We plan to launch a new initiative. A beginning that is impossible without your support. Can we join hands?
The plan is to plant trees in your village, trees that are native to our land, trees that can become home to birds, trees under whose shade children can live their childhood, trees that will provide shade for us to rest under the brazing sun and we need your support to begin this endeavour.
You must be thinking why am I discussing trees in the middle of a difficult summer!!
Yes it’s isn’t June yet, but we have begun planning for June. We all agree to the fact that trees are life and life is impossible without trees. Trees bring rains, cools down the temperatures, stop desertification of earth yet, we have not cared for our trees, we took then for granted all these years. Just because they do not voice their pain we have chopped them off like never before. How selfish and ruthless are we??
We at VSSM want to begin planning tree plantation with you for this monsoon. We would have preferred villages taking the entire responsibility of this plantation drive, but because as communities we are always against each other, divided rather than united we have decided to be part of this campaign until you shed away your differences for larger good.
The plan is to assign the responsibility of caring and raising the trees to one individual who will water it, manure it, nurture it. It will be village’s responsibility to provide her/him remuneration by collectively raising the amount required. Each household will contribute Rs. 20 a month and balance difference will be borne by VSSM.
It will be an ongoing drive and we will be planting more trees every year for next 10 years. Whoever wishes to plant trees in memory of their forefathers can do so and we will name the trees accordingly. The idea is to created woods and tree heaven. We will work with only those who want to commit to this cause and work collectively. The village that joins this initiative will have newly formed Tree-Temple committee which will be responsible for this entire pursuit. All those who have moved away from their villages can also be part of it and sponsor a tree, pledge for its protection by contributing towards the same.
We urge all those interested to contact Naran Raval on 9099936035 or get in touch with us at
એક પહેલ કરવી છે ... પણ એ પહેલ તમારા સહયોગ વગર શક્ય નથી તો સહયોગ આપશો ને મિત્રો...
તમારી ભાગીદારીથી તમારા ગામમાં વૃક્ષો અને એ પણ એવા કે જેના ઉપર પક્ષીઓ માળા મૂકી શકે અને જેની ડાળમાં હીંચકા બાંધી આપણે સૌ ઝૂલી શકીએ એવા વાવવા છે...
તમે કહેશો બેને આજે આ ભર ઉનાળે ઝાડની વાત કેમ માંડી છે?
આજે પાંચ જૂન નથી એ જાણુ છું. પણ પાંચમી જૂનનું આયોજન અત્યારથી કરવું છે..
ઝાડ વગર જીવન અશક્ય છે અને ઝાડ વગરની ધરતી રણ જેવી લાગે.
ઝાડ વરસાદ તો લાવે સાથે વાતાવરણ ઠંડુ રાખે.. છતાં આપણે એનું જતન ના કરીએ..
કેવા સ્વાર્થી...
તમારા ગામમાં આ ચોમાસે ઝાડ વાવવાનું આયોજન તમારી સાથેની ભાગીદારીથી કરીએ.
આમ તો તમે એટલે કે ગામ જ જવાબદારી લે એ ઉત્તમ પણ ગામમાં સ્વાર્થ ઘણો છે.. સ્વાર્થ મુક્ત થાવ તો રાજી. પણ એ થાય ત્યાં સુધી....
ઝાડ વાવવા તથા તેની માવજત કરવા એક માણસ રાખીશું. જે ઝાડનું ધ્યાન રાખશે. ઝાડ ફરતે વાડોલિયા કરવાથી લઈને ઝાડને પાણી આપવાનું, તેમાં ખાતર નાખવાનું કરશે.
આ માણસને પગાર ચૂકવવામાં ગામ ભાગીદારી કરશે. ગામ દર મહિને 20 રૃપિયા ઘર દીઠ ઉઘરાવશે અને બાકીના પૈસા સંસ્થા પગાર પેટે ઝાડની માવજત કરનારને આપશે.
દર વર્ષે ગામમાં ચોક્કસ સંખ્યામાં ઝાડ વાવીશું. આ ક્રમ દસ વર્ષ સુધી તો ચાલુ રાખીશું જ.
જે વ્યક્તિ પોતાના દાદા પરદાદાના નામે ઝાડ વાવવાનું કરાવવા ઈચ્છે તેમને એ ઝાડનું નામ પણ આપીશું.
આ યોજનાથી જે ગામ પોતાના ગામને નંદનવન કરવા તૈયાર થાય અમે તેમની સાથે કામ કરવાનું કરીશું.
આ કાર્યક્રમમાં જે ગામ જોડાશે તે ગામમાં વૃક્ષમંદિરની એક કમીટી બનશે. જે આ કામનો વહીવટ તેમજ દેખરેખ રાખવાનું સ્વયંમ કરશે.
ગામ બહાર રહેતા પણ જેમને વતન માટે અને સૌથી અગત્યનું ઘરતી માતા પ્રત્યે પ્રેમ છે એ લોકો પણ પોતાના ગામમાં ઝાડ વાવવાના આ કામને પ્રોત્સાહન આપી આર્થિક સહયોગ આપી શકે.
રસ ધરાવતા ગ્રામજનોએ નારણ રાવળ 9099936035 પર સંપર્ક કરવા વિનંતી.
તથા વિચરતા સમુદાય સમર્થન મંચ
હરીકુટીર, સદવિચાર પરિવાર કેમ્પસ, રામદેવનગર ચાર રસ્તા, અમદાવાદ -51 પર લેખીતમાં અરજી કરવા વિનંતી.
આ સબબની વિનંતી વિડીયો દ્વારા પણ કરી છે.. સાંભળીને શેર જરૃર કરજો.. કોઈના મનમાં આ વાત ક્લીક થાય ને પ્રકૃતિનું કામ થઈ જાય...
#MittalPatel #VSSM #Water #environment #world_environment_day #
No comments:
Post a Comment