Tuesday, May 20, 2025

With the support of Rosy Blue Pvt. Ltd., VSSM begans the excavation of the lake...

Mittal Patel visits water management site

 

पानी रे पानी तेरा रंग कैसा,

जिसमें मिला दो लगे उस जैसा।

सबको जीवन देने वाला,

खुद रूप रंग से न्यारा।

O water, what is your true color?  

Takes on the hue of whatever you mix it with!  

And bestows life to everyone,  

Though aloof from form and color!!

These words by Harvansh Rai Bachchan are truly majestic: "Because water is colorless, it takes on the color of whatever it mixes with." However, on the other hand, in a real world scenario, our hearts will ache when we hear from people living in places where water is scarce or difficult to access.

Kuvaataa village in Banaskantha is facing a severe water crisis. Groundwater levels have plummeted drastically. Water was extracted from a borewell installed by Panchayat, which subsequently got damaged due to the decreased water depth. Even if a new borewell is installed, there is no assurance of finding water.

The village is in urgent need of access to drinking water. Farmers have borewells on their farms, but each year, some of these borewells either fail, require new columns to be installed, or experience a drop in water inflow. The situation in Kuvaataa has turned the village into a place that feels abandoned and desolate.

The village leaders of Kuvaataa sent us a message requesting assistance in deepening the lake to collect rainwater. With the support of Rosy Blue Pvt Ltd., we began the excavation of the lake. The villagers are hopeful that filling the lake with water will help raise the groundwater level in the surrounding area. As a result, everyone in the village participated in removing soil from the lake using tractors.

We are thankful to the esteemed Russelbhai Mehta, associated with VSSM. Through his company, Rosy Blue, we are deepening many lakes and planting numerous trees in North Gujarat, more particularly in Banaskantha.

If everyone who has been blessed with wealth from God begins to use their resources for the betterment of others, the world could become a paradise. We are extremely grateful to Russelbhai and his family for their efforts. They are using their wealth to help communities where people are on the brink of dying due to a lack of water.

We dug the Kuvaataa lake a lot deeper. Monsoon-Meghraajaa will definitely be kind, but we will also try to ensure that this lake is filled with water from Maa Reva, the Narmada River.

Shri Keshaji Chauhan, the MLA of Deodar Taluka, is very proactive in his efforts. He is consistently working to bring Narmada's water to his region and address the water scarcity issue. Additionally, he has made the decision to decline any honors until the water problem is resolved.

The village leader and Sarpanch, Shri Tejabhai, is working hard to strengthen Kuvaataa's water resources. Our activist, Naranbhai, and his team are continually considering which village would benefit most from having a lake. We are proud to have such an enthusiastic team on our side.

VSSM and the Vimukt Foundation have currently deepened 336 lakes in North Gujarat, which are now filled with billions of liters of water. We have set a goal to excavate or dig 1,000 lakes in the next ten years. We pray that God will help us achieve this vision.

Let's unite, come together and construct several Jalmandirs to effectively collect and store water !!!

पानी रे पानी तेरा रंग कैसा,

जिसमें मिला दो लगे उस जैसा।

सबको जीवन देने वाला,

खुद रूप रंग से न्यारा।

– हरिवंश राय बच्चन

પાણી જેનો રંગ નથી પણ એ જ્યાં પડે ત્યાં બધુ રંગીન થઈ જાય. જ્યાં પાણી નથી અથવા મળવું મુશ્કેલ છે એ લોકો પાસે જઈએ એમની વાતો સાંભળીએ તો હચમચી જવાય.

બનાસકાંઠાનું કુવાતા. ભૂગર્ભજળ ભયંકર સ્થિતિએ પહોંચ્યા છે. પીવાનું પાણી પંચાયતે બનાવેલા બોરવેલ થી મળતું એ બોરવેલ પણ તળ ઊંડા જવાથી બગડી ગયો. નવો બોરવેલ કરે તો પણ પાણી મળે તેની કોઈ ખાત્રી નથી.

ગામ પીવાના પાણી માટે વલખા મારે એવી હાલત છે. સીમમાં ખેડૂતોએ બોરવેલ કર્યા છે. એ બોરવેલમાંથી પણ દર વર્ષે બોરવેલ ક્યાં ફેઈલ જાય છે ક્યાં નવી કોલમ ઉતારવી પડે ક્યાં તો પાણીની આવક ઘટી છે.

ત્રાહીમામ પોકારી ઉઠે એવી સ્થિતિ કુવાતાની છે.

આવા કુવાતામાં વરસાદી પાણી સંગ્રહ કરવા તળાવ ઊંડુ કરવા માટે અમને ગામના આગેવાનોએ કહેણ મોકલ્યું. રોઝી બ્લ્યુ પ્રા.ઈન્ડિયા. લી. કંપનીની મદદથી અમે તળાવ ખોદવાનું શરૃ કર્યું. ગામના સૌને તળાવમાં પાણી ભરાશે તો તળ ઉપર આવવાની આશા છે એટલે સૌ કોઈ ટ્રેક્ટર થકી માટી ઉલેચવાનું કર્યું.

vssm સાથે સંક્ળાયેલા સ્નેહીજન આદરણીય રસેલભાઈ મહેતાના અમે આભારી છીએ. રોઝી બ્લુ થકી અમે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠામાં ઘણા તળાવો તેમજ વૃક્ષો વાવી ઉછેરવાનું કરી રહ્યા છીએ.

ઈશ્વરે જેેમને ઘન સંપદા આપી છે તે સૌ જીવ કલ્યાણના કાર્યોમાં આ પ્રકારે વાપરવાનું કરે તો દુનિયા રૃડી થઈ જાય. રસેલભાઈ તેમજ તેમના પરિવારના અમે ઘણા આભારી છીએ. એમણે એવી જગ્યાએ પોતાની સંપત્તી વાપરી રહ્યા છે જ્યાં લોકો પાણી વગર જાણે જીવ પર આવી ગયા છે.

કુવાતનું તળાવ તો ઘણું ઊંડુ કર્યું. મેઘરાજા તો મહેરબાન થશે પણ સાથે સાથે મા રેવા એટલે કે નર્મદાના નીર પણ આ તળાવમાં નંખાય એ માટે કોશીશ કરીશું.

દિયોદર તાલુકાના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ પણ જાગતલ છે. એ પોતે નર્મદાના નીર પોતાના તાલુકામાં આવે ને પાણીની સમસ્યાનો ઉકેલ આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. એમણે જળની સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી સન્માન ન સ્વીકારવાનો નિર્ણય પણ કર્યો છે.

ગામના સરપંચ શ્રી આગેવાન તેજાભાઈ ને અન્ય સૌ પણ કુવાતા પાણીદાર બને તે માટે મથે. અમારા કાર્યકર નારણભાઈ અને એમની ટીમ પણ સતત ક્યા ગામોમાં તળાવ કરવું, ગામને એનાથી શું ફાયદો થશે એ બાબતે ચિંંતીત..આવી મજાની ટીમ સાથે હોવાનું ગૌરવ.

vssm અને વિમુક્ત ફાઉન્ડેશને મળીને અત્યાર સુધી 336 જેટલા તળાવો ઉત્તર ગુજરાતમાં ઊંડા કર્યા છે. આ તળાવો કરોડો લીટર પાણીથી ભરાયા છે. આવનારા દસ વર્ષમાં 1000 તળાવ કરવાનો નિર્ધાર છે. ઈશ્વર આ મનોરથ પૂર્ણ કરાવે તેવી પ્રાર્થના.

#mittalpatel #environment #vssm #pond #Gujarat

Mittal Patel with the villagers of Kuvataa village



Ongoing lake deepening work

Mittal Patel and others at water management site


No comments:

Post a Comment