![]() |
Maniba gives blessings to Mittal Patel |
"I don’t go to anyone’s house. I just take care of my household and worship God by singing hymns (Bhajans).”
“Do you know how to sing Bhajan?”
“Yes.”
“Then sing a nice Bhajan for us.”
So, 'Mani Baa' from Surendranagar sang: “Where did old age come from, if the ears cannot hear and the eyes cannot see?”
Baa once had a large family, but Mother Nature had different plans. Two of her sons died when they were fifteen years old. Another son got married, but his kidney failed, and he too passed away. Her brother also left this world after her sons.
How does a family living on labor manage to sustain themselves? Neighbors sometime provide Mani Baa with food. She says, “Modi sends 1,200. That helps a little bit.”
At first, I didn’t understand what she meant by “Modi’s 1,200.” Then I realized she was referring to the Prime Minister.
She has a home, but it is supported by rough wooden beams on the inside. The wooden ceiling is infested with termites, which fall on her while she sleeps in her bed at night. You cannot discern these issues when observing her house from the outside, but they become apparent once you see the interior.
If ManiBaa receives her monthly ration, she would not have to rely on her neighbors for food. One senior living nearby, who receives monthly rations from us, shared this information with our activist, Harshadbhai.
Afterwards, Harshadbhai met with ManiBaa and learned about her situation. He began providing her with monthly rations. She told him, "Now I can prepare my own meals. Previously, they would come and give me food at their convenience. Now, I don’t have to wait for them."
We also plan to build a small house for her, complete with a toilet and bathroom. With the help of the respected Kishorebhai Patel, we will construct Baa's home in the style of KUSH Home, in memory of our dear friend Kushalbhai.
We are proud to be instrumental in providing monthly rations to 700 destitute seniors and are also involved in building homes for 1,751 families. We feel blessed that we can contribute to such meaningful work, and we express our gratitude to all who support this selfless endeavor.
“હું કોઈના ઘીરે નો જાવું. મારુ ઘર હંભાળું ને ભગવાનનું ભજન કરુ.”
“ભજન આવડે?”
“હા”
“તો એક સરસ ભજન અમને પણ સંભળાવો”
ને સુરેન્દ્રનગરના મણી બાએ ઘડપણ ક્યાંથી આવ્યું ઘડપણ, કાને સંભળાય નહીં આંખે દેખાય નહીં ગાયું. બા નો પરિવાર એક વખત ભર્યો ભાદર્યો હતો. પણ કુદરતને કાંઈક જુદું મંજુર હતું. બે દિકરા પંદર -પંદર વર્ષના થયા ત્યારે ગુજરી ગયા ને એક દિકરો પરણાવ્યો પણ એની કિડની ફેઈલ થઈ ને એ પણ દુનિયા છોડી ગયો. દિકરાઓ પછી કાકા પણ ગયા.
મજૂરી પર નભનાર પરિવાર પાસે બચત તો ક્યાં હોય જેના પર નભાય?
આડોશી પાડોશી મણીબાને ખાવાનું આપે ને મણીબા કહે એમ, “મોદી 1200 આલે તે એના પર હખડ ડખળ હાલે”
પહેલા તો મોદીના 1200? મને સમજાયું નહીં. પછી ખ્યાલ આવ્યો વડાપ્રધાનની વાત કરે છે.
એમની પાસે ઘર ખરુ પણ અંદર ટેકા ઊભા કરેલા. લાકડાની પીઢો એમાં ઊધઈ થઈ ગઈ છે તે બા રાતના ખાટલામાં સુતા હોય તો ઉધઈ ખરે. ઘર બહારથી જોઈએ તો આ બધો ખ્યાલ ન આવે પણ અંદરથી જોઈએ ત્યારે ખ્યાલ આવે.
આવા મણીબા ને દર મહિનાનું રાશન મળી જાય તો એમને પડોશીઓની ઓશિયાળી ન રહે. એવું એમની નજીકમાં રહેતા અને અમે જેમને દર મહિને રાશન આપતા અમારા એક માવતરે અમારા કાર્યકર હર્ષદભાઈને કહ્યું.
એ પછી હર્ષદભાઈ મણીબાને મળ્યા. સમગ્ર સ્થિતિ જાણી અને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. રાશન મળવાથી બાને નિરાંત થઈ. એમણે કહે, “હવે જાતે બનાવીને ખાઉં છું. પહેલા પડોશી એમના ટાઈમે આપવા આવતા હવે મારે એમની રાહ નથી જોવી પડતી.”
આવા બાનું નાનકડુ ઘર ટોયલેટ, બાથરૃમ સાથેનું બંધાય તે પણ કરીશું. આદરણીય કિશોરભાઈ પટેલની મદદથી પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં કુશ હોમના રૃપમાં બાનું ઘર બાંધીશું.
700 નિરાધાર માવતરોને દર મહિને રાશન આપવામાં નિમિત્ત બનીએ. સાથે 1751 પરિવારોના ઘર બાંધવામાં પણ નિમિત્ત થયા. આવા શુભકાર્યોમાં ઈશ્વર નિમિત્ત બનાવે છે એનો રાજીપો.. ને આ કાર્યમાં મદદ કરનાર સૌ પ્રત્યે કૃતજ્ઞતા.
#mittalpatel #vssm #mavjat #seniorcitizen #explorepage #gujarat #surendranagar #emotions #humanright
![]() |
Mittal Patel and vssm coordinator Harshadbhai visits Maniba's shanty |
![]() |
Mittal Patel meets Maniba in surendranagar |
![]() |
The current living condition of Maniba |
No comments:
Post a Comment