Mittal Patel with Vadi Community |
We wander, we stray across the woodlands.
We endure the pain inflicted by generations of neglect.
The same Mother Earth has birthed us, yet we face alienation.
Just like stray cattle, we have no address to call our own!
Without a home, village or identity to call our own, tell us where do we go,
Under the open sky, on the bare earth is how we survive.
We have found respite from the anguish we have suffered for centuries.
Noted poet, author and ex-president of VSSM, Shri Madhavbhai Ramanuj penned the above lines expressing the painful sentiments of nomadic tribes.
Our Chief Minster had graced the house warming ceremony for 65 nomadic families at Rajkot’s Rampara Beti a few days ago. The houses have been built by VSSM in partnership with the government. A similar event is taking place in Banaskantha’s Kakar village on 20th May 2022 at 4.30 PM.
VSSM has facilitated the construction of homes for 90 nomadic families and a hostel with the capacity of hosting 180 children. At Kakar, the Chief Minister will perform a house warming ceremony for 90 families and the opening ceremony of the hostel. He will also give away residential plot documents to 700 families and E-Shram Card, Arogya Card, ration cards, caste certificates etc. to 3000 individuals.
We are grateful to the District Collector Shri Anandbhai and the local administration of Banaskantha; it is because of their compassion these families will receive these documents in such a short time.
We invite our well-wishing friends and supporters to be part of this public event.
The families who have been living in wild woodlands are on the threshold of moving into settlements made with care and compassion. Seven hundred more families will begin their journey of building a home, and their anguish will soon find respite.
Once again many thanks to the government and administration.
અમે રઝળતાં અમે રખડતાં વગડે ભટકતા રહીએ,
સદીઓથી અવગણનાનાં દર્દ અમે આ સહીએ..
આ ધરતીની કુખે જનમ્યા તોયે રહ્યા પરાયા,
નહીં ઠામ, નહીં ઠેકાણા જાણે ઢોર હરાયાં...
ઘર નહીં, ગામ નહીં, ઓળખ નહીં કહો ક્યાં જઈ રહીએ,
ઉપર આભ- નીચે ધરતીનો અર્થ અમારુ જીવન..
સદીઓ જૂના સંતાપોને હવે મળ્યો વિસામો....
આદરણીય માધવ રામાનુજ જાણીતા કવી, સાહિત્યકાર અને એક વખતે VSSM સંસ્થાના પ્રમુખ રહી ચુકેલા. તેમણે વિચરતી જાતિઓની લાગણી વ્યક્ત કરતી આ કવિતા લખેલી..
તાજેતરમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ રાજકોટના રામપરાબેટીમાં 65 વિચરતી જાતિઓને VSSM અને સરકારની મદદથી બંધાયેલા ઘરમાં ગૃહપ્રવેશ કરાવેલો. આવો જ એક અનોખો કાર્યક્રમ બનાસકાંઠના કાકર ગામમાં તા.20 મે 2022ના રોજ સાંજના 4.30 વાગે યોજાવાનો..
90 વિચરતી જાતિના પરિવારો તેમજ વિચરતી જાતિના 180 બાળકો રહી શકે તેવા છાત્રાલયની વ્યવસ્થા કાકરગામમાં અમે ઊભી.. મુખ્યમંત્રી શ્રી અહીંયા પણ 90 પરિવારોને ગૃહપ્રવેશ કરાવશે. તેમજ છાત્રાલયનું ઉદ્ધાટન કરશે. આ સિવાય 700 ઉપરાંત પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાશે ને એ સિવાય 3000 થી વધુ લોકોને ઈ શ્રમકાર્ડ, આરોગ્ય કાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર વગેરે મળશે...
આ પરિવારો માટે લાગણી રાખનાર સૌને કાર્યક્રમમાં પધારવા ખાસ વિનંતી..
સદીઓ વગડો ખૂંદનાર આ પરિવારો વહાલપની વસાહતમાં રહેવા જશે...
જ્યારે વગડોખૂંદતા 700 થી વધુને ઠરીઠામ થવાનું ઠેકાણું મળશે... તેમના સંતાપોને વિસામો મળશે...
સરકાર અને વહીવટીતંત્ર પ્રત્યે રાજીપો....
#MittalPatel #vssm
Kakar Housing Site |
Kakar nomadic settlement |
Kakar housing site |
Nomadic families sitting in their new settlement |
Nomadic families sitting in their new settlement |
No comments:
Post a Comment