The bavri community residing in the demolished houses |
Along with their homes, their dreams shattered too….
This was the house I stepped into after marriage and this was the house we raised our family and married off our children. This was the home we built brick by brick, rag by rag and twig by twig. This was my home. It was a house we had grown to love.
And the Ahmedabad municipal corporation decided to erase them for their new town planning schemes. They came over with police protection and mowed down our houses.
The household goods we had accumulated and bought over the years with our hard earned money was moved to the open space opposite our house. This was before the JCB fork scooped our house out.
“People, move your goods from that place. Or else we have official vehicles prepared to take it all away.” The officials had instructed.
“Saheb, where will we take it all? We have no other place to go!!” we pleaded.
“No worries if you have no other place, guys pick this all up,” yelled the official.
“And they packed our stuff in the lorry and drove off.”
All these families mobbed our office. All of them crying. “Ben, our house…. Our house just got demolished. Where will we go?!”
“The officials are asking us to go and stay with our relatives, build a shade at some other place, but to not return at the spot we have been moved from or else they will break that too!!”
Even I did not have an answer to their, “where will we go, Ben?”
Ramdevnagar had not yet developed into sprawling and upscale neighbourhood it is today. It was a wooded area on the outskirts of Ahmedabad when the families belonging to Bawri community made it their home. The families even hold proofs to staying here for decades.
In 2017, 44 families even received notice from the Ahmedabad Municipal Corporation to pay Rs. 68,000 and get a house, but the poor never have enough and they failed to pay the required amount. The houses that have been allotted aren’t living worthy. The families will now go and stay there, but they won’t get possession to the houses until they make payments to the municipal corporation. The other issue is number of houses, there are 104 families and just 44 houses. Wonder what about the rest?
With the ever rising population and the need to provide infrastructure facilities, urban areas will always remain short of space. And we are not against growth. What is required is thoughtful solution to these issues.
The Bawri community residing in the recently demolished houses did not move here in search of livelihood. They have been here for decades. This is the only home they know. They do not have any other place they belong to. This is where they belong. Where will they go?
“This was our home for 60 years and we have been asked to go back home? Where will we go with children to feed, monsoon to face and no roof on head?”
The 106 families whose houses were erased by the Municipal Corporation had received notice in 2017 but the illiterate community did not think of its implications hence, never brought the issue to anybody’s notice.
The pain of seeing their hopes crumble in front of their eyes could only be comprehended by those who have built a house with hard earned money. It was not just their homes that were shattered, their dreams came shattering down too.
The Ahmedabad Municipal Commissioner is an extremely compassionate individual. I am sure he has thought of some better solutions for these poor families.
જેમાં વર્ષો રહ્યા, જેમાં પરણીને આવ્યા, જેમાં બાળકો આવ્યા ને મોટા થયા ને એમનાંય લગ્ન થયા એ ઘર... ભલે પતરાવાળુ હોય કે મીણિયામાંથી બનાવેલું હોય પણ એ ઘર.. મારુ ઘર.
આ ઘર સાથે જુદુ મમત્વ થઈ ગયેલું.
એ ઘર કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ રક્ષણ હેઠળ આવીને ટીપી સ્કીમ પ્રમાણે તમારુ ઘર કપાતમાં જાય છે એમ કરીને તોડી નાખ્યું..
ઘરમાં પાઈ પાઈ બચાવીને ખરીદેલો સામાન જેસીબીનો પાવડ઼ો ફરે એ પહેલાં બચાવીને બરાબર ઘરની સામે મુક્યો..
પોલીસ કહે અલ્યા ઝટ સામાન લઈ લો નહીં તો કોર્પોરેશનના ટેમ્પા તૈયાર છે ઉપાડી લઈશું.
પણ સાહેબ સામાન ક્યાં મુકીશું અમારી પાસે બીજુ કોઈ ઘર નથી..
સારુ નથી ને.. અલ્યાએ સામાન ઉપાડો અને નજર સામે જ કોર્પોરેશનની ગાડીઓ સામાન ભરીને જતી રહી.
આ બધા ગરીબોનું ઘાડુ મારી પાસે આવ્યું, સૌ રડ્યા. બેન ઘર ગયું હવે શું..
અધિકારી કે છે કે, તમારા સગાવહાલાના ત્યાં જાવ અથવા ગમે ત્યાં છાપરાં નાખો પણ હવે જે જગ્યાએથી તમને હટાવ્યા ત્યાં તો છાપરાં નહીં જ કરવાના. નહીં તો તોડી નાખીશું.
ક્યાં જશું? એ પ્રશ્નનો મારી પાસે પણ જવાબ નથી..
અમદાવાદનું રામદેવનગર હાલમાં જેવું છે તેવું વસ્યુ નહોતું, જ્યારે એ જંગલ હતું ત્યારના આ વિચરતી જાતિના બાવરી પરિવારો આ જગ્યાને માભોમ બનાવીને અહીં જ રહી ગયેલા.. બધા પાસે આ જગ્યા પર વર્ષોથી રહેતા હોવાના પુરાવા પણ છે..
2017માં 44 પરિવારોને કોર્પોરેશને 68,000 ભરો તો ઘર આપવા કહ્યું, પણ ગરીબ પ્રજા પુરા પૈસા નથી ભરી શકી એટલે ઘર મળ્યું નથી. પાછુ મળેલું ઘર રહી શકાય તેવી સ્થિતિમાં પણ ક્યાં છે? ખેર તોય એ લોકો રહેવા જશે પણ એમના ઘરના પૈસા કોર્પોરેશનમાં નહીં ભરાય ત્યાં સુધી ઘર મળવાના નથી.. વળી છે પાછા કુલ 106 પરિવારો અને ઘર મળશે 44 ને તો બાકીનાનું શું એય સમજાતું નથી..
શહેરના વિકાસ સામે વાંધો નથી..
પણ થોડા વિચાર સાથે બધુ થાય તો યોગ્ય..
વિચરતી જાતિના આ પરિવારો પોતાનું વતન છોડી શહેરમાં કમાવવા નથી આવ્યા... એ તો વર્ષોથી ત્યાં જ રહે છે. વળી આ લોકોનું તો વતનેય નથી.. એટલે ક્યાં જશે?
છેલ્લા 60 વર્ષથી જેને પોતાનું ઘર માન્યું વતન માન્યું એ વતનમાંથી આજે જેમને અમારા પોતાના માન્યા હતા તેમના દ્વારા જાકારો મળ્યો...
મારુ ઘર ના રહ્યું, હવે ક્યાં જશું, કાંખમાં છોકરાં છે, માથે ચોમાસું છે....
રામવદેનગના બાવરી સમુદાયના 106 પરિવારોના ઘરો આજે કોર્પોરેશને તોડ્યા. નોટીસ 2017માં આપેલી પણ અશિક્ષિત માણસો લાંબુ વિચારી ના શક્યા ને આગળ રજૂઆતો પણ ના કરી. ને આમ અચાનક બધુ સામે આવ્યું... અને ઘર તૂટ્યા અને આ ઘરમાં જોયેલા સમણાંઓ પણ તુટ્યા..
નજર સામે પોતાનું ઘર તુટવાની વેદના જેણે લોહી પાણી એક કરીને ઘર બાંધ્યું હોય એને જ સમજાય...
અમદાવાદ મ્યુનીસીપલ કમીશનર ખુબ ભલા માણસ છે અને ગરીબો માટે એમને ભારે અનુકંપા છે. અમને આશા છે એ કાંઈક સરસ ઉકેલ લાવશે...
#MittalPatel #VSSM #NomadsofIndia
No comments:
Post a Comment