Wednesday, May 21, 2025

VSSM is blessed to have a well-wisher like Shri Yashbhai...

Mittal Patel gives her book to VSSM's well-wisher
Shri Yash Modh

Yash is a very young person with a "can-do" attitude. He provides regular funding for the social work we do, but we had never met before. This morning, he called and expressed his desire to meet. Coincidentally, I was in Ahmedabad, so I invited him to come over after four o'clock.

When he arrived, I found Yash to be very sensitive and well-read. He bought three of the books I have written and mentioned that he had read "Why Should We Give It Up?" He promised to read the other two books as soon as possible.

I asked him why he wanted to meet, and he simply replied, "Just like that!" Then he took out his cheque book and wrote a cheque for Rs. 50,000. Typically, at his age, young people spend their money on fun or to pursue their hobbies and dreams, but Yash is different—he is unique. He must have had this spirit of service since the beginning, which is why he is able to part with his money so generously.

However, not everyone is destined to use their money for charitable purposes. It requires unique qualities to be a donor, and only those chosen by God have the ability to give.

I was genuinely thrilled meeting him. So many young people like Yash represent the future of India. The progress of our country depends on such youngsters. Yash does not focus on his own happiness; instead, he aims to contribute to the happiness of others.

I pray that God blesses Yash with abundance and that he achieves tremendous success in his service endeavors. I also want to salute his parents for raising such a remarkable young person. Meeting him was a pleasure for me.

યશ એકદમ તરવરિયો જુવાન.

અમે જે સમાજ કાર્ય કરીએ તેમાં એ નિયમીત અનુદાન આપે. પણ મળવાનું ક્યારેય નહોતું થયું. આજે સવારે એનો ફોન આવ્યો ને મળવા આવવું છે એવું કહ્યું. અનાયાસે આજે હું અમદાવાદમાં હતી એટલે ચાર વાગ્યા પછી આવવા કહ્યું. 

એ આવ્યો. એકદમ સંવેદનશીલ એવો યશ વાંચે ખુબ. એણે મે લખેલા ત્રણે પુસ્તકો ખરીદ્યા. એમાંથી “ઈને જાકારો કેમ દેવાય” એણે વાંચ્યું. ને બાકીના પણ હું ઝટ વાચી લઈશ એમ કહ્યું. અણે ખરીદેલા મારા પુસ્તકમાં ઓટોગ્રાફ લખી આપવા કહ્યું. મે આશિષ લખ્યા...

મે પુછ્યું, “કેમ મળવું હતું.” તો કહે, “બસ એમ જ” એ પછી એણે ચેકબુક કાઢીને 50,000નો ચેક લખ્યો.

સામાન્ય રીતે આ ઉંમરે યુવાનો મોજ શોખમાં પોતાના સમણા પૂરા કરવા પૈસા ખર્ચે પણ યશ નોખો હતો. એનામાં આવી સેવા પારાયણ ભાવના પહેલાથી હશે એટલે જ એ આપી શક્યો.

બાકી દાન આપવું બધાના નસીબમાં નહીં.. દાન આપવા પાત્રતા જોઈએ અને ઈશ્વર જેને પસંદ કરે એ દાન આપી શકે.

યશને જોઈને રાજી થવાયું. યશ જેવા અનેક યુવાનો ભારતનું ભાવી.. આવા યુવાનો થકી જ દેશની પ્રગતિ થવાની.. યશ પોતાના સુખનો વિચાર નથી કરતો પણ એ અન્યોના સુખમાં સહભાગી બનવાનું વિચારે. 

આવા યશને ઈશ્વર ખુબ આપે તેવી પ્રાર્થના ને સેવાના ક્ષેત્રમાં એ ખુબ ઉન્નત થાય તેવી શુભભાવના...

યશના મા-બાપને પણ પ્રણામ.

યશને મળ્યાનો મને રાજીપો...

#mittalpatel #vssm #inspiring

No comments:

Post a Comment