Mittal Patel meets Bharthari families of Sutharnesdi |
Ramabhai Bharthari with his cycle and products he took from VSSM's interest free loan |
I was on my way to monitor the ongoing water management works at Rampura. En route to Rampura falls Sutharnesdi, the thought of Kaluba crossed our mind and we decided to stop at Sutharnesdi to meet her. The families of Sutharnesdi had struggled very hard to obtain the proofs of their existence, their citizenry documents. They were just three families but no-one seemed to inclined to ensure they received those documents. VSSM’s Naran had worked on campaign mode to ensure these families receive documentary proofs of their existence. Consequently, they received Voter ID cards and Ration cards too. “We no longer wish to sing lullabies, please give us loan to help us start some new occupation,” they had requested. Eventually, we sanctioned Rs. 5000 each to help both the sons of Kaluba buy bicycle to start selling cosmetics and hair accessories.
Kalubha Bharthari with his family |
Life is a little easier for them now. We have also filed their applications for obtaining residential plots from government. The Bharthari never featured on the official list of nomadic and de-notified communities. As a result of VSSM’s extensive advocacy, the government officials did consider and included Bharthari as well as numerous other communities we had suggested into the official list. This community can now expect to obtain plots and assistance from the government. It is pertinent that now their life changes for better and these families are determined to make that happen.
“It is because of you we are able to stay here, you are well aware that Bhartharis aren’t blessed to lead such good life!!” Kaluba shared when we stopped to meet her.
It is an incredible feeling to learn that our existence has brought so much peace and happiness into someone else’s life. Today, there are thousands of individual who feel the same as Kaluba. We are grateful to have been given this opportunity to be helpful to so many.
However, it is crucial that we spot for families like these and make concrete plans to ensure they are given residential plots. We have presented these to the administration and are hopeful they will plan diligently.
In the picture – Kaluba with her family and her son Ramabhai with the bicycle and products he took from VSSM’s loan.
રામપુરામાં થઈ રહેલા જળ વ્યવસ્થાપનના કામો જોવા જતી હતી અને વચમાં સુથારનેસડી આવ્યું. નારણે કાળુ બા ભરથરીને યાદ કર્યો અને અમે ત્યાં થંભ્યા.
પોતાની ઓળખનો આધાર મેળવવા આ પરિવારોએ ઘણો સંઘર્ષ કર્યો હતો.
ત્રણ જ પરિવાર છતાં કોઈની એના પર નજર જ નહોતી પડી.
કાર્યકર નારણે એમને નાગરિકત્વ અપાવાની ઝૂંબેશ હાથ ધરી ને મતદારકાર્ડના ફોર્મ ભરાયા. એ પછી તો રાશનકાર્ડ પણ થાય ને હવે રાવણહથ્થો લઈને હાલરડા નથી ગાવા તમે લોન આપો એવી વિનંતી સામે શૃંગારપ્રસાધનો, બોરીયા - બકલ વેચવા સાયકલ અને થોડો સામાન ખરીદવા 5000 -5000ની લોન કાળુ બાના બે દિકરાને આપી.
જીંદગી પહેલા કરતા સરળ થઈ છે.
રહેવા કાયમી જમીન મળે એ માટે અરજી કરી છે. ભરથરીનો સમાવેશ વિચરતી જાતિની યાદીમાં નહોતો એટલે પ્લોટ મેળવા મુશ્કેલ જણાતા હતા પણ 2017માં VSSMના પ્રયત્નોથી ભરથરીનો સમાવેશ વિચરતી જાતિમાં થયો છે એટલે ઘર તો થવાના. હવે જીવન બહેતર થાય એ વધુ જરૃરી છે. એ માટે એમણે કમર કસી છે.
કાળુ બા મળ્યા અને એમણે કહ્યું, 'તમે બધા હોવને અમે અહીંયા રહી હકીએ બાકી અમારે આવુ રૃડૃ રહેવાનું શાને હોય?'
આપણા હોવાથી કોઈને સંતોષ થાય એ વાત જ અનેરી છે. આજે હજારો માણસો છે જેમની લાગણી કાળુ બા જેવી જ છે...
કુદરતે નિમિત્ત બનાવ્યા અનો રાજીપો છે...
પણ હવે આવા પરિવારોને શોધીને તેમને રહેવા લાયક યોગ્ય જગ્યાઓ મળે તે અંગે સચોટ આયોજન થાય એ જરૃરી છે.
વહીવટીતંત્રમાં રજૂઆતો કરી છે નક્કર થશે એવી આશા છે...
ફોટોમાં કાળુ બા તેમના પરિવાર સાથે તથા તેમના દિકરા રામાભાઈએ સંસ્થામાંથી લોન લઈને લીધેલી સાયકલ અને સામાન...
#SocialChange #MittalPatel #VSSM #NomadsOfIndia #Bharthari #empathy #ChangeMaker #Pathetic #OneSolution #solutions #PolicyMaking #ResidentialPlots #TheSocialWarrioers #Nt #DNT #NomadicTribes
No comments:
Post a Comment