Tuesday, May 20, 2025

Lake deepening work started in Khoda village with the support from the Neogen Company...

Mittal Patel with the villagers of Khoda village

Many years ago, there were no water taps, and the only source of drinking water in our area was the lakes. Whenever someone went to the lake to collect water, they would come back with a pot filled with water as well as a clump of dirt, referred to as "KHOTT." They would leave this KHOTT on the edge of the lake. Both the villagers and any passersby who filled their containers at the lake would take some KHOTT and discard it outside. This could be considered a form of water tax, if you think about it.

Rameshbhai from Khodagam in Banaskantha, along with others in the village, shared the following story with us. The lakes thrived primarily because they provided essential support for the people's livelihoods, leading to a belief that water should not be taken from the lakes for free.

However, with the introduction of borewell technology, many of these lakes were abandoned. This led to a deterioration in the condition of water-bearing reservoirs. Additionally, excessive groundwater extraction caused a significant drop in the water table. As a result, the situation in North Gujarat worsened due to the declining groundwater levels.

The government is consistently concerned about water management. Organizations like ours, in collaboration with the village, have taken on the task of renovating lakes, known as Jal Mandirs. The government has also contributed by filling a number of ponds with water from Mother Reva.

Together, VSSM, KRSF, and the Vimukt Foundation have deepened 336 lakes, and this number is expected to increase. We are pleased with the progress we have made.

One notable project was the deepening of the Khodagam lake in Banaskantha, supported by the Neogen Company. The village was very receptive to this initiative. Neogen covered the excavation expenses, while local villagers assisted by transporting soil with their tractors.

As a result, the lake in the higher lands of Khodagam was successfully excavated, increasing its capacity to hold millions of liters of water. Narmada's water will also be channeled into this lake, ensuring that the village has access to water not only during the monsoon but throughout the year. This will also help recharge the lower water table.

We are especially grateful to Binaben Kanani, Harishbhai Kanani, and Harinbhai from Neogen for their unwavering support in our social work over the years. 

We pray for Meghraja (the monsoon) to shower its blessings forever on all living organisms.

 "પહેલા પીવાનુ પાણી પહેલા ક્યાં નળથી મળતું! અમારા વિસ્તારમાં તો તળાવો પીવાના પાણીનો આધાર હોતા. એટલે કોઈ પણ માણસ તળાવમાં પાણી ભરવા આવે એટલે કે ગડુરુ  કે માટલી ભરીને તળાવમાંથી બહાર નીકળે ત્યારે સાથે એક ખોટ( માટીનું ઢેફુ) લઈને બહાર આવે. આ ખોટ એ તળાવની પાળ પર નાખે. 

ગામના જ નહીં વટેમાર્ગુ પણ તળાવમાંથી પાણી ભરે ને સામે ખોટ ઉપાડી તળાવ બહાર નાખે. આને જળ કર કહેવો હોય તો પણ કહી શકાય."

બનાસકાંઠાના ખોડાગામના રમેશભાઈએ અને ગામના અન્ય સૌએ એમને આ વિગત કહી.

તળાવો જીવંત હતા એનું મુખ્ય કારણ લોકોનો જીવવાનો એ આધાર હતા. એટલે તળાવમાંથી મફત પાણી ન લેવાય એવી માન્યતા પણ પ્રચલિત હતી.

આવા તળાવો બોરવેલની ટેકનોલોજી આવી એટલે ભૂલાયા. ને જળ ધારણ કરનાર વાસણની દશા માઠી થઈ. વળી બોરવેલ થકી અમાપ પાણી ઉલેચાયા પરિણામે ભૂગર્ભ જળ પણ ભયંકર સ્થિતિએ પહોંચ્યા.

ઉત્તર ગુજરાતની સ્થિતિ ભૂગર્ભજળને લઈને માઠી થઈ. 

સરકાર પણ આ બાબતે સતત ચિંતીત. અમારા જેવી સંસ્થાઓએ ગામ સાથે મળીને જલમંદિરો - તળાવોના નવીનીકરણ નું કામ ઉપાડ્યું. સાથે સરકારે મા-રેવાના પાણીની શક્ય તળાવો ભરવા કોશીશ કરી.

VSSM, KRSF અને વિમુક્ત ફાઉન્ડેશને મળીને 336 તળાવો ઊંડા કર્યા. આ આંકડો વધતો જવાનો.. એનો અમને આનંદ.

બનાસકાંઠાના ખોડાગામનું તળાવ અમે નિયોજેન કંપનીની મદદથી ઊંડુ કર્યું. ગામ આખુ ઘણું સંવેદનશીલ એમણે તળાવમાંથી માટી ઉપાડી ને ખોદકામ નો ખર્ચ નિયોજેનને કર્યો. 

આમ ખોડાનું સૌથી ઊંચાણમાં આવેલું તળાવ ગળાયું. કરોડો લીટર પાણી ભરાય એવી ક્ષમતા તળાવની થઈ. નર્મદાના નીર પણ આ તળાવમાં નંખાશે. આમ ચોમાસા સિવાય પણ ગામને પાણી મળશે. તળ રિચાર્જ પણ થશે.

નિયોજેનમાંથી આદરણીય બિનાબેન કાનાણી, હરીશભાઈ કાનાણી, હરિનભાઈ સૌના અમે આભારી છીએ. એમની લાગણી વર્ષોથી અમે જે સમાજ કાર્યો કરીએ તેમાં.. 

બસ મેઘરાજા સદાય સમ્રગ જીવસૃષ્ટિ પર મહેબાની કરે તેવી પ્રાર્થના...

Ongoing lake deepening work in Khoda village

Mittal Patel with the villagers at Khoda water management
site

Mittal Patel discusses water management



No comments:

Post a Comment