Saturday, June 22, 2019

Glorious support received from the people of Ruvel for WaterManagement...

Mittal Patel discusses watermanagement with the villagers
Stop. The earth is begging us to stop from ruining her completely….

How much further will we go? How much longer before we realize we have reached a  point of no return? It is a foregone conclusion that  our greed, our selfishness and our belief that we are entitled to exploit the precious natural resources in the manner we want has pushed our earth to the brink of complete destruction.

Ongoing lake deepening work
In Gujarat, in districts like Banaskantha, Mehsana, Patan and many more we have drilled our earth beyond 1000 feet for water. What is agonising is  we still aren’t prepared to stop or give back. How deep do we  intend to go ?? The day when the womb of our mother earth will have nothing to offer us is not very far. The day when our coming generations will curse us for emptying the earth’s coffers isn’t very far. The day we shall have no reply to, “What did you leave for us?” our children will ask.

Mittal Patel conducted meeting with the community
WaterManagement Site
In an effort to find positive answers to such unnerving questions, VSSM initiated participatory ground water preserving and rain water harvesting works in Banaskantha,  one of the most water starved district of  Gujarat. The efforts have resulted in deepening of 70 lakes across various villages.  The communities are waking up to grim realities, but the awareness required is far greater than what it is.  As mentioned, these are participatory or community supported efforts. We need the rural leadership to contribute towards this mammoth task. However, the willingness to contribute towards these tasks  either comes after great effort or just does not come. The same community will donate generously and collect lakhs in donations when there is a temple coming up. But, Rs. 500 per house for lake deepening is too much for them!!

“There can be no one more poorer than you all who shy from giving back for your own children and their children. The more you give the more you get yet, it is so difficult for you all to open your hearts to such cause.” I often tell to village leaders and communities who refuse to contribute.

Sometimes such words have deep impact and communities give whereas there are few who never change.

The Sarpanch and revenue officer of Ruvel village are humble folks. They had approached us with request to initiate water conservation works in their village. “If the villagers refuse to give, I will personally contribute enough,” the Sarpanch had promised.

We have begun deepening of lake in Ruvel. The villagers have taken care of ferrying the excavated mud while the cost of JCB is borne by VSSM. Rs. 50,000 has been promised by the Sarpanch which we will be using towards the excavation itself. Such thoughtful leaders need to be saluted.

The intent behind this post is the highlight the need for our immediate actions towards conserving the ground water and mindful use of water. The disastrous implications of our carelessness are just a stone throw away.

The images are of the meeting we had with the community and the ongoing lake deepening work.

ભૂગર્ભજળની જોઈએ એવી ચિંતા આપણે નથી કરી રહ્યા..
1000 થી 1200 ફૂટના બોર કરી પાણી મેળવી લઈએ છીએ અને એનો આપણને રાજીપો છે.

પણ હજુ કેટલા ફૂટ ઊંડા જઈ શકાશે એ ક્યારેય વિચાર્યું છે?
જો આમ જ રહ્યું તો એક વખત ઘરતીમાના પેટાળમાં આપણને આપવા માટે પાણી જ નહીં બચે.

નીચા જઈ રહેલા ભૂગર્ભજળની સ્થિતિ જોઈને, આપણી આવનારી પેઢી,
'તમે અમારા માટે કશુંયે નથી રાખ્યું'
એમ કહીને આપણને ભાંડે નહીં એ આશયથી અમે જળ વ્યવસ્થાપનના કામો બનાસકાંઠામાં શરૃ કર્યા છે. જોતા જોતામાં 70 તળાવોનો આંકડો અમે પાર કર્યો.

આમ તો જાગૃતતા આવી છે પણ હજુ જોઈએ એવી નહીં.
આર્થિક સહયોગ તળાવ માટે આપવા ગામલોકો રાજી નથી હોતા. મંદિર માટે પળમાં વીસ લાખ ભેગા થઈ જાય પણ તળાળ માટે ઘર દીઠ પાંચસો આપવા ઘણા ગામો રાજી નથી થતા.

આવો ગામોને હું કહેતી હોવું છું કે, આપવાથી વધે અને આ આપવાનું તો તમારી આવનારી પેઢી માટે છે છતાંય નથી છૂટતુ તો તમારા જેવા દરિદ્ર આ દુનિયામાં કોઈ નથી જે પોતાના પરિવારની ભવિષ્યની ચિંતા નથી કરતા.
ખેર ક્યાંક આવું બોલવાનું કેટલાકને હૃદયમાં સૂળની જેમ ભોંકાય ને લોકો સહયોગ માટે તૈયાર થાય તો ક્યાંક નઠોર માણસો પણ જોવા મળે.

કાંકરેજના રુવેલ ગામમાં સરપંચ અને તલાટી બેય ભલા માણસ.
બંનેએ મળીને અમારા ગામનું તળાવ ઊંડું કરોની વાત કરી. ગામ સહયોગ નહીં આપે તો સરપંચે પોતે આર્થિક સહયોગ આપવાની વાત કરી. સલામ આવા સરપંચને...

હાલમાં રુવેલમાં તળાવનું કામ શરૃ થયું. માટી ઉપાડવાનું ગામલોકોના શીરે છે. જેસીબીનો ખર્ચ સંસ્થા આપે છે. આ સિવાય સરપંચ 50,000 જેટલો ફાળો આપશે એ પણ તળાવ ખોદકામમાં જ વાપરીશું.
પણ આ લખવા પાછળનો આશય દરેક ગામે ભૂગર્ભ જળ બાબતે ચેતવાનો સમય થઈ ગયો છે.. જાગો નહીં તો મોડુ થઈ જશે...

ફોટોમાં ગામલોકો સાથે તળાવ બાબતે થયેલી બેઠક સાથે ગામનું તળવા જે હવે ઊંડુ થઈ રહ્યું છે.

#VSSM #MittalPatel #VSSMMittalPatel #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation


No comments:

Post a Comment