Wednesday, February 08, 2023

On January 30th, 2023, a meeting was organized with Shri Nagranjanji, District Collector of Mehsana, to comprehend the status of applications filed in various district blocks...

On January 30th, 2023,  a meeting was organized
with Shri Nagranjanji,District Collector of Mehsana,
to represent the case of nomadic and denotified communities

The appeals and letters written to the government are not merely paper documents; instead, they are a hope of fulfillment of dreams and aspirations one puts on paper. Homeless individuals who lack funds to own some land or build a house, families who can’t earn a daily wage to feed their families, widows, and handicapped who need support to fulfill their basic needs; these are people who need help, and they look up to the government to support them. Hence, it becomes essential that the government addresses these applications within the given timeframe. VSSM has always struggled to sensitize the authorities to resolve these appeals promptly. 

VSSM represents the case of nomadic and de-notified communities that are homeless and lack primary facilities to various district collectors. On January 30th, 2023,  a meeting was organized with Shri Nagranjanji, District Collector of Mehsana, to comprehend the status of applications filed in various district blocks. Additional Collector chaired the meeting, and VSSM emphasized speedy redressal of land allotment files. Usually, such discussions do not bring the desired outcome, but a follow-up meeting has been planned to discuss the progress made on pending applications.

We hope each district organizes such meetings to bridge the gap and expedite the long pending issues.

We are grateful to our Chief Minister, Shri Bhupendrabhai Patel, for his interest in our work; we are also thankful to Ms. Avantika Singh, Secretary to CM, for continuously supporting our work and ensuring the job gets done.

સરકારમાં લખાતા પત્રો માત્ર પત્રો નથી હોતા એ પત્રો સાથે કેટલીયે સંવેદના, સપનાઓ હોય છે. કોઈ વ્યક્તિ પાસે ઘર નથી ને એની પાસે એટલા પૈસા નથી કે પોતે ઘર બાંધી શકે. અથવા એ માટે જમીન ખરીદી શકે. કયાંક અનાજ મળે એવું રાશનકાર્ડ ન હોય ક્યાંક વિધવા સહાય ન મળે તો ક્યાંક વિકલાંગ પેન્શન.. ટૂંકમાં નાની નાની જરૃરિયાતો પણ પોતે સંતોષી ન શકે એને એક ટેકાની જરૃર પડે ને એ માટે એ સરકાર પર મદાર રાખે.. ત્યારે આવી અરજીઓ, રજૂઆતો પર નિયત સમયગાળામાં કામ થાય તે જરૃરી. અમે એ માટે સરકારમાં ખુબ મથીયે.

વિચરતી વિમુક્ત જાતિના પરિવારો કે જેમની પાસે રહેણાંક અર્થે પ્લોટ નહીં, ઘર પણ નહીં ને પ્રાથમિક સુવિધાઓથી પણ જે વંચિત છે તેમને સુવિધા મળે તે માટે અમે વિવિધ જિલ્લા કલેક્ટર શ્રી પાસે રજૂઆત કરીએ.

આ રજૂઆતને ધ્યાને લઈને તા.30 જાન્યુઆરી 2023ના રોજ મહેસાણા કલેક્ટર શ્રી એમ નાગરાજનજીએ જે તે તાલુકામાં કરેલી અરજીઓ પર શું કામ થયું તે સંદર્ભે એક બેઠકનું આયોજન કર્યું. અધિક નિવાસી કલેક્ટર શ્રીએ આ બેઠકને આગળ વધારી.. વિવિધ ગામોમાં રહેતા ઘરવિહોણા પરિવારોને ઝડપથી પ્લોટ  મળે તે માટે બેઠકમાં વાત થઈ. 

ઘણા કિસ્સામાં આવી બેઠક પછી ધાર્યુ કામ ન થાય. પણ અહીંયા એક ફોલોઅપ બેઠક પંદર દિવસ પછી આયોજીત કરવાનું નક્કી થયું જેથી બેઠકમાં જે તે અરજીઓ સંદર્ભે થયેલી ચર્ચા પર આગળ શું કામ થયું તે અંગે પરિણામલક્ષી કામ થઈ શકે.

દરેક જિલ્લામાં આ પ્રકારે કાર્ય થાય એમ ઈચ્છીએ.

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનુ છુ એ પોતે આ કામમાં ખુબ રસ લે છે. સાથે મુખ્યમંત્રી શ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી અવંતિકા સીંઘનો પણ આભાર. એ અમારા કામમાં વર્ષોથી મદદ કરે ને ખુબ લાગણી રાખે... એમની મદદ પણ આ બધા કામો થાય તે માટે ઘણી.

આપ સૌનો ઘણો આભાર...

Additional Collector chaired the meeting, and VSSM
emphasized speedy redressal of land allotment files.





No comments:

Post a Comment