Mittal Patel visits Bavri Setttlement in Surendranagar |
“Ben, we have to go and meet the Bawari families in Pankaj society,” Harshadbhai, our Surendranagar team member, tells me.
“How do homeless families live in a rather well-equipped Pankaj society? They must have rented the place!” I thought to myself.
“This is Pankaj society,” Harshadbhai tells me as our vehicle enters a society after crossing Surendranagar bazaar.
Pankaj society looked like a rather posh society with beautiful bungalows, concrete roads, and other infrastructure facilities. Usually, the affluent class doesn’t even allow hutments of impoverished families to come up near their residences. Had they embraced these poor humans? I was getting curious.
“Have our nomadic families managed to rent houses in such a well-off society?” the thoughts continued.
As it always is, the delusion broke within no time. Harshadbhai stopped the car near society’s broken boundary wall; we crossed over the wall to find a cluster of hutments of our homeless nomadic families living under pathetic conditions.
Almost 35 families were living here; whenever they drenched during heavy rainfall, Harshadbhai received a call from the town municipal corporation asking him to move these families to a rescue home. “Why hasn’t anyone worked in the direction of providing them residential plots?” was an obvious question.
We have applied to plot allotments for these families, and now we are waiting for the allotments to happen.
Adjoining the settlement is a railway junction, and most families spend their nights on the railway platform. Surviving mosquitoes, particularly during monsoons, is a massive challenge for these families who have to find refuge either at the railway platform or rescue home.
Our Prime Minister, Shri Narendrabhai, has pledged to provide a house to homeless families; we hope the process to deliver plots is expedited to fulfill this pledge at the earliest. May such homeless families also have the opportunity to live in houses like Pankaj society..
VSSM takes great pride in its team members like Harshadbhai, who ensure we reach the last…
સુરેન્દ્રનગરમાં રહેતા અમારા કાર્યકર હર્ષદભાઈએ કહ્યું, 'બેન આપણે પંકજ સોસાયટીમાં બાવરી પરિવારોને મળવા જવાનું છે.'
પંકજ સોસાયટી એવું નામ સાંભળી ત્યાં ઘરવિહોણા પરિવારો કેવી રીતે? કદાચ ભાડે રહેતા હશે એમ વિચારી હું ચુપ રહી.
અમારી ગાડી સુરેન્દ્રનગર બજાર વટાવી એક સોસાયટીમાં પ્રવેશી. હર્ષદભાઈએ કહ્યું, 'આ પંકજ સોસાયટી'
સાંભળીને, 'ભાડાના ઘર આવી સોસાયટીમાં? એમ થયું'
પંકજ સોસાયટીમાં સરસ બંગલા, સીમેન્ટ રોડ. ટૂંકમાં બધી સુવિધાથી સજ્જ. મને થયું આવી સરસ સોસાયટીમાં અમારા વિચરતા અને ઘરવિહોણા પરિવારો?
આમ તો અમારા આ પરિવારો એમાંય ખાસ જેમની પાસે ઘર ન હોય એ પરિવારો જે સોસાયટીની આસપાસમાં ડંગા નાખે તે સોસાયટીવાળા તેમનો વિરોધ ઘણો કરે. ત્યારે પંકજ સોસાયટીમાં રહેવાનું?
ખેર મારો ભ્રમ ભાંગ્યો. સોસાયટીમાં એક દિવાલ તુટેલી ત્યાં અમારી ગાડી હર્ષદભાઈએ ઊભી રખાવી ને દિવાલ વટાવી અમે આગળ વધ્યા ત્યાં અમારા ઘરવિહોણા પરિવારો બેહાલ સ્થિતિમાં રહેતા હતા.
35થી વધુ પરિવારોના ત્યાં ઝૂંપડાં. દર ચોમાસે જ્યારે વરસાદ ખુબ પડે ત્યારે નગરપાલિકામાંથી હર્ષદભાઈ પર ફોન આવે ને પંકજસોસાયટીમાં રહેતા આ પરિવારોને આશ્રયઘરમાં મોકલી દેવાનું કહેવામાં આવે. ત્યારે પ્રશ્ન તેમને કાયમી રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાની દિશામાં કામ કેમ નથી થતું એ થાય.
અમે આ પરિવારોને કાયમી રહેણાંક અર્થે પ્લોટ ફાળવવા દરખાસ્ત કરી દીધી છે. બસ જોવાનું એમને ક્યારે પ્લોટ મળે તે છે.
આ વસાહતની બાજુમાં રેલવે જંકશન. મોટાભાગના પરિવારો રાત્રે સુવા જંકશન પર જાય. મૂળ વસાહતમાં મચ્છનું સામ્રાજ્ય ઘણું.. ચોમાસામાં તો હાલત જ ખરાબ થાય એટલે કાં તો આશ્રયઘર અથવા જંક્શન એમનું ઘર બને.
આવા ઘરવિહોણા પરિવારોને ઘર આપવાની નેમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લીધી છે. બસ એમની નેમ પૂરી થાય એ માટેય આ પરિવારોને સત્વરે પ્લોટ આપવામાં આવે તેમ ઈચ્છીયે. સાથે ખરેખર તેમની સોસાયટી પંકજ સોસાયટી જેવી બને તેમ પણ ઈચ્છીએ..
હર્ષદ જેવા કાર્યકરો અમારી સાથે છે એનું ગૌરવ. આવા પરિવારોને શોધી કાઢવાનું આ બધા જ કરે..
#MittalPatel #vssm #nomadictribes #HomeForHomeless Narendra Modi #surendranagar #Gujarat
Mittal Patel meets Bavri families of Surendranagar |
Mittal Patel meets Bavri families of Surendranagar |
The current living condition of nomadic families |
The current living condition of nomadic families |
No comments:
Post a Comment