Nomadic woman narrated her pain to Mittal Patel |
The current living condition of Meer Families |
Have you known the pain of living along the road sides with young daughters in the family?? Perhaps not. The privileged us who live within the safe confines of a house will be unable to empathise with the struggle of such parents who raise their families on streets. Inspite of spending so many years amidst the nomadic and de-notified communities, I had never sensed it either. However, the recent episode of municipal authorities demolishing homes of families living in a ghetto near Ahmedabad’s Sabarmati locality exposed me to a whole new reality. It was the plight of wailing mother who was compelled to live on the footpath as a result of this demolishment that brought to light the reality. The mother had narrated how she and her husband took turns to stay up at night to look after their daughters as they slept through the night. It shook my core.
Nomadic woman with her daugters |
Somewhere on Nandasan road along the Ahmedabad- Mehsana highway is a settlement of Meer families. The living condition of these families is extremely pitiable. The government did allot residential plots to few families, but many still live under severely deprived conditions. When I recently met them they too raised the issue of security of their young daughter.
The changing land dynamics have sucked away all the government wastelands in many regions across Gujarat. It was on such wastelands that these families build their settlements. Now the land grabbers are eyeing on such wastelands and claiming their right on it. The families have no choice but to take shelter on the footpaths or streets.
It is essential these families access their right to shelter. We are awaiting the sanctions for the applications filed for the same.
These families look up to us for fulfilment of their hopes, we truly want their longing turns into reality. Our role is to keep working at it and we will continue striving.
In the picture - The mother who narrated her pain with a smile on her face and requested us to take a picture of her home along with her daughters.
જુવાન દીકરીઓ સાથે આમ સાવ રોડની બાજુમાં રહેવાનું દુઃખ તમને ખબર છે?
આ પ્રશ્ન પાકા ઘરમાં અને એ પણ સુરક્ષીત જગ્યામાં રહેનારને ક્યારે નહીં સમજાય. મનેય નહોતો સમજાયો.
વર્ષો વિચરતી જાતિઓ વચ્ચે રહી એમની સાથે કામ કર્યું પણ પહેલીવાર સાબરમતીના છાપરાં તુટ્યાને રડતાં રડતાં એક માએ જ્યારે રોડ પર રહેતા હોવાના લીધે દીકરીઓની સુરક્ષાને લઈને રાતના ઊંધવામાં મા- બાપ બેય વારા કરેની વાત કરી ત્યારે અંદરથી હલી ગઈ હતી.
અમદાવાદ મહેસાણા હાઈવે પર નંદાસણ રોડ પર મીર પરિવારો રહે એ લોકોની દશા પણ ભયંકર ખરાબ. સરકારે કેટલાક પરિવારોને રહેણાંક અર્થે જગ્યા આપી જ્યારે કેટલાક હજુ આમ જ રોડ પર છે.
જ્યારે એમને મળી ત્યારે એમણે પણ સાબરમતીની પેલી માની જેમ જ દિકરીઓની ચિંતાનો પ્રશ્ન ઉઠાવ્યો.
પહેલાં ગામડાંઓમાં જગ્યાઓ ખુલ્લી રહેતી જ્યાં વિચરતી જાતિઓ છાપરાં નાખી શકતી પણ હવે સૌના જીવ ટૂંકા થયા છે. સરકારની જમીન પર પણ સૌ પોતાનો હક દાવો નોંધાવી રહ્યા છે આવામાં ફૂટપાથ કે રોડની બાજુમાં છાપરાંના નાખવા સિવાય આ પરિવારો પાસે વિકલ્પો બચતા નથી.
રહેણાંકનો અધિકાર આ પરિવારોને મળે એ ઈચ્છનીય છે..
અરજીઓ તો કરી છે જોઈએ નિકાલ ક્યારે થાય છે...
ખબર નહીં આ બધા પરિવારો એક ઉમ્મીદ સાથે અમારી સામે જુએ છે એ ઉમ્મીદ પૂરી થશે કે કેમ?
ખેર અમારા હિસ્સે પ્રયત્નો છે અને એ પ્રયત્નો કરવા રહ્યા...
એ મા જેણે હસતા હસતા પોતાની કથની કહી પછી મારા ઘરનો ફોટો લો બેન એમ કહીને એની દિકરીઓ સાથે ફોટો પડાવ્યો.
#MittalPatel #storyofhope #hope #advocacy #humanrights #displacement #Meercommunity #nomadiccommunity #nomadsofindia #denotifiedtribes #nomadsofgujarat #gujarat #mehsana #safety
No comments:
Post a Comment