Wednesday, February 08, 2023

We need your support to help us take care of more elders in need ….

VSSM provides ration kit to hundreds of such needy elderly
who are unable to work and feed for themselves

For an elder, either their daughter or son can be a caregiver. However, not all are lucky. Innumerable couples have no one to care for as they age, compelling them to continue working until the body has the strength to keep going. Life becomes a burden for such people who have no choice but to eagerly await their final journey.

And death, as we all know, arrives at its own will.

Many do not get the benefit of the elderly pension. Similarly,  the ration from PDS also remains a distant possibility as many need help to even walk up to the store.

"During such times, we just fill our hungry belly with a glass of water, if the neighbors are caring enough, they might come and give us leftovers," shares Dudhima of Rajkot's Tramba village.

VSSM comes across hundreds of such needy elderly who are unable to work and fend for themselves. So it began providing ration kits or tiffin (to those who are incapable of cooking) to these elderlies in need of help. Within a couple of years, the number of elders we support has grown to 420. Each monthly ration kit costs Rs. 1400; while our donors have adopted many elders, the growing number of elders has us on a continuous lookout for new sponsors.

We also receive calls from numerous such elders in need from across Gujarat; while we can only reach some of them, we are trying our best to attend as many as possible.

You can also choose to support us in this endeavour and adopt an elderly; for more details on this initiative, please call on 9099936013 between 10 to 6 PM or GPay on  99090-49893.

Your support will help us reach more elders in need.

#MittalPatel #VSSM #Mavajat #older_people #old_age #ElderlycareServices #Elderly_Assistance #માવતર #માવજત #વૃદ્ધ #ઘડપણ 

ઘડપણની લાઠી...એ દીકરો કે દીકરી કોણ પણ હોઈ શકે.. પણ આવી લાઠી ન ધરાવતા કેટલાય મા-બાપ આ દુનિયામાં. કામ થાય ત્યાં સુધી કરે રાખે.. પણ પછી તો જીવતરનોય એમને ભાર લાગે. પરાણે ઘડપણ કાઢવાનું. ભગવાન આવીને ઝટ લઈ જાય એની લગભગ બધા કાગડોળે વાટ જુએ..

પણ મોત એમ શાનું આવે?

સરકારી પેન્શન કેટલાક ને મળે ને કેટલાકને ન મળે.. રાશનનું પણ એવું. ઘણા તો ચાલીને દુકાન સુધી ન પહોંચી શકે... એટલે રાશનેય ન મળે.. 

રાજકોટના ત્રાંબાના દૂધીમાં કહે એમ આવા ટાણે પાણી પીને પડ્યા રહેવાનું...

ક્યારેક આડોશી પાડોશીને દયા આવે તો વધેલું આપી જાય. ને ક્યારેક કશુંયે નહીં..

બસ આવા નિરાધાર માવતરો અમારા ધ્યાને આવ્યા જેમની કામ કરવાની ક્ષમતા નથી..

આવા માવતરોને ભૂખ્યા સુવુ ન પડે એ માટે રાશન આપવાનું ક્યાંક ટીફીન આપવાનું શરૃ કર્યું. હાલ ગુજરાતના વિવિધ ઠેકાણે વસતા 420 માવતરોને અમે રાશન આપીયે..

એક માવતરની કીટનો ખર્ચ 1400 રૃપિયા થાય. ઘણા માવતરોના પાલક અમને મળી ગયા છે ને ઘણાના અમે શોધીએ..

વળી ગુજરાતના ઠેકઠેકાણેથી ઘણા આવા નિરાધાર માવતરો ફોન થકી પોતાની યાતના પણ કહે...શું કહુ બધે પહોંચવું પણ મુશ્કેલ.. પણ ખેર થાય તે કરીએ..

તમે સૌ આ કાર્યમાં ટેકો કરી શકો. એક માવતરને માસીક રાશન આપવા તેમના પાલક બની શકો.. એ માટે 90999- 36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકો.. 

અથવા 99090-49893 પર Gpay  પણ કરી શકો. તમારી એક નાનકડી મદદ કોઈની જીંદગી બદલી શકશે...

#MittalPatel #VSSM #Mavajat #older_people #old_age #ElderlycareServices #Elderly_Assistance #માવતર #માવજત #વૃદ્ધ #ઘડપણ



Elderly with their ration kit provided by VSSM

VSSM supports elderly care program


No comments:

Post a Comment