Mittal Patel addressing a meeting in Rampura |
Mittal Patel discussing Water Management initiatives |
As part of the implementation strategy, VSSM makes it very clear from the beginning that the work will happen only if the village panchayat and leaders are willing to cooperate and contribute to the mammoth task of deepening the village lakes. We have had mixed experiences. Some villages have been extremely enthusiastic and supportive while some had to be dropped half way through.
Mittal Patel discussing Water Management initiatives |
Rampura is a remote village from Banaskantha’s Sui block. The landscape is dry and harsh. As the waters of Narmada reach this village, some farmers have made use of it and occasional green spots could be noticed through the landscape. The villagers were willing to contribute in their own way to this task. Hence, we have decided to deepen at 5-6 villages in Rampura.
The support for this huge task is provided by Shri Bhanuben Shah, who is currently based in Mumbai.
Lake before digging |
Of course the village will benefit, so will this earth and its habitants. A task that began with one village is gradually spreading through the entire district with more and more villages joining in.
Mittal Patel addressing a meeting in Rampura |
'અમાર ગોમનું તળાવ પચીહો કાળ પડ્યો તે વખતે ખંદાયેલું એ પછી કોઈએ તળાવની ભાળ જ કાઢી નઈ. ગોમમાં પોણીનો મોટો આશરો તળાવ જ. તળાવ ખંદાય અન હરખુ પોણી રેતો આખા ગોમના ખેડૂન ઘણો ફાયદો થાય.'
રામપુરાના ધર્મેશભાઈએ તળાવ ખોદાવવાની બાબતે હરખ વ્યક્ત કરતા આ વાત કરેલી.
ગામલોકોનો સહયોગ મળે તોજ તળાવ ગાળશું એવું દરેક ગામના તળાવ ખોદાવતી વખતે કહીએ. ઘણા ગામોમાં ખુબ સહયોગ મળે ને ઘણામાં અમારે કામ અઘુરુ મુકીને નીકળી જવું પડે.
#સૂઈગામ તાલુકાનું અંતરિયાળગામ એટલે #રામપુરા. વિસ્તાર સૂકો. હા કેટલાક ખેડૂત નર્મદા કેનાલનું પાણી લાવ્યા છે એટલે જરા હરિયાળુ લાગે બાકી સૂકો ભઠ્ઠ વિસ્તાર.છતાં ગામલોકો પોતાની રીતે મદદ કરવા તૈયાર. આ ગામના પાંચ થી છ તળાવ ઊંડા કરવાનું અમે નક્કી કર્યું છે.
મુંબઈના શ્રી ભાનુબહેન શાહ મુખ્ય મદદ કરવાના છે.
એ સિવાય સરકાર, ગામલોકોનો ફાળો પણ મહત્વનો રહેશે.
રામપુરાના લોકો કહે છે કે, ચોમાસામાં ઉપર વાસથી અમારા ગામમાં ઘણું પાણી આવે પણ તળાવ ઊંડા નથી એટલે પાણી વહી જાય છે. જો તળાવ ઊંડા થઈ જાય તો ઘણું પાણી એમાં સમાઈ જાય ને ગામને ફાયદો થાય.
ગામને ફાયદો થાય, ધરતી માતાને અને સમગ્ર જીવસૃષ્ટિને ફાયદો થાય તેવા આશય સાથે આરંભેલા આ કામમાં ધીમે ધીમે લોકો અને ગામો જોડાઈ રહ્યા છે...
રામપુરા વાસીઓ સાથે મંદિરમાં તેમજ તળાવની પાળે કરેલી બેઠકના ફોટો સાથે થઈ રહેલા તળાવ ખોદકામના ફોટો પણ જોઈ શકાય છે.
#MittalPatel #VSSM #Water #Water_conservation #water_management #Banaskantha #Digging_of_lakes #water_scarcity
No comments:
Post a Comment