Monday, December 15, 2025

Land Allotment Brings Stability to Nomadic Families...

Mittal Patel with the village sarpanch Shri Sahdevsinh

 

"From the faint glimpse of shanties, dreams will now bloom in bright courtyards.

From the pain of homelessness, homes will rise, and within them the lamp of faith will shine."

“ઝૂંપડાની ઝાંખીમાંથી, હવે ઉજળા આંગણે સપના ખીલશે,

ઘરવિહોણાની પીડામાંથી, પોતાનું ઘર થશે ને એમાં આસ્થાનો દિવો ઝળહળશે.”

In Salpipariya village of Rajkot, a new life has begun for six Gadaliya families. For years, these families lived on the outskirts of the village in tin-roofed shelters, without land of their own. The dream of having a home felt far beyond reach. Today, through the compassion of the village sarpanch Shri Sahdevsinh, the efforts of VSSM, the dedication of workers like our Kanubhai, and the cooperation of the District Collector and the administrative system, the dream of a home is now becoming a reality.

Everyone came together to obtain caste certificates and the necessary documents, which led to the allotment of residential plots. Now these families will no longer wander; they will live a settled life. A nomadic existence that continued for generations is coming to an end. They will finally have a roof of their own.

For these families, a home is not just a structure of bricks and mortar, but a source of dignity, security, and a foundation for their future. With the sensitive support of the Honorable Chief Minister, the goodwill of the sarpanch, the village community, and the administration, this became possible. These families have received not just plots of land, but renewed trust, hope, and pride through having a home of their own.

This change was made possible through collective effort. We hope that one day, all those who have lived a wandering life for centuries will also find a place they can truly call home.

“ઝૂંપડાની ઝાંખીમાંથી, હવે ઉજળા આંગણે સપના ખીલશે,

ઘરવિહોણાની પીડામાંથી, પોતાનું ઘર થશે ને એમાં આસ્થાનો દિવો ઝળહળશે.”

રાજકોટના સાલપીપરિયા ગામમાં છ ગાડલિયા પરિવારો માટે જાણે નવા જીવનનો આરંભ થયો. વર્ષોથી ગામના છેવાડે પતરાના ઘરોમાં રહેતા આ પરિવારોને પોતાની જમીન ન હતી, ઘરનું સ્વપ્ન તો જોજનો દૂર લાગતું. આજે ગામના સરપંચ શ્રી સહદેવસિંહની લાગણી, VSSM ના પ્રયત્નો ને અમારા કનુભાઈ જેવા કાર્યકરોની નિષ્ઠા, તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્રના સહકારથી ઘરનું સ્વપ્ન હવે સાકાર થવાનું.

જાતિપ્રમાણપત્ર અને જરૂરી દસ્તાવેજો કાઢવવામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કર્યા. ત્યારે જતા પ્લોટ મળ્યા. હવે તેઓ ભટકતા નહીં રે, સ્થાયી જીવન જીવશે. પેઢીઓથી ચાલતા રઝળપાટનો હવે અંત આવશે. પોતાની છત મળશે.

આ પરિવારો માટે ઘર ફક્ત ઈંટ-ગારાનું મકાન નથી, પણ સૌ આદરથી જુએ તેમજ તેમની સુરક્ષા અને ભવિષ્યનો આધાર છે. મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ સહકારથી, સરપંચની, ગામની લાગણી અને તંત્રના સદભાવથી આ શક્ય બન્યું. આ પરિવારોને માત્ર પ્લોટ નહીં, પણ નવો વિશ્વાસ, આશા અને ગૌરવ- ઘર થકી મળશે.

Gadaliya families of Salpipaliya village



Mittal Patel meets gadaliya families of Salpipaliya village

Mittal Patel discusses nomadic issues of gadaliya families

સહકારથી આ બદલાવ શક્ય બન્યો. આશા રાખીએ સદીઓથી રઝળપાટ કરનાર સૌના જીવનને પણ એક દિવસ પોતાનું આશિયાનો મળે.

#VSSM #mittalpatel #Nomadsofindia #Nomads #gadlia #explorepage✨ #dreamhomes #rajkot


A Step Toward National Recognition for Social Change...

 The title of “Changemaker” is given to individuals who have made a significant contribution to social change. The Better India has initiated a voting process for this, and they have included our name in the list and shared the details with us.

Personally, we have never applied for awards. However, at times it feels that if the work we do is to be connected with the entire country, then it is important to be present on such platforms as well.

That is why I am sharing this information with you today. There is a voting process involved. You have been familiar with our activities for many years, and if you feel it is appropriate, I request you to please cast your vote.

ચેન્જ મેકર જેમણે સમાજ બદલાવમાં પોતાની હિસ્સેદારી નોંધાવી હોય તેને અપાતુ બીરુદ. બેટર ઈન્ડીયા દ્વારા આ માટે વોટ કરવાનું કહેવામાં આવ્યું. આમ તો ચેન્જ મેકરના લીસ્ટમાં પણ એમણે જ મુક્યા ને મને એમણે આ વિગતો મોકલી. વ્યક્તિગત રીતે એવોર્ડ મળે એ માટે અમે ક્યારેય અરજી કરતા નથી. પણ ક્યારેક લાગે કે આપણે જે કાર્યો કરીએ તેને સમગ્ર દેશ સાથે જોડવું  હોય તો આવા ફલક પર પણ જવું જોઈએ. એટલે આજે આ વિગત તમારી સાથે શેર કરી છે. આમાં વોટ કરવાનો હોય. તમે સૌ વર્ષોથી અમારી પ્રવૃતિઓ જાણો, તમને લાગે કે આમાં વોટ કરી શકાય તો કરજો..

Link: https://campaign.thebetterindia.com/tbi-showcase/

@thebetterindia
 

#mittalpatel #vssm




Wednesday, November 26, 2025

Making Diwali Brighter for Our Elderly destitutes...

Ramilaba works in making ICs

Diwali has arrived, and all of us have started preparing for the festival…

We have around seven hundred fifty elderly men and women who have no one to look after them. So, to brighten their Diwali as well, we all come together and give them sweets, extra jaggery, semolina, and other items, so that they too can celebrate Diwali.

Ramilaben, who lives in Vinoba Bhave Nagar in Ahmedabad, had her mother with her until recently, and she was her emotional support.

She works in making ICs (integrated circuits) used in modern technology.

For assembling various components used in ICs, she gets paid 10 paise per piece, and her monthly income is around three thousand rupees.

She lives in a rented house, and the rent itself is three and a half thousand rupees.

We helped her by filling out the forms required for her to receive old-age pension…

When we met her for Diwali, she began sharing her life stories, which we will upload on YouTube.

 દિવાળી આવી ગઈ છે આપણે બધા દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા છીએ...

અમારા સાડા સાતસો બા-દાદા કે જેમની આગળ પાછળ કોઈ નથી અમે તેમની દિવાળી પણ સુધરે તે માટે બધાને મળીને દિવાળી નિમિત્તે મીઠાઇ, વધારે ગોળ, સોજી અને ગોળ વગેરે આપીએ કે જેથી તેઓ પણ દિવાળી ને ઉજવી શકે

અમદાવાદનાં વિનોબાભાવે નગરમાં રહેતા રમીલાબેન આમની મમ્મી હતા ત્યાં સુધી તેમણે માનસિક સહારો હતા.

તેઓ અત્યારની ટેકનોલોજીમાં વપરાતા આઇસી બનાવવાનું કાર્ય કરે.

આઈસીમાં લગાવવામાં આવતા વિવિધ કમ્પોનેંટ્સના 10 પૈસા લેખે આપે અને તેમની મહિનાની કમાણી થાય ત્રણ હજાર રૂપિયા. બ જે ભાડાના ઘરમાં રહે તેનું ભાડું સાડા ત્રણ હજાર.

તેમને વૃદ્ધ પેન્શન મળે માટે અમે તેનું ફોર્મ વગેરે ભરવાનું કર્યું...

આ દિવાળી નિમિત્તે મળ્યા તો તેઓ એમના કિસ્સાઓ કહેવા લાગ્યા. જે અમે યુટ્યુબમાં મૂકીશું.

Ramila ba sharing her life stories to VSSM coordinator


Ramilba gets paid 10 paise per piece for assembling
various components used in ICs

Ramila ba receives ration kit and also diwali kit with the 
help of VSSM


A Diwali of Hope for Sukhiben Nat...

Sukhiba with her diwali kit

A woman went to our volunteer to ask for money for her medical treatment at the hospital.

Our volunteer did not give her money and…

This is from Arethi village in Mahisagar district.

Sukhiben currently lives at her parental home and she is over 65 years old.

Sukhiben met our volunteer Vinodbhai. Vinodbhai then visited her home, and after seeing her situation—which was exactly as she had described—We started giving her ration kit.

Sukhiben had a cancerous tumor in her stomach. When I was informed about this, we, through @vssm_india, helped her and got her operation done.

Today we gave her a ration kit, and since it is Diwali, we also separately gave her sweets, jaggery, oil, semolina, gram flour, etc., so that her Diwali becomes brighter and she can celebrate the festival just like us.

એક બેન હોસ્પીટલમાં પોતાની સારવાર માટે પૈસા લેવા અમારા કાર્યકર પાસે જાય છે. 

અમારા કાર્યકરે પૈસા ના આપ્યા અને... 

મહીસાગર જીલ્લાનું અરેઠી ગામ.

સુખીબેન તેમના પિયરમાં રહે અત્યારે તેમની ઉંમર ૬૫ ઉપર 

સુખીબેન અમારા કાર્યકર વિનોદભાઈને મળ્યા અને વિનોદભાઈ તેમના ઘરે જોવા આવ્યા અને તેમની પરિસ્થિતિ તેમની કહી તેવી જ લાગી અને તેમને રાશન આપવાનું શરુ કર્યું.

સુખીબેનને પેટમાં કેન્સરની ગાંઠ હતી. તેની જાણ મને કરી તો અમે @vssm_india થાકી તેમને મદદ કરીને એમનું ઓપરેશન કરાવ્યું. 

આજે અમને અમે રાશનની કીટ આપી સાથે તેમને દિવાળી હોવાથી અલગથી મીઠાઈ, ગોળ, તેલ, સોજી, બેસન વગેરે આપ્યું કે જેથી તેમની પણ દિવાળી સુધારે અને તેઓ પણ આપણી જેમ દિવાળી ઉજવી શકે. 



Sukhiba with VSSM team members

VSSM's Coordinator gives ration kit every month 
to sukhiba nat

The current living condition of Sukhiba


Friday, October 10, 2025

We pray that God may make us instrumental in the well-being of many more elderly destitutes under VSSM's Mavjat initiative...

Mittal Patel meets Pravinabaa and her son Jaydip 

We saw boards reading “Rangilu Rajkot” (Colorful Rajkot) displayed in manyplaces across the city. Reading them engulfs our hearts with joy.

In this colorful Rajkot, our volunteer Kanubhai took us to the home of Pravinabaa. The house was neat and clean, but there lingered an air of heaviness within. Pravinabaa lives there with her son, Jaydeep.

Jaydeep is differently abled. Pravinabaa is his stepmother, but she loves him immensely. She said, “When I first came into this home after marriage, Jaydeep used to release his excrement and urine in his bed and rumpled them. But with patience, I taught him everything. These days, he is my support.”

Her worry, however, is what will happen to Jaydeep after she is gone. An unspoken fear lingers in her heart. She said, “After I pass away, people may place him in the Ashram. I am afraid of how he will survive there.”

While speaking about herself and Jaydeep, her eyes kept welling up with tears. We told her, “Baa, don’t bother. God leads everybody to the proper desired path.”

She replied, “I have deep faith in Him. It is He who has sent you. Otherwise, I am no longer able to manage. I was worried about food, but now that you are here, I have no longer any worries.” Every month, we provide Pravinabaa and Jaydeep with enough groceries so they can eat well.

The government provides her with a pension, which allows her to buy vegetables and milk. However, due to health problems, her monthly medicines cost about 400–500 rupees. She said, “Please do something about this, if you can.” Yet, there was no trace of lust in her asking for or demanding more or extra.

We keep providing comforts to elders like her and other families with the help of the well-wishers associated with VSSM. Every month, groceries are provided to more than 750 older, senior citizens. We pray that God may make us instrumental in the well-being of many more!!

રંગીલુ રાજકોટ એવા બોર્ડ રાજકોટ સીટીની વચમાં ઘણી જગ્યાએ મારેલા જોયા. આનંદ થાય આ વાંચીને. આ રંગીલા રોજકોટમાં અમારા કાર્યકર કનુભાઈ અમને પ્રવિણાબાના ઘરે લઈ ગયા. સાફસુથરુ ઘર પણ ઘરમાં એક ઉદાસીનતા.

પ્રવિણાબા અને એમનો દિકરો જયદીપ એમાં રહે.જયદીપભાઈ દિવ્યાંગ. પ્રવિણાબા એમના નવી મા. પણ બાને જયદીપભાઈ પર ભારે પ્રેમ. બા કહે, “લગ્ન કરીને મને લાવ્યા ત્યારે તો જયદીપ ગોદડામાં ઝાડો, પેશાબ કરી નાખે ને પાછો એને ફેંદી નાખે. પણ મે ધીરજથી એને બધુ શીખવ્યુ. હાલ મારો એ આશરો.”

બાને ચિંતા એમના ગયા પછી જયદીપભાઈની. એ કહે, “મારા ગયા પછી આને કોઈ આશ્રમમાં લોકો મુકી આવશે. ત્યાં એને કેમ ફાવશે?.” બાની આંખો પોતાની ને જયદીપભાઈની વાત કરતા કરતા વારે વારે ભીની થઈ જતી. અમે કહ્યું, “બા ચિંતા ન કરો. ઈશ્વર સૌ માટે રસ્તા કરે.” બાએ કહ્યું, “એનો ભરોષો ભારે. એણે જ તમને મોકલ્યા. નહીં તો મારાથી હવે કામ નથી થતું. ખાવા પીવાની ચિંતા હતી પણ તમે આવ્યા તે મને એ ચિંતા ટળી.” અમે દર મહિને બા અને જયદીપભાઈ પેટ ભરીને ખાઈ શકે તેટલું રાશન આપીયે.

સરકાર એમને પેન્શન આપે તે એમાંથી શાક અને દૂધના પૈસા નીકળે. બા ને હવે તબીયતમાં કાંઈક તકલીફ છે તે મહિનાની 400 -500 ની દવા થાય છે. એમણે કહ્યું, “આનું કાંઈક થાય તો કરજો.” આમ માંગવાની કે વધારે કશું આપી દો એવી ભાવના બાની જરાય નહીં. આવા વડિલોને – પરિવારોને સાતા આપવાનું કાર્ય VSSM સાથે સંકળાયેલા સ્વજનો મારફત કરીએ. દર મહિને 750થી વધુ બા-દાદાઓને રાશન આપવાનું કરી રહ્યા છીએ. ઈશ્વર અનેકોના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના...


Mittal Patel shares heartfelt moment with Pravinabaa

Mittal Patel listens to Ptavinabaa and meets Jaydip

Mittal Patel meets Pravinabaa and jaydip to whom vssm
gives monthly ration kit


"We Too Deserve a Place to Live "- 124 families of Morbi keeps wandering without permanent place...

Saraniya women with a heavy heart discusses with Mittal Patel

 “How long will this rejection continue?”

“Now we feel, they should just pick us up and throw us into Pakistan. It might be bearable if a foreign country treated us like this, —but it hurts far more when our own people do it,”

With a heavy heart, Fuliben Saraniya of Trajpar, Morbi, said these words. In a way, her anguish is justified.

In 2022, the Honorable Chief Minister personally handed over allotment letters of housing plots to 124 families. But when the plots were assigned, the local people vehemently opposed their settlement, and since then, the issue has been hanging in the air.

At present, these 124 families keep wandering around the Morbi area without a permanent place.

When we met them at Ravapar recently, they expressed their rage, exasperation: “Come to our settlement during the monsoon, and you’ll truly understand our situation. Where to cook in the pouring rain? Snakes constantly seep into this abandoned and desolate open land. At night, we fear even placing our feet out of the cot. Sir, we have suffered too much. If the government cannot allot us the promised land, then allot us the land somewhere else—but please arrange to settle us properly.”

Listening to such stories of extreme hardship, we become dismal with sorrow.

We approached the District Collector and requested that these families be urgently relocated to another suitable site. He assured us that he would proceed quickly to settle this issue.

It is necessary to visit the homes of these marginalized people, more particularly during the monsoon, to truly understand their real hardship. If, after seeing their lives, we still do nothing, we would rightly be called heartless. Any compassionate person would feel this way.

Therefore, we sincerely appeal to the Government and the Honorable Chief Minister to provide these families with a place where they are accepted, where no one rejects them. And we appeal to society to come out of narrow- mindedness. These families are part of us; they are ours. Before driving them out so harshly, let us try placing ourselves in their situation. Placing our feet in their shoes, even for a moment, will make us realize where and how it hurts!!

“ક્યાં સુધી ધુત્કાર?”

“હવે તો ઉપાડીને પાકીસ્તાન નાખી આવે તો હારુ. પારકા દેશના આવો વ્યવહાર કરે તો વેઠાશે પણ પોતાનાનો નથી વેઠતો”

મોરબીના ત્રાજપરમાં રહેતા ફુલીબેન સરાણિયાએ ભારે હૈયે આ કહ્યું. એમનું આવું કહેવું એક રીતે વ્યાજબી પણ ખરુ.

2022માં મુખ્યમંત્રી શ્રીના હસ્તે 124 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. પણ જ્યાં પ્લોટ ફળવાયા ત્યાંના લોકોએ

આ પરિવારોના વસવાટ સામે વિરોધ કર્યો ને વાત ખોરંભે ચડી.

હાલ આ 124 પરિવારો મોરબી આસપાસમાં બસ રઝડ્યા કરે છે.

હાલ રવાપરમાં રહેતા આ પરિવારોને મળી ત્યારે એમણે રોષ સાથે કહ્યું, “ચોમાસામાં અમારી વસાહતમાં આવો તો

અમારી સ્થિતિનો સાચો ખ્યાલ આવે. વરસતા વરસાદમાં રાંધવું ક્યાં? એરુ તો આ અવાવરુ જગ્યામાં નિત નીકળે.

રાતના ખાટલા નીચે પગ મુકતા બીક લાગે. ભઈ સાબ બહુ વેઠ્યું. સરકારે નક્કી કરેલી જગ્યા ન અપાય તો બીજે ક્યાંક

આપો પણ અમને ઠેકાણે પાડો.”

ભયંકર વિપદાવાળી વાતો સાંભળીને આપણે ગમગીન થઈ જઈએ.

અમે જિલ્લા કલેક્ટર શ્રીને મળ્યા ને અન્ય કોઈ જગ્યાએ આ પરિવારોને ઝટપથી ખસેડવા વિનંતી કરી. એમણે પણ

આ દિશામાં ઝડપથી કામ કરશે એમ જણાવ્યું.

આમ તો વંચિતોના દ્વારે એમની સાચી સ્થિતિનો ચિતાર લેવા ચોમાસામાં ખાસ જવું. એમની જીંદગી જોયા પછી કશું ન

કરીએ તો આપણે ઢીઢ કહેવાઈએ એવું લાગણીસભર વ્યક્તિ હોય તો થશે જ.

ખેર સરકારને અને આદરણીય મુખ્યમંત્રી શ્રીને પણ આ પરિવારોને ઝડપથી એવી જગ્યા આપવા વિનંતી જ્યાં એમનો

સ્વીકાર થાય. કોઈ એમને કનડે નહીં. ને સમાજને પણ સંકુચિતામાંથી બહાર આવવા વિનંતી. આ બધા આપણા જ

પરિવારો છે. એમને આમ હડહડ કરી કાઢી મુકતા પહેલા એમની જગ્યાએ આપણી જાતને એક વખત ચોક્કસ મુકવાનું

કરીએ...

The current living condition of nomadic communtities during
monsoon

Mittal Patel meets Saraniya families of Morbi

124 nomadic families keeps wandering aroung the morbi
area without permanent place



From Nomads to Homeowners – A New Life for Gadaliya Families in Morbi...

Mittal Patel meets gadaliya families of Charadva village

In Morbi, families from the Gadaliya nomadic community, who wandered for generations, now have permanent homes in Charadva.

These homes were built with the support of the government and a planning company. For years, these families lived under makeshift roofs or open skies — for them, a permanent house was just a dream. But through the joint efforts of the government and society, that dream has come true.

Of course, there were challenges. The plots allotted for housing were directly under a 64 kV power line managed by GETCO. This made construction impossible. But with the support of our Honourable Chief Minister Shri Bhupendrabhai Patel and the cooperation of GETCO, the power line was shifted, and the homes were finally built.

In this community, children’s education is not given much importance. Many believe that studying just five or seven books is "enough." We keep reminding them:

"If you don’t educate your children today, how will the future generation’s life improve?"

Also, their traditional occupations are no longer viable, which adds to their struggles. We continue to engage with them, hoping these conversations will help bring a shift in mindset, especially toward education.

Since getting homes, the Gadaliya families are more motivated to earn. Some now rent vehicles and drive for a living. But many more steps are needed to improve their lives further.

Recently, we planned a visit to meet the District Collector of Morbi to discuss the community’s progress and future needs. During our visit to Charadva, we had a detailed conversation with him.

Currently, seven families are still awaiting residential plots. We raised this issue during our meeting with the Collector, who assured us that swift action would be taken. We hope that in the coming days, these families too will have a home of their own.

We are deeply grateful to Honourable CM Shri Bhupendrabhai Patel. Thanks to his compassion, many families from nomadic communities now have permanent homes and a stable address — a new identity.

We also express heartfelt appreciation for our dedicated field workers Kanubhai and Chhayabahen, whose tireless efforts helped settle these families.

Having such committed team members in VSSM is truly a matter of pride.

“મોરબીમાં સદીઓથી રઝળપાટ કરતા પરિવારોને ચરાડવામાં પાક્કા ઘર મળ્યા.”

મોરબીનું ચરાડવા અમે ત્યાં વિચરતી જાતિમાંના ગાડલિયા સમુદાયના ઘરો સરકાર તેમજ નિયોજન કંપનીની મદદથી બાંધ્યા. વર્ષો પતરાની આડાશો તો ક્યાંક ખુલ્લામાં પોતાનો આશરો કરી રહેનાર ગાડલિયા માટે પાક્કુ ઘર તો સપના જેવું પણ એ સરકાર અને સમાજના સહિયારા પ્રયાસથી એ થઈ શક્યું.

જો કે અડચણો ઘણી આવી. જ્યાં પ્લોટ ફળવાયા તે પ્લોટની બરાબર ઉપરથી જેટકોની 64 કેવીની લાઈન પસારથાય. આવામાં ત્યાં ઘર બાંધવા તો અશક્ય. પણ આપણા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મદદથી અને જેટકોની પણ લાગણીથી લાઈન ખસી અને તમામ પરિવારોના ઘરો બંધાયા.

આ વસાહતમાં બાળકોનું ભણાવવાનું ખાસ થાય નહીં. પાંચ, સાત ચોપડી ભણી ગ્યા એટલે ઘણું એવું આ બધા માને ને અમે કહીએ ભણશો નહીં તો આવનારી પેઢીની જીંદગી કેવી રીતે બદલાશે? વળી તેમના પરંપરાગત ધંધા પણ હવે ચાલતા નથી. આ બધા મુદ્દે અમે સતત કહેતા રહીએ જેથી ક્યાંક મનમાં વાત ઉતરે ને બાળકોનું ભણતર આગળ વધે.

ઘરો થયા પછી ગાડલિયા પરિવારોની કમાવવાની હોંશ વધી છે. લોકો ભાડેથી ગાડીઓ ચલાવતા થયા છે. પણ હજુ જીંદગી વધારે બહેતર કેવી રીતે થાય એ બધી વાતો કરવા મોરબી જિલ્લા કલેક્ટર શ્રીને મળવા જવાનું હતું તે ચરાડવા પણ પહોંચ્યા ને એમની સાથે ઘણી વાતો કરી.

7 પરિવારોને હજુ રહેણાંક અર્થે પ્લોટ મળ્યા નથી તે એ અંગે પણ વાત થઈ. આ સાતેયને પ્લોટ મળે તે માટે મોરબી કલેક્ટર શ્રી ને મળ્યા ત્યારે વાત કરી. એમણે આ મુદ્દે ઝડપથી કામગીરી કરવા કહ્યું છે. આવાનારા દિવસોમાં આ પરિવારો પણ ઘરવાળા થાય એવું ઈચ્છીએ.

આદરણીય મુખ્યમંત્રી શ્રીનો ઘણો આભાર. એમની લાગણીથી વિચરતી જાતિના ઘણા પરિવારો હવે ઘરવાળા થઈ રહ્યા છે, એમને સ્થાયી સરનામા મળી રહ્યા છે.

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેનની મહેનત પણ આ પરિવારોને થાળે પાડવામાં ઘણી. એમના જેવા સંનીષ્ઠ કાર્યકરો VSSM પાસે હોવાનું ગૌરવ.



Mittal Patel discusses nomadic communities problems
with gadaliya families

Charadva Gadaliya settlement built with the help of VSSM

Mittal Patel meets Gadaliya families of Chardava village


Thursday, October 09, 2025

VSSM hope that villagers everywhere become aware and develop a sensitivity towards nature, just like the people of Sedla village...

Mittal Patel, KRSF founder Shri Pratulbhai Shroff at Sedla tree plantation ceremony


 "Have you ever been to a cremation ground?"

"Hey, bury me if I’ve ever been!"

"So today is your first time here?"

"Yes. Actually, someone at home said that trees are being planted in grandpa’s name. So I came... and then realized, for the first time ever, the whole family has gathered like this."

These were the words spoken by the women, who were planting trees with their heads covered in veils.

Even though the cremation ground is sacred, no one really wishes to come here while alive. But we come here, worship the trees, and plant them. Our hope is that women, men, and children from the village all participate in this event. It’s also a way to break the fear of the cremation ground.

In the cremation ground of Sedla village in Banaskantha, we planted 5,500 trees in partnership with Dr. K.R. Shroff Foundation (KRSF) and the village community.

When we arrived at the cremation ground, we saw more than 500 villagers sitting near the dug-up pits, each holding a sapling to plant.

It was a beautiful sight. Everyone welcomed us, and after a ritual, we established the Tree Deity. All present chanted “Victory to Tree Narayan Dev!”

After that, everyone gathered in one place. Respected Shri Pratulbhai, founder of KRSF, spoke about the importance of trees. The VSSM team facilitated the entire event. The people of Sedla also honored every member of the team.

After that, everyone had tea and snacks — for many women and children, not only was it their first time at a cremation ground, it was also their first time eating there.

Through the Tree Nurturing Program, not only is nature conserved, but social beliefs also begin to shift. Plus, this initiative creates livelihood opportunities for many.

After seeing trees being planted in Sedla’s cremation ground, people from neighboring communities also started cleaning their own cremation grounds. They too want to free their spaces from invasive mesquite (ganda bawal).

We hope that villagers everywhere become aware and develop a sensitivity towards nature.

Thank you, Pratulbhai, for being with us. We wish that nature blesses you abundantly, and may you continue to be an instrument of good in the lives of many.

તમે કોઈ દિ સ્મશાનમાં આવેલા?'

'ઓય હું દાટ્યું હોય તે આબ્બુ પડ.'

'તો આજે પહેલીવાર આવ્યા?'

'હોવ. આતો ઘરના એ કીધું ક ઝાડ વાબ્બાના હ. તે આયા પણ હારુ કીધુ આ આખું કટમ્બ, ગોમ ઓમ પેલીવાર કા આ રીતે ભેળુ થ્યું.'માથે ઘૂંઘટ ઓઢેલી વૃક્ષો વાવી રહેલી બહેનોએ આ કહ્યું. સ્મશાન પવિત્ર ભૂમી પણ કોઈને અહીંયા જીવતા આવવું તો ન જ ગમે. અમે સ્મશાનમાં વૃક્ષો પૂજન કરીને વાવીએ. ગામના સ્ત્રી, પુરુષ, બાળકો સૌ આ કાર્યક્રમમાં હાજર રહે એવી અમારી લાગણી. આ બહાને સમ્શાન માટેનો ભય પણ ભાંગે.

બનાસકાંઠાના સેદલાગામના સ્મશાન માં અમે 5500 વૃક્ષો ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન (KRSF) અને ગામની ભાગીદારીથી વાવ્યા. અમે સ્મશાનમાં પહોંચ્યા તો ગામના 500 કરતા વધારે વ્યક્તિઓ વૃક્ષો વાવવા માટે કરેલા ખાડા પાસે એક એક વૃક્ષ લઈને બેઠેલા જોયા.સરસ નજારો હતો. સૌએ અમને આવકાર્યા ને પછી પૂજન કરી અમે વૃક્ષદેવનું સ્થાપન કર્યું.  સૌએ વૃક્ષ નારાયણ દેવ કી જયના નામનો જયધોષ કર્યો. 

એ પછી સૌ એક જગ્યા પર એકત્રીત થયા. વૃક્ષોના મહત્વની વાત  KRSFના સ્થાપક આદરણીય શ્રી પ્રતુલભાઈએ કરી. VSSM ટીમ  આ કાર્યમાં નિમિત્ત બની. સેદલાવાસીઓએ ટીમના તમામ સદસ્યોનું પણ સન્માન કર્યું. 

એ પછી સ્મશાનમાં સૌએ ચા નાસ્તો કર્યો. જેમ બહેનો અને બાળકોનું સ્મશાનમાં આવવાનું પહેલીવાર નું હતું અદલ એવું જ અહીંયા નાસ્તો કરવાનું પણ હતું.

વૃક્ષ ઉછેર કાર્યક્રમ અંતર્ગત પ્રકૃતિનું સંવર્ધન તો થાય છે સાથે સાથે સામાજીક માન્યતાઓ પણ બદલાય છે. વળી અનેકોને આ કાર્યમાંથી રોજી રોટી પણ મળે છે. 

સેદલાની એક સ્મશાનભૂમીમાં વૃક્ષો વવાતા જોઈને ગામના અન્ય સમાજના લોકોએ પણ પોતાની સ્મશાન ભૂમિ સાફ કરવાની શરૂઆત કરી દીધી. એમને પણ પોતાના સ્મશાનને ગાંડા બાવળ થી મુક્ત કરવું છે. 

બસ ગામે ગામ લોકો જાગે ને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બને તેવું ઈચ્છીએ. 

આભાર પ્રતુલભાઈ તમે સાથે છો એનો રાજીપો ને સાથે કુદરત તમને ખુબ આપે ને અનેકોના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના..

Wednesday, October 08, 2025

JivatBa receives ration kit with the help from VSSM and we will build her home also with the support from our well-wisher Smt. Urviben Bhatia...

Mittal Patel meets Jivatba 

Jivat Ba walks with difficulty, relying on the support of her two hands and feet.

Because of her physical condition, she never married and continued to live with her parents in their home.

As long as her parents were alive, things were manageable. But after their passing, life became a struggle.

She has no one to care for her on a daily basis.

Her neighbors and distant relatives offer occasional help, but her loneliness is deep.

She lives in Santokpura village, near Kheralu in Mehsana district.

Her house is not really a house — it’s a fragile mud hut, with severe leaks during monsoon.

There is no toilet or bathroom, and that adds to her daily hardships.

She also doesn’t have a ration card, which means no access to government food assistance.

When our volunteers Rameshbhai and Pareshbhai came to know about Ba’s condition, they included her in our Mavjat (care) program, and we began providing her with monthly ration.

But upon seeing her living conditions, Rameshbhai felt deeply moved and insisted that Ba should also get a proper house.

Around the same time, we received a call from Urvibahen from Canada.

She said:“If I can help build a home for a needy person, please let me know. When we first came to Canada, we had no home of our own, and I still remember what that felt like. Being a part of giving someone a home is a deep joy.”

We shared Jivat Ba’s story with Urviben, and she immediately agreed to help build Ba's home.

Because of the monsoon rains, removing Ba’s existing mud hut was a bit difficult, but it has now been taken down.

Before starting the foundation digging, Rameshbhai and Pareshbhai wished for a Bhumi Pujan (land worship) to be performed.

When we recently traveled near Kheralu, we visited Ba’s home.

Ba performed the Bhumi Pujan herself, and now, construction of her new house will begin.

When we asked Ba what kind of home she would like, she simply said:

“Just a single room with a porch, and a toilet and bathroom at the back. If the toilet is at the back, it’ll be easier for me.”

Her request was practical and touching, reflecting her physical limitations.

We will build her home exactly as she needs it.

Not everyone has the ability to use their God-given blessings for others.

Only those touched by divine grace can offer such selfless generosity.

Thanks to people like Urviben, we are able to carry out such meaningful work.

We are deeply grateful for the empathy and compassion shown by all such well-wishers.

Let us continue to pray for strength and resources to help many more people like Ba.

જીવત બા બે હાથ અને પગના ટેકાથી વાંકા ચાલે. શરીરની આ હાલતના લીધે એમના લગ્ન ન થયા. એ માતા પિતા સાથે પિયરમાં જ રહ્યા. મા - બાપ જીવતા હતા ત્યાં સુધી એમને વાંધો ન આવ્યો પણ એમના ગયા પછી તકલીફો ઊભી થઈ. 

એમની ચાકરી કરનારુ કોઈ નહીં. આમ પડોશી અને દૂરના એમના સગા એમનું ધ્યાન રાખે. પણ ઓશિયાળી તો ખરી જ. 

મહેસાણા જિલ્લાના ખેરાલુના સંતોકપુરા ગામમાં એ રહે. રહેવા સરખુ ઘર નહીં. કાચુ માટીનું છાપરુ. ચોમાસામાં સખત ચુવા થાય. ટોયલેટ બાથરૂમની સુવિધા નહીં તે એમાં પણ તકલીફ. રેશનકાર્ડ પણ એમની પાસે નહીં.

અમારા કાર્યકર રમેશભાઈ, પરેશભાઈને એમના વિષે ખ્યાલ આવ્યો ને એમણે બાને રાહત રહે તે માટે અમારા માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને રેશન આપવા અમને કહ્યું. બાને રાશન આપવાનું શરૃ કર્યું. પણ એમના ઘરની હાલત જોઈને પણ રમેશભાઈને જીવ બળે. એમણે બાનું નાનકડુ ઘર થાય તે માટે પણ વાત કરી. 

આ દરમ્યાન જ અમને કેનાડાથી ઊર્વીબેનનો ફોન આવ્યો. એમણે કહ્યું. "કોઈ જરૃરિયાત મંદ પરિવારનું ઘર બાંધવામાં હું મદદરૂપ થઈ શકુ તો મને જણાવજો. અમે કેનેડા આવ્યા ત્યારે પોતાનું ઘર ન હોવાથી જે અનુભવ્યું એટલે થાય કે કોઈને ઘર આપવામાં નિમિત્ત બનવું એ મોટુ સુખ."

ઊર્વીબેનને જીવતબાની વાત કરીને એમનું બાંધવા મદદ કરવા કહ્યું. એમણે તુરત એ સ્વીકાર્યું.

બાનું છાપરુ ચોમાસા દરમ્યાન અને સતત વરસાદના કારણે હટાવવું થોુડુ મુશ્કેલ બન્યું. પણ હમણા એ હટાવ્યું. પાયા ખોદવાનું શરૃ કરતા પહેલા ભૂમીનું પૂજન થાય એવી પરેશભાઈ, રમેશભાઈની ઈચ્છા તે હમણાં ખેરાલુ બાજુ જવાનું થયું ત્યારે જીવતબાના ત્યાં પણ જવાનું થયું.

બાના હાથે જમીનનું પૂજન કર્યું. હવે ઘર બાંધકામ શરૃ કરીશું.

બાને પૂછ્યું કે કેવું ઘર જોઈએ તો કહે, "એક રૃમ ઓસરી અને ઘરના પાછળના ભાગમાં ટોયલેટ બાથરૃમ બાંધી આપજો. ઘર પાછળ બાથરૃમ ટોયલેટ હોય તો મને સારુ રહે."

બાની આ વાત સમજાય એવી હતી. એમને ચાલવામાં તકલીફ એટલે આ વ્યવસ્થા કરવા એમણે કહ્યું. અમે એમની ઈચ્છા મુજબનું ઘર બાંધી આપીશું. 

 પ્રભૂએ આપેલા પરમ ધનની લાહણી કરવાની તાકાત બધામાં નથી. પરમ કૃપાળુ પરમાત્માની જેના પર કૃપા થાય એ આવી લહાણી કરી શકે. ઊર્મીબેન જેવા અનેક સ્વજનો આવા કાર્યોમાં અમારી સાથે છે માટે આવા કામો થાય છે. આપ સૌની આ લાગણી માટે આભારી છું.

બા જેવા અનેકોને મદદ કરી શકીએ એવી ઈશ્વરને પ્રાર્થના...


Jivatba shares her condition to Mittal Patel

Mittal Patel with Jivat ba performs bhumi pujan

The current living condition of Jivat ba in Kheralu village


VSSM Planted over 5,500 trees in Chekra with the support from KRSF and APMC Lakhni...

Mittal Patel with MLA Shri Keshaji and his team, KRSF 
founder Shri Pratulbhai shroff, VSSM coordinator and
others performing vruksh pujan

Our mission to plant and nurture trees is now bearing fruit.

In Chekra village of Banaskantha, around 5,500 trees were planted with blessings and rituals, thanks to the support of Dr. K.R. Shroff Foundation (KRSF) and APMC – Lakhani.

The founder of KRSF, respected Pratulbhai Shroff, was specially present at this event.

Through KRSF, support has been extended for planting and nurturing over 400,000 trees so far.

Pratulbhai continues to be a driving force not just in the welfare of people, but also in the well-being of all living beings.

His philosophy—of using his wealth for the good of all life on Earth—is truly worthy of salute and deep respect.

There’s much to learn from him.

In Chekra, the tree plantation was largely made possible through the generous support of #KRSF, and #APMC-Lakhani, who contributed 5,500 saplings and marked their participation meaningfully.

Such collaboration between organizations and villages is essential and desirable.

In every village, there are always a few families whom God has blessed with abundance.

What matters most is their willingness to share that abundance with others.

In Chekra, we began by worshipping the trees and formally installing Vruksha Dev (Tree God).

Local MLA Shri Keshaji Chauhan and his team were present for the event and extended their active support.

The managers of Chekra Gaushala and Mahant Shri also warmly welcomed everyone.

Naranbhai, Chairman of APMC – Lakhani, along with his active team, participated enthusiastically.

Many villagers came together to offer prayers and personally plant the trees.

Besides this, several well-wishers from Chekra and neighboring villages, who have consistently supported VSSM’s efforts, were present to mark the occasion.

Everyone clicked selfies with the trees, capturing memories of the moment.

From the VSSM team, Naranbhai, Jorabhai, Ratnabhai, Hareshbhai, Alpesh, Ashwinbhai and others worked hard to make this event a success.

VSSM feels honored to play a role in such meaningful work.

May the Divine always allow us to be instruments in such noble endeavors—this is our humble prayer.

વૃક્ષો વાવી ઉછેરવાનું અમારુ અભિયાન હવે રંગ લાવી રહ્યું છે. બનાસકાંઠાના ચેકરાગામમાં 5500 જેટલા વૃક્ષો ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન (KRSF) અને APMC – લાખણીની મદદથી વૃક્ષનું પૂજન કરીને વાવ્યા.

KRSF ના સ્થાપક આદરણીય પ્રતુલભાઈ શ્રોફ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા. KRSF થકી અત્યાર સુધી 4 લાખ કરતા વધારે વૃક્ષો વાવી ઉછેરવા મદદ કરવામાં આવી છે. પ્રતુલભાઈ માણસોના કલ્યાણની સાથે સાથે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના કાર્યોમાં નિમિત્ત બની રહ્યા છે. આમ તો મળેલી સંપદા સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણમાં ખર્ચવાની એમની ભાવનાને પ્રણામ કરવા ઘટે. એમની પાસેથી અનેકોએ શીખવા જેવું છે.

ચેકરામાં વૃક્ષો વાવ્યા તેમાં મહત્તમ મદદ #KRSFની આમાં #APMC – લાખણીએ 5500 વૃક્ષો આપી પોતાની સહભાગીતા નોંધાવી. ગામે ગામ આ પ્રકારની ભાગીદારી થાય તે પણ ઈચ્છનીય.

દરેક ગામોમાં કેટલાક પરિવારો એવા હોય છે જેમને ઈશ્વરે સુખ આપ્યું છે. બસ આ સુખને અન્યોને વહેંચવા માટે તેઓ સહમત થાય એ અગત્યનું.

ચેકરામાં વૃક્ષ પૂજન કરીને વૃક્ષ દેવનું સ્થાપન કરવાનું નક્કી કર્યું ને આ વિસ્તારના જાગતલ ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ તેમજ તેમની ટીમ આ કાર્ય માટે ખાસ ઉપસ્થિત રહી. ચેકરા ગૌશાળાના સંચાલકો, મહંત શ્રી સૌએ પણ ઉપસ્થિતિ સૌને આવકાર્યા. APMC – લાખણીના ચેરમેન નારણભાઈ તેમજ તેમની ટીમ પણ એકદમ સક્રિય. વૃક્ષો પૂજન માટે ગામના સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ને પૂજન કરીને પોતાના હસ્તે વૃક્ષો વાવ્યા.

આ સિવાય સંસ્થાના કાર્યમાં સદાય મદદરૃપ થતા ચેકરા આસપાસના ગામોના અનેક સ્વજનો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા. સૌએ વૃક્ષ સાથે સેલ્ફી પણ પડાવી.

VSSM ટીમના નારણભાઈ, જોરાભાઈ, રત્નાભાઈ, હરેશભાઈ, અલ્પેશ, અશ્વિનભાઈ વગેરે સૌની મહેનત આ કાર્યક્રમ સફળ બનાવવા રહી.

VSSMને આવા શુભકાર્યમાં નિમિત્ત બન્યાનો આનંદ. ઈશ્વર સૌના શુભમાં હંમેશા નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના...

Chekra tree plantation site

Mittal Patel with others going to chekra tree plantation site for 
tree plantation

Chekra tree plantation site