Ongoing Lake Deepening work |
The significance of village lakes…
Our Prime Minister has called for building 75 lakes in every district of India, definitely a much-needed call for current times. Since 2015, VSSM has been deepening lakes in Banaskantha. Although initially, it took us a long time to convince the communities to invest in maintaining these valuable community resources, people were not prepared to partner or contribute to the deepening process.
Yet we persevered without losing patience or hope. During the initial years, we could barely deepen ten lakes a year. Gradually, as the community noticed the impact, their attitude changed. Today, we easily deepen 30-35 lakes a year.
With the call given by respected Shri Narendrabhai Modi, we have constantly been receiving invites from the village leadership to deepen the lakes of their village.
The Kakar lake is one of the 75 lakes built/deepened in Banaskantha; the government also supported it under the Sujalam-Sufalam scheme.
Let us all pledge to catch every drop of rain; along with the deepening, let us also ensure that the channels bringing water to the lakes are also cleaned; the water will only flow into the lakes if its feeder branches are clear of debris.
We also request the government fill up all those lakes falling near the Narmada canals whenever the Sardar Sarovar dam overflows; it will help increase the groundwater levels.
Many thanks to the community of Kakar for lifting the excavated soil from the lake and the well-wishing friends of VSSM for supporting the deepening of this lake.
તળાવો....
આપણા વડાપ્રધાન શ્રીએ આહવાન કર્યું દરેક જિલ્લામાં 75 તળાવો ગાળવાનું...
આજના સમયની આ તાતી જરૃર.
અમે 2015 થી બનાસકાંઠામાં તળાવો ગાળીએ.. ગામલોકો સાથે શરૃઆતમાં તળાવો ગળાવવા ખુબ માથકૂટો કરવી પડતી. લોકોની તૈયારી લોકભાગીદારી સાથે તળાવો ગળાવવા જરાય નહોતી.
પણ ધીરજ ખોયા વગર અમે અમારા પ્રયત્નો કરતા ગયા. શરૃઆતમાં વર્ષમાં દસ તળાવો માંડ થતા. પણ ધીમે ધીમે અમારા પ્રયત્નોએ રંગ પકડ્યો આજે વર્ષના ત્રીસ થી પાંત્રીસ તળાવો અમે આરામથી કરી શકીએ છીએ.
એમાંય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પછી તો ગામલોકો સામેથી અમારા ગામમાં તળાવ કરવું છે નું કહેવા માંડ્યા.
કાકરનું તળાવ બનાસકાંઠામાં વડાપ્રધાન શ્રીએ જે 75 તળાવો કરવાના કહ્યા એમાંનું એક. સરકારે સુજલામ સુફલામ યોજનામાં પણ અમારી સાથે આ તળાવ ગાળવામાં ભાગીદારી નોંધાવી.
વરસાદના ટીપે ટીપે બચાવવાની જહેમત ઉઠાવવા તળાવો વધારે ખોદાવીએ અને ખાસ તળાવ ખોદાવતી વખતે પાણીના આવરાને બરાબર સાફ કરાવીએ. આવરો બરાબર હશે તો તળાવો પાણીથી ભરાશે...
ને સરકારને વિનંતી નર્મદા પાઈપલાઈન કે કેનાલ જે તળાવો પાસેથી પસાર થાય તે તળાવો નર્મદા ડેમ ઓવરફ્લો થાય ત્યારે ખાસ ભરાવે.. જેથી પાણીના તળ ઉપર આવે...
કાકર ગામના લોકોનો પણ આભાર એમણે સ્વેચ્છાએ માટી ઉપાડવાનું માથે લીધું તે અને VSSM સાથે સંકળાયેલા સ્વજનોનો પણ આભાર કે એમણે તળાવ ગળાવવા આર્થિક મદદ કરી...
#MittalPatel #vssm
Mittal Patel visits Kakar Water Management site |
Mittal Patel with VSSM/s coordinator, well wishers and other community members |
Kakar WateWaterManagement site |
No comments:
Post a Comment