Sunday, January 07, 2024

We are grateful to forest department and to Dr. K.R.shroff Foundation with whose help we are able to plant more than 1 lakh trees...

Mittal Patel visits tree plantation site

 "If you manage to get a ration card or you get the plot allotted for a house, the beneficiary will thank you and speak nice words about you. You will like it. However if you plant a sapling and take care till it becomes a tree, the tree is not going to thank you. Yet what inspires you to plant a sapling & take care of it?"

This question was asked to employee of forest department Shri Naranbhai who takes care of the trees in Ramsida Village in Banaskantha District. Naranbhai replied that "trees do show their feelings of being thankful. We must know how to experience it. I can feel that the trees do thank me for the care I take"

How wonderfully said. 

Since 2019 we have been doing plantation work in Banaskantha District in partnership with the Forest Department. It becomes much easier to water the plants with a drip irrigation facility. Most of the plants grow into trees. 

In our partnership with the Forest Department, we could do drip irrigation because of the support of  Dr K R Shroff Foundation. In Ramsida village about 16,000 trees are growing well  though it is only 4 months since we planted the saplings. It is because of proper water and care this was possible.

All the officers of the Forest Department  are very sensitive to the cause and are very co-operative. We are extremely thankful to them and  to Dr K R Shroff Foundation with whose help we are able to plant more than 1 lakh trees. Even you can plan to plant 25,000 trees in your village. It is very much the need of the hour.

"તમે કોઈનું રેશનકાર્ડ કઢાવી આપો કે કોઈને રહેવા પ્લોટ અપાવી, ઘર બનાવી આપવામાં મદદ કરો તો એ વ્યક્તિ તમારો આભાર માનશે. તમારા માટે બે સારા શબ્દો બોલશે. એ તમને ગમશે. પણ ઝાડને તમે ઉછેરો, મોટુ કરો એ ક્યારેય કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરતુ નથી છતાં તમે ક્યા પરિબળથી વૃક્ષોનું જતન કરી રહ્યા છો?"

આ પ્રશ્ન બનાસકાંઠાના દાંતીવાડાના રામસીડાગામમાં વૃક્ષોનું જતન કરતા જંગલવિભાગના કર્મચારી નારણભાઈને પુછ્યો ને એમણે કહ્યું, "વૃક્ષો આભાર વ્યક્ત કરે, બસ આપણે એ અનુભવવાની ક્ષમતા કેળવવી પડે. હું એ ભાવ અનુભવુ છું."

કેવી મજાની વાત.

બનાસકાંઠામાં 2019 થી વૃક્ષો વાવી ઉછેરવાનું શરૃ કર્યું. જંગલ વિભાગ સાથે પણ છેલ્લા કેટલાક વખતથી અમે ભાગીદારી કરીએ. રામસીડામાં પણ જંગલ વિભાગે વૃક્ષો વાવ્યા. ડ્રીપથી પાણી આપવાનું કરીએ તો વૃક્ષોનું જતન કરવું સહેલું થઈ જાય અને વાવેલા મોટાભાગના વૃક્ષો સરસ ઉછરે.

અમે જંગલ વિભાગ સાથે આ બાબતે ભાગીદારી કરી. ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશની મદદથી અમે ડ્રીપ કરી. રામસીડામાં વાવેલા 16,000 વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. આમ તો વાવેતર કરે ચાર મહિના થયા પણ માફકસર પાણી અને યોગ્ય જાળવણી મળી રહેવાના કારણે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે.

જંગલ વિભાગમાં કાર્યરત તમામ અધિકારીઓ પણ ખુબ સંવેદનાથી અમને મદદ કરે. સૌનો ઘણો ઘણો આભાર. 

ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનો પણ હૃદયપૂર્વક આભાર એમની મદદથી લગભગ 1 લાખથી વધુ વૃક્ષો ઉછરી રહ્યા છે.

તમે પણ તમારા ગામમાં 25,000 વૃક્ષોનું જંગલ ઉછેરો આજના સમયની આ તાતી જરૃર...

#MittalPatel #vssm #treeplanting #forestofficers #forestry..

Mittal Patel, team members and others visits Ramsida tree
plantation site


Mittal Patel with Naranbhai who took care of tree 
plantation site in Ramsida

Mittal Patel discusses tree plantation

VSSM water the plants with a drip irrigation facility


No comments:

Post a Comment