Sunday, May 22, 2022

Kudos to you, Banaskantha...

Mittal Patel meets Hanifbhai for tree plantation

Kudos to you, Banaskantha,

You are growing to be aware and mindful. Yet, I remember the time we had to struggle to make you comprehend the gravity of the looming environmental crisis. We fought with the inhabitants of your soil to make them understand the need and importance of water, to cover the dry ground of Banas with a green cloak.

My team and well-wishing friends often asked me, "don't you get tired?"

"We are sowing the seeds of change; a day will come when these  efforts will pay off!" I would respond. 

That day has arrived.

The village leadership is sending invites to help them deepen the village lakes. The community that once refused to lift the excavated soil is bringing their tractors to ferry that soil and contribute to the effort.

A positive change is also happening on the tree plantation front. "Ben, you come to our village and plant trees; just let us know the support you need from us," I often hear from village leadership.

To witness this transformation brings us much joy. 

Recently, I received a call from Hanifbhai from Tharad. "Ben, our graveyard is spread across 8-9 acres. Let us work together to make it green!"

We reached the proposed site. Hanifbhai and his companions offered to clean the area, provide water and contribute Rs. 25,000 to 30,000 to make pits to plant the saplings. We would make arrangements for drip irrigation, plant the trees and appoint a tree caretaker. We were happy to see the preparedness Hanifbhai and his friends portrayed. If you are prepared the way Hanifbhai is and wish to plant trees in your village, do contact VSSM's Naran on 9099936035

I am happy that you have now woken up to the cause, and thank you for waking up before I got tired." I wish to tell Banaskantha.

I am sure we will accomplish the target of planting 5 lac trees in 2022.

ઘણી ખમ્મા બનાસકાંઠા તને....

તુ હવે જાગતલ થઈ રહ્યો છે.. #જળસંચયના અને વૃક્ષો ઉછેરવાના કામો માટે અમે કેવા મથતા.. તારી ધરા પર રહેતા ગામલોકો સાથે રીતસર માથાકૂટો કરતા.. સૌ પાણીના મહત્વને સમજે, બનાસની વેરાન ધરા પર વૃક્ષો ઉછેરે, મા ધરાને લીલુડો શણગાર ચડાવે તે માટે કેટલી માથાકૂટો કરતા... 

ક્યારેક મારા સાથીદારો, અમને મદદ કરનાર કહેતા તમને થાક નથી લાગતો? ને હું કહેતી  આ બધુ તો વાવેતર. એક દિવસ જરૃર ઊગી નકીળશે.. તે બસ હવે એ ઊગવા માંડ્યું...

ગામોમાંથી સામેથી પોતાના ગામના તળાવો ઊંડા કરવા કહેણ આવવા માંડ્યા. ને એક વખત માટી ઉપાડવાની ના પાડનાર લોકો હોંશે હોંશે ટ્રેક્ટર મુકે છે ને પાછો પોતાનાથી થાય તે ફાળો પણ આપે...

આવું જ વૃક્ષ ઉછેરમાં પણ થવા માંડ્યું છે. તમે આવો બેન અમારે શું સહયોગ કરવાનો કહી દો અમે કરીશું પણ તમે વૃક્ષો વાવો...કેવો હરખ થાય આ બધુ સાંભળીને...

હમણાં થરાદથી હનીફભાઈનો ફોન આવ્યો. બેન અમારુ કબ્રસ્તાન લગભગ 8 થી  9 એકરનું એને હરિયાળુ કરીએ. ને અમે પહોંચ્યા કબ્રસ્તાન જોવા. હનીફભાઈ ને એમના સાથીદારોએ પાણીનો બોરવેલ, કબ્રસ્તાનની સફાઈ સાથે 25000 થી 30,000નો ફાળો મૂળ વૃક્ષો ઉછેરવા ખાડા કરવા આપવા કહ્યું.... અમે ડ્રીપ લગાડીશું, વૃક્ષો વાવીશું ને એની સંભાળ માટે માણસ રાખીશું... પણ હનીફભાઈની તૈયારીથી રાજી થવાયું.. તમે પણ હનીફભાઈ જેવી તૈયારી સાથે તમારા ગામમાં વૃક્ષો ઉછેરવા માંગો તો અમારો સંપર્ક ચોક્કસ કરશો. નારણભાઈ રાવળ - 9099936035 પર.. 

હવે #બનાસકાંઠાને કહીશ તુ જાગ્યો... હું બહુ રાજી છું.. હું થાકુ એ પહેલાં તુ જાગ્યો...2022માં પાંચ લાખ વૃક્ષો ઉછેરવાનો લક્ષાંક છે ને લાગે છે પહોંચી વળીશું.. 

બાપ તને ખમ્મા... ને ખમ્મા બનાસવાસીઓને... કે જેમણે જલ અને વૃક્ષમંદિરમાં ભાગીદારી નોંધાવવાનું શરૃ કર્યું.. ઘણી ખમ્મા જાગતલ સૌને... 

#MittalPatel #vssm



Mittal Patel discusses tree plantation with the 
community members

Mittal Patel visits graveyard for tree plantation

Tree Plantation site in Tharad



No comments:

Post a Comment