Mittal Patel meets Raghav and his father at VSSM's office |
Raghav, is one of the many names of Lord Rama.
Little Raghav recently came to our office with a mask covering his face and an IV cannula tucked in one of his arms.
“How are you?” I asked him as he came and quietly sat down on the chair opposite me. Raghav was with his father Rameshbhai.
“I am ok!” he replied with a smile.
Raghav belongs to a village near Rajasthan’s Jodhpur; the name of the village got missed in the conversation.
Seven years old Raghav has blood cancer; unfortunately, cancer reappeared after it was treated once. It seems like the disease has gotten to like the host body.
Rameshbhai is a marginal farmer, and the treatment which has been going on since 2019 has required them to sell the little jewelry his wife owned. The family is financially and physically exhausted by the frequent rounds of Civil Hospital.
The Ahmedabad Civil Hospital attracts a lot of interstate cancer patients for its excellent facilities, but Raghav’s treatment could not be free of cost because the health card from Rajasthan or any other state does not work here.
I have a question and request for the government; can’t we make these government-issued health cards work across India? Low-income families fighting major diseases like cancer need support from the government because the cost of treatment is backbreaking, and the goodwill Ahmedabad civil hospital has in cancer treatment makes it an obvious choice.
“We will keep our faith alive until Raghav is alive; we cannot leave him to his fate and do nothing!” Rameshbhai shared with tears in his eyes and a heavy heart. He has been requesting support from anyone and everyone to help his son fight cancer. Raghav is a brave boy, giving the disease a fight with a smile on his face. At present, he is undergoing chemotherapy.
I couldn’t agree more; the disease has taken away life from the family. VSSM has provided support, but he needs more aid. If you all choose to support we can save Raghav; please call on 9099936013 or GPay on 9909049893
You have supported Sejal, whose treatment is well underway, I request you to do the same for Raghav!
રાઘવ.. નામ બોલીયે ને ભગવાન રામનું સ્મરણ થઈ જાય.
આજે નાનકડો રાઘવ અમારી ઓફીસ પર આવ્યો. હાથમાં સીરીંજ લગાડેલી. મોંઢા પર માસ્ક પહેરેલું. એના પિતા રાજેશભાઈ સાથે આવીને ચુપચાપ મારી સામેની ખુરસીમાં બેસી ગયો. મે પુછ્યું. કૈસે હો આપ?
તો હસીને મોંઢુ નીચુ રાખીને ઠીક હું.. એવું બોલી નાખ્યું.
એ રાજસ્થાનના જોધપુર બાજુનો. ગામનું નામ એના પપ્પાએ કહ્યું પણ મને કાંઈ એ બહુ યાદ ન રહ્યું.
આ રાઘવ સાત વર્ષનો એને બ્લડ કેન્સર થયું છે. એક વખત મટ્યા પછી પાછો ઉથલો.. કેન્સરને જાણે એનું શરીર ગમી ગયું. પણ આવો નિવાસ યોગ્ય નહીં..
રાજેશભાઈ સીમાંત ખેડૂત 2019થી સિવીલના ધક્કા ખાય એ થાક્યા છે. વાત કરતા કરતા રડી પડ્યા. પત્નીના ઘરેણાં વેચાઈ ગયા. હવે તો હાથે પગે આવી ગયો.
મૂળ રાજસ્થાનના દર્દીઓની સારવાર સિવીલમાં વિનામુલ્યે ન થાય. આરોગ્ય કાર્ડ તેમની પાસે ગુજરાતનું જોઈએ. રાજસ્થાન સરકાર મફત સારવાર માટે તેમનું કાર્ડ ચલાવે પણ ત્યાં કેન્સર માટે અમદાવાદ સીવીલ જેવી સુવિધા નથી.
રાજસ્થાનના ઘણા પેશન્ટની આ સ્થિતિ જોવું છું. સરકારને એક વિનંતી કરવી છે. એક કાર્ડ આખા દેશના નાગરિકો માટે ન કરી શકાય? કેન્સર જેવી બિમારી માણસને માનસીકની સાથે સાથે શારિરીક રીતે પણ ખતમ કરી નાખે ત્યારે સરકારનો ટેકો જરૃરી. વળી કેન્સરની ઉત્તમ સારવાર અમદાવાદમાં થાય એટલે જ જુદા જુદા રાજ્યના પેશન્ટ પણ અમદાવાદ સિવીલમાં સારવાર માટે આવે. પણ ખર્ચમાં એ બધા થાકી જાય.
રાઘવ હિંમતવાળો દીકરો. કેટલી પીડા એ સહે.. હાલ એની કીમોથેરાપી ચાલી રહી છે. એના પિતા કોઈ મદદ કરે તે માટે અહીં ત્યાં ભટકે. એ કહે, બચ્ચા જબ તક જિંદા હૈ તબ તક ઉમ્મીદ ભી કાયમ હૈ. હમ એસે ઈલાજ કરાયે બગરે ઉસે અપને હાલ પે છોડ નહીં સકતે..
એમની વાત સાચી.. એ જિંદાદીલ માણસ છે. પણ હવે થાક્યા છે. અમે એમને રાઘવની સારવારમાં મદદ કરી પણ એમને વધારે મદદની જરૃર છે.તમે સૌ સાથે આવો તો એ સાજો થઈ શકે એમ છે. મદદ માટે 90999-36013 પર વાત કરી શકાય. અથવા 99090-49893 પર GPay કરી શકાય.
અને હા તમે પહેલાં સેજલની સારવારમાં મદદ કરેલી એની સારવાર સરસ ચાલી રહી છે. બસ રાઘવ માટે પણ મદદ કરવા વિનંતી.
#mittalpatel #vssm
Mittal Patel with Raghav who is suffering from blood cancer |
No comments:
Post a Comment