Mittal Patel attends wedding ceremony in Vadia |
Vadia, a village whose traditional occupation is absolutely unaccepted seldom treats its daughters with respect and care, but once the daughter is married or engaged she is never forced into the hellish traditional occupation of prostitution.
Mittal Patel with groom bride and their family members |
Rameshbhai had promised me to never force his daughters into prostitution when he first met me in 2005. I had the right to correct him because he considers me his sister.
The Kitchenware items has been giftedby Shri Somabhai Patel |
The pimps active in Vadia tried their level best to lure Rameshbhai into the trap, but he remained undeterred like a rock. Both his kidneys failed, the medications pushed him to the brink of survival. VSSM’s Shardaben and his elder brother Bababhai worked tirelessly to bring him to Ahmedabad’s Civil Hospital and get his kidney transplanted. Right now, he is on medication that is taken managed by VSSM’s President Shri Madhavbhai Ramanuj.
Apart from the physical trauma due to such life threatening ailment Rameshbhai also passed through severe mental trauma, but even under such dire circumstances he remained undeterred in his commitment to protect his daughters and ensured they get married.
The ceremony wouldn’t have been possible without the support of VSSM’s largehearted family. The entire expense of the wedding ceremony was supported by respected Shri Morari Bapu. The kitchenware in the trousseau has been gifted by Shri Somabhai Patel. We have provided all that you can see in the pictures to Krishna and Kalpana. Apart from this, to help them earn and live with dignity we have committed a buffalo each to both of them.
Rameshbhai Saraniya's daughter Krishna performing wedding rituals |
The Sarpanch of Khanpur Shri Nagjibhai has been assigned with the responsibility of finding a good buffalos. The costs of buffalo are very high currently hence, we plan to purchase them once the prices come down.
I am grateful to all those who stood with us and have wished well for Vadia.
Respected Bapu, all of these wouldn’t have been possible without your support. I am grateful for your support.
Shardaben, our backbone for Vadia who constantly worries for the community needs to be commended for her untiring efforts in Vadia.
Rameshbhai, I respect your commitment to fulfil the promise you gave me. I wish that each girl in Vadia is blessed with a father who shares your sentiments!!
વાડિયા માં એકવાર ફેર ઢોલ ઢમક્યાં.....
'બેન મે આપેલું વચન આજે પૂરું કર્યું. મારી બે દીકરી પરણાવી અને એક તમને સોંપી. હવે હાલ મોત આવે તોય મને ચિંતા નથી '
વાડિયાના રમેશભાઈ સરાણિયાની આંખો આજે દીકરી ક્રિષ્ના ના લગન વખતે આ કહેતા કહેતા ભરાઈ આવી.
વાડિયા જ્યાની પરંપરા દીકરીઓ માટે ક્યારેક ના સ્વીકારાય એવી. દેહવ્યાપારના કલંક ગામની દીકરીઓના માથે લખાતા હોય એવા વાડિયામાં જે દીકરીની એક વખત લગ્ન કે સગાઈ થાય એ ક્યારેય આવા નર્કમાં ધકેલાતી નથી.
રમેશભાઈને ૨૦૦૫ માં મળેલી અને એ વખતે જ એમણે પોતાની દીકરીઓને આ નર્કાગાર માં નહિ ધકેલવાનું વચન આપેલું. મને બહેન માને એટલે થોડા વિશેષ અધિકાર ભાવ પણ બંને તરફ હોય... પણ છેવટે તો બધુંયે હકારાત્મક.
કેવી લાલચો સામે આવી પણ એ બધાને એમણે ઠોકર મારી.
બે કિડની બગડી. દવામાં ખૂબ ખર્ચ થયો. Vssm ના કાર્યકર શારદાબેન અને મોટાભાઈ બાબા ભાઈ સાથે રમેશભાઈ ને માંડ કિડની હોસ્પિટલ લાવ્યા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. હાલે દવા ચાલે પણ દવાનું બધું vssm ના પ્રમુખ માધવભાઇ રામાનુજ સાચવે.
આર્થિક રીતે કમર તૂટી ગયેલી. ત્યારેય આવેલી લાલચોથી એ પર રહ્યા અને ખરા અર્થમાં એમણે દીકરીના બાપને છાજે એમ દીકરીઓને સંસાર મંડાવ્યા.
લગ્ન ખર્ચમાં સહયોગ પૂજ્ય મોરારી બાપુ એ આપ્યો. દીકરીને ભેટમાં વાસણ માટે સોમાભાઈ પટેલ સહયોગ આપ્યો. તેમનો આભાર વ્યક્ત કરું છું. દીકરી ક્રિષ્ના અને કલ્પનાને લગનમાં ફોટોમાં દેખાય છે એ સાધન સામગ્રી તો આપી. સાથે બેય દીકરીઓ સાસરીમાં સ્વમાનભેર જીવી શકે એ માટે બેયને ભેંસ આપવાનું વચન પણ આપ્યું.
ખાનપુરના સરપંચ નાગજી ભાઈને ભેંસ લાવવાની જવાબદારી સોંપી. હાલ ભેંસોની કિંમત વધારે છે ઓછી થતાં જ બેય દીકરીના ઘરે ભેંસ બંધાશે.
વાડિયા માં બદલાવ માટે મથતા સૌ સ્વજનો પાસે આજે રાજીપો વ્યક્ત કરું છું.
પૂજય બાપુ નો આભાર માનું છું એમની મદદ વગર આ બધું અસંભવ હતું...
અમારા કાર્યકર શારદાબેન સતત વાડિયા માં રહેતા માણસોની ચિંતા સેવે અને એમને મદદ કરે એમની લાગણી ને પ્રણામ.
અને રમેશભાઈ તમે ભાઈ તરીકે આપેલું વચન નિભાવ્યું એનો આનંદ.. સાથે વાડિયા ની તમામ દીકરીના બાપ તમારા જેવા થાય એવી આશા રાખું છું.
#mittalpatel #vssm #Sarania #vadiya #Nomadsofindia
No comments:
Post a Comment