર્ટ્સ પ્રાઈવેટ લિ. મહેન્દ્ર બ્રઘર્સમાંથી આદરણીય સૌનકભાઈ અને અર્ચનાબહેન પણ વાવેલા વૃક્ષો કેવા ઉછર્યા તે જોવા આવ્યા.
ગામના આગેવાન ભમરસિંહજીએ ફોરણામાં VSSM દ્વારા બનાવવામાં આવેલું વૃક્ષમંદિર આવનારા સમયમાં અન્યોને કેવી રીતે પ્રેરણા આપશે તેની વાત સરસ વાત કરી, 'અમારા ગામમાં થઈને પગપાળા સંઘો ચાલે. ખુબ લોકો ચાલતા અમારા ગામમાંથી નીકળે. આ બધા લોકોને પોરો ખાવાની જગ્યા ભવિષ્યમાં અમારા ગામમાં મળી જશે.. પાછુ પોરો ખાવા બેસસે એટલે પોતાના ગામમાં આવી હરિયાળી કરવાના વિચારેય આવશે જ ને?'
આવી દીર્ઘ દૃષ્ટિ સાથે જ એમણે આ જગ્યા પસંદ કરી. અમારા વૃક્ષમિત્ર કાકા પણ મજાના. આખો પરિવાર ઝાડ મોટા થાય તે માટે ખુબ મથે...
ફોરણાગામના આ પ્રયાસથી મા ધરા રાજી થશે એ નક્કી...
#MittalPatel #vssm #TreePlantation #treecareprofessionals #treeservice #vandevi #vanlife
Shri Saunakbhai from Mahendra brothers exports pvt. Ltd. welcomed by villagers |
The respected elder of the village Fornna Shri Bhamarsinhji narrated how the temple built by VSSM will be an inspiration for others |
VSSM planted 10,000 trees in forrana village |
Smt. Archnaben from Mahendra brothers exports pvt. Ltd. welcomed by villagers |
Forrana tree plantation site were supported by Mahendra Brothers Exports Pvt Ltd. |
Mittal Patel, Shri Saunakbhai. smt. Archanaben,villagers,others discusses tree plantation site |
Mittal Patel with the villagers of forrana vilaage at tree plantation site |
Mittal Patel with villagers of forrana village at tree plantation site |
No comments:
Post a Comment