Thursday, January 12, 2023

VSSM becomes instrumental in reaching to these poorest of poor families ...

Mittal Patel talks with Kuvarjikaka

“Didi, we have requested them numerous times to come to the office, but they are not listening!”

VSSM’s Hiren and Madhubahen complained about the nomadic families of Dholka’s Chaloda village.

Kuvarjikaka stays in Chaloda settlement; he is a destitute elderly and receives a monthly ration kit from VSSM. Hiren often asks anyone to come and collect ration kit on their way to the settlement, yet no one would turn up despite Kuvarjikaka being their relative.

Ten families stay very far from the village; five have land allotted to them, and the rest don’t. All ten families have ration cards, but only 3-4 receive PDS ration.

If these families have documents like caste certificates and income proof, they can file applications for plots, and those who already have plots can file for house construction assistance. But all these processes can be completed only if they visit the office.

I met these families recently. “Why would we do that?” I questioned, to which none of them had any reply. But all of them promised to bring themselves anywhere Madhubahen and  Hirenbhai would call. Connecting the needy to government policies is at the core of VSSM’s activities.

After speaking to the families, I sat down to talk with Kuvarjikaka. “If we had listened to whatever you had said, we would have had a pucca house to stay in!” Currently, he lives in a hut that does not protect him from natural elements. The ration kit has relieved him from the worry of meals; he can at least cook and feed himself. “When this ration kit was unavailable, even if I was unwell I had to find work every day. The body is tired. I cannot work. The ration kit is sufficient to see through the month.” Kaka shared. 

Listening to such honest feedback makes all the effort worthwhile. I hope we reach more such people in need. You, too, can choose to help such elders.

'દીદી કેટલી વાર આ બધાને કચેરીએ આવવા કહ્યું પણ આવતા જ નથી...'અમારા હિરેન અને મધુબહેને ધોળકાના ચલોડાગામમાં રહેતા અમારા વિચરતી જાતિના પરિવારોની ફરિયાદ કરતા કહ્યું. 

વસાહતમાં કુંવરજીકાકા રહે. નિરાધાર એમને અમે દર મહિને રાશન આપીયે. ઘણી વખત હિરેન વસાહતમાંથી કોઈને રાશન લેવા બોલાવે તોય એ લોકો ન આવે. આમ તો કુંવરજી કાકા આ બધાના સગા છતાં..

લગભગ 10 પરિવારો ગામથી ઘણા છેેટે રહે. તેમાંના પાંચ પાસે જે જગ્યા પર રહે તેની આકારણી ખરી જ્યારે બાકીના પાસે નહીં. રાશનકાર્ડનું પણ એવું દસે પાસે કાર્ડ ખરા પણ અનાજ ત્રણ ચારને જ મળે. 

જાતિપ્રમાણપત્ર, આવકનો દાખલો નીકળે તો જેમની પાસે પ્લોટ નથી તેમની પ્લોટ માટે અરજી થાય. ને આકારણી છે તેમના ઘર બાંધવા સહાય માટે અરજી કરી શકાય. પણ એ માટે એમને કચેરીયે આવવું પડે. 

બસ હમણાં આ પરિવારો પાસે જવાનું થયું ને આવું શું કામ કરીએ એ પુછ્યું. પણ જવાબ કોઈ પાસે નહોતો. પણ બધાએ વચન આપ્યું હવે મધુબહેન, હિરેન જ્યાં બોલાવશે ત્યાં જશુંનું...

આ અમારુ ખરુ કામ જરૃરિયાતવાળાને શોધી તેમને સરકાર સુધી પહોંચાડવાનું..

વસાહતના લોકો સાથે રામાયણ કરીને કુંવરજીકાકા સાથે બેઠી એમણે કહ્યું, તમે જે ક્યો એ બધુ પેલણથી હમજી ગ્યા હોત તો મારી પાહે મારુ ઘર હોત. એ હાલ છાપરાંમાં રહે. જેમાં ટાઢ, તડકો, વરસાદ ત્રણેયમાં તકલીફ પડે. પણ એમને અમારા રાશનથી રાહત છે. એ જાતે બનાવીને ખાઈ લે. કાકા કહે, આ રાશન નહોતું મળતું ત્યારે કામ થાય કે ન થાય ગામમાં હલો કરવા, ભેંસો ચરાવવા જતો.. પણ હવે શરીર થાક્યુ ક્યાંય ન જવું તો પણ ચાલે.. તમે આપો એમાં આરામથી મહિનો થઈ રહે..

સાંભળીને સારુ લાગ્યું... બસ આવા પરિવારોને મદદ કરીએ.. તમે પણ અમારા આ કાર્યમાં મદદરૃપ થઈ શકો...

બાકી કુદરત સૌનું ભલે કરે તેવી શુભભાવના...

#MittalPatel #vssm #mavjat #housing #humanrights #house

The current living condition of nomadic families


The current living condition of nomadic families

The current living condition of nomadic families

The Current living condition of nomadic families

Chaloda Nomadic Settlement

Chaloda Nomadic Settlement

  Mittal  Patel talks with Kuvarjikaka

Mittal Patel with Kuvarjikaka


No comments:

Post a Comment