Mittal Patel visits Madari families of Thur village |
Why are we against our own kind??
“Water…. There is no water for drinking or our usage. We have been staying Banaskantha’s Thur village of Vadgaum block for years, but no one is allotting us plots to build a house.”
Mittal Patel listens to Madari families |
The current living condition of nomadic families |
We will once again request the government to help these homeless and address-less families get a life.
This frustration that Babunath narrates comes with treatment they have suffered for decades. The villages are against their settling in the village, those staying in huge landed houses refuse to offer them water… such ill treatment to patient and tolerant folks.
It is us who needs to rethink our approach towards our own kind.
આપણા જ લોકો આપણને કેમ સહન નથી થતા....
'પીવા અને વાપરવાનું પાણી ક્યાંય જડતું નથી. વર્ષોથી બનાસકાંઠાના વડગામ તાલુકાના થુરગામમાં રહીએ પણ ઘર બાંધવા પોતાની જગ્યા કોઈ ફાળવતું નથી.
કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે પણ આ બધુ ક્યારે મળશે એની ખબર નથી.
છોકરાં મોટા થયા હવે નાહ્યા વગર નિશાળે જતા નથી.
સાપના ખેલ હવે ચાલતા નથી. મોટીયાર ભીખ માંગીને અને બાકીના મજૂરી કરીને ગુજારો કરે અને એ માટે થૂર બારા ઘણો વખત રહે. પણ છોકરાં ભણાવવાની સમજણ આવી ગઈ છે. બારા જઈએ તોય છોકરાંને મૂકીને જઈએ જેથી એ લોકો ભણી શકે.
અમારે પણ સ્થાયી રહેતા અન્યોની જેમ જીંદગી જીવવી છે પણ માથુ ઢાંકવા પોતાની જગ્યા નથી મળતી.
ચોમાસામાં અને ઉનાળામાં વાયરો ખુબ વાય એમાં અમારા છાપરાં કેટલીયે ફેરા તુટી જાય. હવે થાક્યા છીએ.
સરકારને એક જ વિનતી રહેવા પોતાની જગ્યા આપે બાકી કશું જોતું નથી.'
થુરમાં વર્ષોથી રહેતા બાબુનાથ મદારી અને અમીનાબહેને અમે થુર ગયા ત્યારે પોતાની કથની કહી સંભળાવી.
સરનામાં વગરના આ માણસોને પોતાનું સરનામું મળે એ માટે સરકારમાં તો રજૂઆત કરીશું.
ક્યાંક ગામનો આવા પરિવારોના વસવાટને લઈને વિરોધ જોવું છું તો ક્યાંક બાજુમાં જ રહેતા બંગલા વાળા પીવાનું પાણી ના આપે આ બધુ જોવું ત્યારે દુઃખી થવાય.. અને પ્રશ્ન પણ થાય આપણે કેવી સહિષ્ણુ પ્રજા.. આપણા જ લોકો આપણને સહન નથી થતા...
#MittalPatel #VSSM #NomadsOfIndia #NomadicTribes #Empathy #pathetic #solution #policymaking #ResidentialPlots #Thesocialwarriors #conditionOfNomads #Madari #sankecharmer #Banskantha #NomadsOfgujarat
No comments:
Post a Comment