Mittal Patel talks with Dhirajben and others regarding Pintuben and her siblings |
We were visiting Dholka’s Badarkha to meet Pintuben and her two brothers. However, we could not overlook the condition of the entire settlement. The families here have been living in hutments on government land for many years. After making several appeals, they have been looking forward to receiving residential plots from the government, but this hasn’t moved in their favor. According to them, monsoons in the settlement are incredibly challenging.
VSSM has also been engaging with concerned authorities on allotting land to these families. We are hopeful that very soon, they will receive land.
Pintuben and her brothers are mentally challenged. The siblings have been looked after by their eldest brother and people in the neighborhood. However, since everyone in the neighborhood work as manual labor, sometimes timely meals become a challenge.
After understanding the living condition of these siblings, we discussed the way forward with the families in the settlement. The recommendation was to provide meals to the three.
Since the siblings cannot cook for themselves, we requested Dhirajbahen, a resident of the same village to send them a daily tiffin. However, the entire effort of cooking and bringing food to their doorstep is time-consuming, which VSSM was not going to compensate fully. ‘We don’t do any charity; this is our way of helping others!” Dhirajbahen’s husband opined.
The village folks took good care of Pintubahen and her brothers. The hut she calls home was replaced by a lovely house constructed by the good samaritans of the village.
It also took a lot of effort to find one of the missing brothers. However, it is not just the village; the neighborhood is equally compassionate. Usually, I get told to send such exceptional cases to an Ashram, but when I recommended the same here, the entire neighborhood refused to let them go. “Who will look after them in such a facilitiy? Here at least, we can keep an eye on them,” was the collective response. Such instances cheer us up and keep our trust in humanity alive.
ધોળકાનું #બદરખા.. આમ તો અમે પિન્ટુબેન અને એમના બે ભાઈઓને મળવા ગયેલા. પણ ત્યાં પહોંચ્યા પછી આખી વસાહતની સ્થિતિ જોઈ.
સરકારી જમીન પર કાચા- પાકા મકાન કરીને આ પરિવારો વર્ષોથી રહે. એમને પોતાની જગ્યા મળે એની ઘણી હોંશ. એ માટે રજૂઆત પણ કરી પણ મેળ પડે નહીં. વસાહતના લોકોના કહેવા પ્રમાણે ચોમાસામાં ઘણી મુશ્કેલી પડે.
આવા પરિવારોને પોતાની જગ્યા મળે તે માટે અમે પ્રયત્નો કરીએ. અને એ માટે રજૂઆત પણ કરી છે. આગળના દિવસોમાં એ દિશામાં નક્કર કામ થશે તેવી આશા છે.
ખેર પિન્ટુબેન ને એમના બે ભાઈ માનસીક રીતે વિકલાંગ. એમના મોટાભાઈ અને શેરીના સૌ એમની કાળજી કરે. પણ શેરીમાં સૌ મજૂરી પર નભવાવાળા. આવામાં ક્યારેક ટાણુ સચવાય ન સચવાય. અમને આ ત્રણે ભાઈ બહેનની સ્થિતિનો ખ્યાલ આવ્યો.વસાહતના લોકો સાથે શું કરવું તે અંગે વાત થઈ. સૌએ એમને બે ટંક જમવાનું આપવાની વાત કરી.
ત્રણે ભાઈ બહેનની સ્થિતિ એવી કે જાતે રાંધી ન શકે. અમે ગામના ધીરજબહેનને કહ્યું ને એમણે ત્રણે ભાઈ બહેનનું ટીફીન બનાવી આપવાનું સ્વીકાર્યું. આમ તો ટીફીન રોજ ઘરે પહોંચાડવું એ કાંઈ સહેલું નહીં વળી અમે કાંઈ બહુ મોટુ વળતર પણ ન આપીયે. પણ ધીરજબહેનના પતિ કહે, આપણાથી આમ સેવા નથી. આ બહાને આપણે સેવા ગામના લોકો પણ એમને સરસ સાચવે. પિન્ટુબહેન જ્યાં રહેતા તે છાપરુ જેમાં ટાઢ, તડકો વરસાદ ન રોકાય. તે ગામના એક મિત્ર મંડળે ભેગા મળીને સરસ ઘર બનાવી આપ્યું.
એક ભાઈ ખોવાઈ ગયો તો ગામે ભારે જહેમત ઉઠાવી એને શોધી કાઢ્યો. ગામની સાથે શેરીના લોકો પણ એવા જ. ઘણા લોકો મને કહે, માનસીક અવસ્થા જેની નબળી પડી હોય તેમને આશ્રમમાં મુકી દો. ત્યાં એ સચવાય. મે અહીંયા આ ત્રણે ભાઈ બહેનને આશ્રમમાં મુકવા કહ્યું તો શેરીના લોકોએ ના પાડી. એમણે કહ્યું, અહીંયા અમારી સામે હોય તો અમે થોડું ઘણું ધ્યાન આપી શકીએ. પણ ત્યાં તો એમનું કોણ?
એકદમ સરસ ભાવથી એમણે આ કહ્યું. આ માનવતા. આ બધુ જોવું, સાંભળુ ત્યારે રાજી થવાય.
#MittalPatel #vssm #nomadictribes #humanity
Mittal Patel meets Pintuben |
The current living condition of nomadic families |
The current living condition of nomadic families |
No comments:
Post a Comment