Sunday, May 22, 2022

VSSM started supporting the family by giving them a monthly ration kit ...

Mittal Patel visits Punima and her grand children

Three years ago, Hari hanged himself to death, leaving behind these three small children. A few months after his death, Hari’s wife walked away, leaving these children with their grandparents. 

The responsibility of raising the children fell upon old and frail Valabapa and Punima. 

The death of his son has shattered Valabapa mentally. “Why did you do this?” standing before his image, he seeks answers from Hari every morning! 

Valabapa cannot walk at all. So Punima and the children set out to beg every morning. And eat from whatever they have gathered. 

Hari had been VSSM’s volunteer for a long time, he was a courageous young man, and we have failed to understand the reasons behind his extreme step. 

VSSM’s Kanubhai and Chayaben did not like to see Hari’s family begging for food; hence, VSSM started supporting the family by giving them a monthly ration kit (as seen in the picture). The ration kit ensures that the family has food on the plate and that they do not need to go and beg for it. 

Manishaben Pandya, our US-based well-wisher, has taken up the responsibility for this family. 

Valabapa had always dreamt of a pucca house, VSSM has helped them build a house in Rajkot’s Rampara Beti. One of the pictures shares their current living condition. The family will move into their new home after the house warming ceremony on 13th May 2022, to be graced by our Chief Minister Shri Bhupendrabhai Patel. 

“Didi, take us with you to Ahmedabad; we want to study there.” The kids had told me when I had specially gone to see them. 

I was thrilled to hear this from them. Our Pansar Vallabh Vidya Mandir will be ready to host such kids within a year, and it is then we will bring these three to us. 

I fail to understand why someone as understanding as Hari would take such a drastic step; one should think of their children and old parents before taking such a life-threatening step!! As always, I keep praying to the almighty to provide strength to each of us to face the challenges life throws at us

ફોટોમાં દેખાય એ નાના ટબુડિયાઓને મુકીને હરીએ ત્રણ વર્ષ પહેલાં ગળે ફાંસો ખાધો.  નાના બાલુડાઓની મા હરીના ગયાના થોડા સમયમાં જ બાળકોને દાદા - દાદી પાસે મુકીને જતી રહી. 

વાલાબાપા અને પુનીમાને ઢળતી ઉંમેર બાળકોને ઉછેરવાની જવાબદારી આવી. 

વાલાબાપ માનસીક રીતે ભાંગી પડ્યા. હરીએ આવું કેમ કર્યું તેનો જવાબ તે હરીના ફોટો સામે જોઈને રોજ માંગે પણ હરી ક્યાં જવાબ આપવા આવે?

વાલાબાપા બીલકુલ ચાલી ન શકે. પુની મા બાળકો સાથે ભીખ માંગવા જાય ને જે મળે તેમાં પાંચેય પોતાનું પુરુ કરવા કોશીશ કરે..

હરી અમારો સ્વયંમસેવક. સંસ્થાના કામોમાં એ ખુબ મદદ કરતો. આમ તો હીંમતવાન પણ ખરો પણ કોણ જાણે એને શું થયું તે એણે આવું પગલું ભર્યું...અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન બેઉને નાના બાળકો માંગવા જાય એ ન ગમે.. એમણે અમને કહ્યું ને અમે દર મહિને રાશન આપવાનું છેલ્લા ઘણા વખતથી શરૃ કર્યું. ફોટોમાં એ જોઈ પણ શકાય...

અમેરીકામાં રહેતા મનીષાબહેન પંડ્યાએ આ પરિવારની જવાબદારી સ્વીકારી..રાશન મળતા પાંચેય જીવને હખ છે. માંગવા જવું નથી પડતું..

આ વાલાબાપાને પોતાના ઘરની ઘણી હોંશ.. રાજકોટના રામપરા બેટીમાં અમે એમનું સરસ મજાનું ઘર બનાવ્યું.. હાલ એ ફોટોમાં દેખાય એ હાલતમાં રહે. તા.13મે 2022ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી રામપરાબેટીમાં રહેતા 65 પરિવારોને ગૃહપ્રવેશ કરાવવાના છે તે પછી વાલાબાપા, પુની મા ને આ ત્રણેય ટાબર  પાક્કા ઘરમાં જશે... પાક્કા ઘર સાથેનો એમનો ફોટો બે દિવસમાં મુકીશ.. 

હવે આ ત્રણેય ટાબર મોટા થઈ. હમણાં વસાહતમાં જવાનું થયું ત્યારે ખાસ એમને મળવા ગઈ. એ વખતે ત્રણેય કહ્યું, અમારે તમારી સાથે અમદાવાદ ભણવા આવવું છે દીદી...

બસ હરખ થાય આવું આ બચ્ચાઓના મોંઢે સાંભળીને.. 

અમારુ પાનસરનું વલ્લભ વિદ્યા મંદિર એક વર્ષમાં આવા બાળકોને રાખવાની ક્ષમતા ધરાવતું થઈ જશે પછી આ ત્રણેયને ઉપાડી આવીશું...

પણ હરી જેવા સમજણા છોકરાએ જે કર્યું તે ન ગમ્યું. અવળી મતી સુઝે ત્યારે બુઢ્ઢા મા -બાપ ને બાળકો સામે સૌએ જોવું જોઈએ એવું દરેકને કહેવાનું મન થાય...

ખેર કુદરત સૌને સદબુદ્ધી આપે ને આવી તકલીફો સહન કરવાની તાકાત આપે તેવી પ્રાર્થના

#MittalPatel #vssm



VSSM provides ration kit to Valabapa and Punima every
month under Mavjat Karyakram

Mittal Patel shares some moments with Kids


No comments:

Post a Comment