Saturday, February 03, 2024

We are grateful to all for being instrumental in the welfare of the marginalised nomadic communities...

Mittal Patel with Saraniya Families

 Home is where you get mental bliss.

There are many in the world who are yet to experience this bliss. They continue to live in fear in their temporary sheds that it will be demolished any time soon. It is like a hanging sword. 

Many ask why these homeless people are not buying their own houses. The straight & simple answer is that they cannot afford. They have no savings & even if they could save they have no concept of saving. This prevented them from buying their own homes.We work with thousands of such families.

In Ahmedabad near Indira Bridge there is a big settlement of such a community called Saraniya. They had settled on this land before independence. We got the news that the government was planning a road passing through the settlement. All those whose hutments were obstructing the planned road were to be demolished. It became a serious problem for them. Where would they be settled ?

We represented before the  Hon. Chief Minister, the above problem. The CM being a kind hearted soul instructed the Municipal Commissioner's office that the people whose huts are being demolished must first be rehabilitated and then only should their huts be demolished. Thanks to such a sensitive Chief Minister, 57 families got allotted houses in Odhav in Indira Nagar.

Within a month everything got settled. The house allotted was very good. It had a bedroom, kitchen, hall & toilet/bathroom. The families that were allotted these houses had never even in their dreams expected it.

The Corporation officers did a draw for alloting the houses. One whole block was reserved for the displaced families. 

The next step was to move the belongings of the families to the new house. The Corporation arranged for its own transport in which the belongings were moved. So far everything was smooth. It seemed that no problems will arise in settling these people.  However, as soon as the vehicle with the belongings and our colleagues Madhuben & Rahul reached Indiranagar the residents refused them entry. They closed the main gate. They also started to threaten the Saraniya families. They got frightened and did not know what to do further.

We remembered our respected Bhagwandas Panchal ( Kaka). We informed him of the situation. He conveyed the whole situation to respected Shri Jagdishbhai Panchal. Shri Jagdishbhai is very sensitive to the plight of homeless people. He always strives to bring them into the mainstream. He has always been a source of help to us. He immediately contacted the concerned officers and gave them instructions. He also asked the Corporator from Odhvana Shri Dineshbhai Desai to help. On the other side all officers of the Corporation , Dy Municipal Commissioner Shri Vishalbhai, Dy Estate Officer Vikrambhai Kataria, Asst Estate Officer Shri Nareshbhai Kharadi, Inspector Shri Narendrabhai Patel, Sub-Inspector  Meghaben Patel and the entire staff of  Estate & Town Planning Department got active along with Ahmedabad Municipal Corporation staff. Because of them the situation came under control.

On instructions of Shri Jagdishbhai, the Police from Odhav also helped. In their presence, the families got entry into their respective homes. It was from afternoon 2:00 pm onwards the problem started and got resolved late at night. The food arrangement for all families was done by the corporator Shri Dineshbhai and other sensitive officers of the corporation.

Salute to all who helped. This must be the first time that the families got the homes immediately after they were demolished, All have been so co-operative towards the families that are normally not welcomed by any one. I am thankful to all for this. 

Our associates Madhuben & Rahul have been working  hard day & night. The leader of the settlement families Vikrambhai & Kashiben also worked hard.  I am proud of having such duty bound workers.

ઘર જ્યાં આપણને હાશ અનુભવાય તે..

દુનિયામાં હજુ એવા ઘણા છે જેમનાથી આ હાશનો અનુભવ છેટો. પતરાં કે પ્લાસ્ટીકની આડાશો કરીને રહેનાર આવા પરિવારોના માથે હંમેશાં કોઈ આવશે ને ખાલી કરાવશેની લટકતી તલવાર.

ઘણા કહે ઘરવિહોણા આ પરિવારો જાતે ઘર ખરીદતા કેમ નથી? જવાબ છે આર્થિક સ્થિતિ નથી. પાઈ પાઈ ભેગી કરવાની સમજણ પણ નથી. એટલે કદાચ વંચિત રહ્યા. અમે આવા હજારો પરિવારો સાથે કામ કરીએ. 

અમદાવાદમાં ઈન્દીરા બ્રીજ પાસે સરાણિયા પરિવારોની મોટી વસાહત. આઝાદી પહેલાંથી બધા ત્યાં વસે. આ વસાહતની વચમાંથી રોડ પસાર થવાના સમાચાર આવ્યા. જેમના ઝૂંપડાં આ રોડમાં કપાતમાં જવાના હતા એ બધા તો હવે ક્યાં જશુંના પ્રશ્નથી મુંઝાઈ ગયા. 

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ મૂંઝવણની રજૂઆત કરી અને એમણે અમદાવાદ મ્યુનીસીલ કમીશનર કચેરીને જેમના ઝૂંપડાં તુટે છે એમને ઘર આપ્યા પછી જ ઝૂંપડાં તોડવા કહ્યું.

આવા સંવેદનશીલ મુખ્યમંત્રીની લાગણીને પ્રણામ.. તેમની સૂચનાથી 57 પરિવારોને ઓઢવમાં બનેલા ઈન્દિરા નગરમાં ઘર મળ્યા.

લગભગ એકાદ મહિનામાં આ બધુ ગોઠવાઈ ગયું. ઘર પણ એકદમ સરસ. એક બેડરુમ, રસોડુ, હોલ અને ટોયલેટ બાથરૃમ સાથેના આ પરિવારોને આપવાનું નક્કી થયું. આ પરિવારોએ તો આવા ઘરોની ક્યારેય કલ્પના નહોતી કરી. 

કોર્પોરેશનના અધિકારીઓએ ઘરની ફાળવણી કરવા ડ્રો કર્યો. એક આખો બ્લોક આ પરિવારો માટે અલગથી એલોટ કર્યો.

હવે વાત આવી ઝૂંપડાંનો સામાન ઘરમાં ફેરવવાનો. કોર્પોરેશન પોતાની ગાડી આપી જેમાં આ પરિવારો સામાન ભરીને જ્યાં ઘર મળ્યા ત્યાં પહોંચ્યા. 

અત્યાર સુધી બધુ સમુસુતરુ પાર પાડ્યું હતું આગળ પણ બધુ ગોઠવાઈ જશે એમ લાગ્યું. પણ સામાન સાથે આ પરિવારો સાથે અમારા કાર્યકર મધુબહેન અને રાહુલ જેવા ઈન્દિરાનગરમાં પહોંચ્યા કે ત્યાં રહેનાર કેટલાક લોકોએ આ પરિવારોને સોસાયટીમાં દાખલ થવાની મનાઈ કરી. દરવાજા બંધ કરી દીધા. થોડી ધમકીઓ પણ આપી.

સરાણિયા પરિવારો ડર્યા. શું કરવું સમજાતું નહોતું.

ત્યાં અમારા આદરણીય ભગવાનદાસ પંચાલ(કાકા) યાદ આવ્યાને કાકાને સ્થિતિની વાત કરી. તેમણે આદરણીય જગદીશભાઈ પંચાલ માનનીય મંત્રી શ્રી સમક્ષ આખી વાત પહોંચાડી. જગદીશભાઈ વંચિતો માટે ખુબ લાગણી રાખે. હંમેશાં આ બધા પરિવારોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ કરે. અનેક આવી આફતોમાં એમનો સહયોગ મળ્યો. અમારી માટે આમ એ સંકટ સમયની સાંકળ જેવા. એમણે તુરત લાગતા વળગતા અધિકારીઓને સુચના આપી. સાથે  ઓઢવાના કોર્પોરેટ દિનેશભાઈ દેસાઈને પણ મદદરૃપ થવા કહ્યું.

બીજી બાજુ મ્યુનીસીપલ કમીશનર કચેરીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલભાઈ ખનામાં

ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિક્રમભાઈ કટારીયા, આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર નરેશભાઈ ખરાડી, ઇન્સપેક્ટર નરેન્દ્રભાઈ પટેલ, સબ ઇન્સપેક્ટર મેઘાબેન પટેલ અને સમગ્ર સ્ટાફ એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ ઉત્તર ઝોન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય થયા. જેના લીધે સ્થિતિ થાળે પડી.

આદરણીય જગદીશભાઈની સૂચનાથી ઓઢવ પોલીસ પણ સક્રિય થઈ. પોલીસની હાજરીથી આ પરિવારોને ઘરમાં પ્રવેશ મળ્યો. બપોરના બે વાગ્યાથી આ બધી રમમાણ ચાલતી હતી તેનો નિવેડો મોડી રાતે આવ્યો.

ભૂખ્યા તરસ્યા બેસી રહેેલા આ પરિવારો માટે જમવાની વ્યવસ્થા કોર્પોરેટર દિનેશભાઈ તેમજ કોર્પોરેશનના જાગૃત અને સંવેદનશીલ અધિકારીઓએ કરી.

આપ સૌની સક્રિયતાને સલામ.. જેમના ઘર તૂટ્યા એ પરિવારોને આટલી ઝડપથી ઘર મળવાનું કદાચ પ્રથમ વાર થયું હશે..  

તમે સૌ એવા પરિવારોના શુભમાં નિમિત્ત બન્યા જે પરિવારોને હંમેશાં સૌએ જાકારો આપ્યો. આપ સૌની લાગણી માટે ખુબ આભારી છું...

અમારા કાર્યકર મધુબહેન અને રાહુલની દિવસ રાતની મહેનત. વસાહતના આગેવાન વિક્રમભાઈ અને કેશીબેનની પણ ઘણી મહેનત... ઘર આપતી વેળા ભાર્ગવ, પ્રવીણ પણ સાથે રહ્યા.. તમારા જેવા સંવેદનશીલ કાર્યકરો સાથે હોવાનું ગૌરવ... 

#vssm #mittalpatel  #socialworker #socialwork #workforsociety #society #nomadictribes

57 families got allotted houses in Odhav
in Indira Nagar

The house allotted was very good. It had a bedroom,
kitchen, hall & toilet/bathroom

The before living condition of nomadic families

The CM being a kind hearted soul instructed the
Municipal Commissioner'soffice that the people
 whose huts are being demolished must first be rehabilitated

The Corporation arranged for its own transport in which
 the belongings were moved

 It was from afternoon 2:00 pm onwards the problem
 started and got resolved late at night

The entire staff of  Estate & Town Planning Department
got active along with Ahmedabad Municipal Corporation staff

Shri Maulik Patel at the corporation office

Shri Maulik Patel with the Saraniya Families

Shri Jagdishbhai is very sensitive to the
plight of homeless people

Thanks to such a sensitive Chief Minister, 57 families got
allotted houses in Odhav in Indira Nagar.


No comments:

Post a Comment