Shri Jaybhai Goswami Block Development Officer invites Mittal Patel to see Ba in person and provide her monthly ration kit under our mavjat initiative |
“Saheb, I have heard government gives aid to needy individuals. I am destitute and have been staying in Vav for years, but I have received nothing. My neighbors take care of me, I cannot live without tea, and I have no money to buy tea. If I can get some money, I can at least have a cup of tea!”
This very humble Ba did not hold back from sharing her concerns before a government official. It was first time I had witnessed someone requesting government aid for tea. The atmosphere in the office became jovial on hearing this unique request from Ba. The officer in charge is also a very kind-hearted gentleman.
“We will make sure you begin to receive the pension,” the officer ensured with a smile. “But in the meantime, take this, and if you run short, please come and take more from me until I am here!” he tells Ba while handing her Rs 1000 from his wallet.
The above episode occurred in Block Development Officer Shri Jay Goswami’s office in Banaskantha’s Vav. The communities who visit his office know him as a. very empathetic officer; hence, they feel a sense of right on him.
I travel a lot across these villages and interact with the communities. People don’t like officials who act as Sahebs, but prefer to open up and share their heartfelt concerns with officers who blend with them easily. A proper leader/officer can identify the pulse of the people and become one of them.
Jaybhai is one of those rare officials who also makes a regular donation to VSSM.
Jaybhai made sure Ba’s form for elderly pension was filled and called up VSSM’s Naranbhai to recommend sending a monthly ration kit to Ba under our Mavjat initiative. Incidentally, we were in the region then, so upon his invitation to see Ba in person, we reached his office.
Ba was feeling immensely grateful for the administrative promptness in resolving her issues. Jaybhai also offered Ba a chair, but she kept her distance.
It is always a pleasure to meet such officials; we wish our ear we want to Jaybhai all the very best, and may his good deeds and compassion take him to great heights.
"સાહેબ સરકાર ઘરડા માવીતરોન પૈસા આલ્.. પણ મન તો કોય મલતુ નહીં. મુ નિરાધાર સુ. ઓય વાવમાં વરસોથી રહુ. અતાર લગી હેડે જતું. મોણસો હાસવય ખરા પણ મન ચા વના નહીં ચાલતું, પણ ચા પીવા પૈસા નહીં. મન સા(સહાય) મલ તો ચા - બા પી હકુ..."
માજી શબ્દોની જરાય ચોરી વગર મનમાં જે હતું એ એક અધિકારી આગળ કહી રહ્યા હતા. વળી ચા માટે સરકારી સહાય માંગવા આવ્યા હોય એવો કિસ્સો મેય પહેલીવાર જોયો.. જરા રમૂજ પડે એવું હતું પણ પેટછુટી વાત એ જે અધિકારીને કહી રહ્યા હતા એ છે પાછા એકદમ ઋજુ હૃદયના.
અધિકારીએ વાત સાંભળી મર્માળુ હસતા કહ્યું. "તમને પેન્શન મળે એવું તો કરી જ દઉશું માડી. પણ આ લ્યો" એમ કહીને એમણે એમના પોકેટમાંથી હજાર કાઢીને બાને ચા માટે આપ્યા. ને પાછુ કહી દીધું, "ખુટે તો હું જ્યાં હુદી અહીંયા છુ ન્યાં લગી મારી પાસેથી લઈ જવા.."
વાત છે બનાસકાંઠાના વાવની.. તાલુકા વિકાસ અધિકારી તરીકે જય ગોસ્વામી ત્યાં ફરજ બજાવે.. એકદમ લાગણીવાળા વ્યક્તિ.. એટલે જ કચેરીમાં આમ પોતાની મૂંઝવણ સાથે થોડા હકપૂર્વક લોકો આવી શકે.
હું ગામોમાં ખુબ ફરુ.. લોકો સાથે વાતો ઘણી થાય. દરેક વ્યક્તિને અધિકારી કે નેતા પોતાના જેવા એમનામાં ભળી જાય એવા ગમે.. પેલા સાહેબ થઈને આવે એ એમને બહુ રૃચતા નથી.. પ્રજાની નાડી પારખી પ્રજાની વચ્ચે એમનામય થઈ જાય એ સાચ્ચો અધિકારી કે નેતા..
જયભાઈ તો અમને નિયમીત નાનુ મોટુ અનુદાન પણ મોકલે.. આવા અધિકારી બહુ જુજ...
આ માડી કચેરીમાં આવ્યા એમણે વૃદ્ધ પેન્શનનું ફોર્મ તો ભરાવ્યું. સાથે અમારા એ વિસ્તારના કાર્યકર નારણભાઈને ફોન કરીને. આ બાને તમે તમારા માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને રાશકીટ આપો તો એમને સારુ રહે એવું કહેતા ફોન પણ કર્યો. યોગાનુયોગ એ વખતે એમના જ વિસ્તારમાં જ અમે ફરી રહ્યા હતા. એમણે બાને રૃબરૃ મળવા નિમંત્રણ આપ્યું ને અમે કચેરીએ પહોંચ્યા.
બા તો આવું ચપટીમાં કામ થાય એ વાતથી જ ધન્યતા અનુભવતા હતા. જયભાઈએ આગ્રહ કર્યો કે માડી ખુરશીમાં બેસો પણ એમણે એક જુદો મલાજો રાખ્યો...
આવા અધિકારીઓને જોઈને રાજી થવાય... પ્રિય જયભાઈ કુદરત તમારા હસ્તે ઘણા શુભકાર્યો કરાવે ને પ્રજાલક્ષી કાર્યોમાં તમે એક ઊંચાઈ પર પહોંચો તેવી શુભભાવના...
No comments:
Post a Comment