Thursday, January 05, 2023

We are grateful to the government and administration for allotting plots to these homeless families...

Mittal Patel meets nomadic families of Viramgaam

“It is believed the cat moves her kittens to 7 different homes, but our fate is worse than a kitten’s! We don’t even remember how often we have been compelled to move our house with bags and baggage. Life has been a constant struggle.”

Four years ago, the Bajaniya families living near Viramgam’s  Hansalpur crossroads had shared while narrating their apathy. Subsequently, we helped these families acquire their identity documents and made appeals from the collector’s office to that of the Chief Minister seeking a permanent resolution to issues relating to housing.

After a long wait and numerous rounds to the concerned offices, residential plots for the Bajaniya, Nat, Dafer, Saraniya, Vanzara families have been earmarked. The allotment of plots will also happen shortly.

Many families feared going to the allotted plots; hence, a meeting was arranged to inform and educate them about the developments. Finally, they did understand and agreed to move to the to-be-allotted plots. Amongst them, I liked Shakriba the most. At 65, she possessed an excellent spirit “I am ready to move to any place I am allotted land. Unfortunately, 4 of my peers passed away while waiting for their own houses; I wonder if they have been able to rest in peace! I do not want to suffer a similar fate.”

The Nat also feel whatever government allots is gold; in fact, after clearing their apprehensions, everyone believed the land they receive was worth gold. So I hope it helps everyone settle down nicely.

If they move to their own land, they will not have to fear encroachment drives; their children will be able to receive continuous education and much more.

We are grateful to the government and administration for allotting plots to these homeless families. And a special mention to the hard work and efforts of our team members  Madhubahen and Hiren for their constant follow-ups; it was their efforts of collecting the documents to filing applications that made the acquiring of plots possible. It is an honor to have such hardworking team members.

 "કહે છે કે બિલાડી બચ્ચાને જન્મ આપ્યા પછી સાત ઘરે ફરે...  પણ અમે તો જનમ્યા પછી કોણ જાણે કેટલી જગ્યા બદલીએ. આજે અહીંયા તો કાલે ક્યાંક બીજે.. કેટલીવાર છાપરાં પણ તુટે.. બહુ મુશ્કેલ જીંદગી.."

વિરમગામ હાંસલપુર ચોકડી પાસે રહેતા બજાણિયા પરિવારોએ ચાર વર્ષ પહેલાં આ કહેલું. એ પછી આ પરિવારોના ઓળખના આધારો અમે કઢાવ્યા ને કાયમી ધોરણે રહેવાની મુશ્કેલીનું નિવારણ આવે તે માટે મુખ્યમંત્રી શ્રીથી લઈને કલેક્ટર શ્રીને લખ્યું.

ઘણી લાંબી માથા કૂટો, ધક્કા પછી છેક હમણાં વિરમગામના બજાણિયા ઉપરાંત, નટ, ડફેર, સરાણિયા, વણઝારા વગેરે પરિવારોના પ્લોટની જગ્યા નીમ કરવામાં આવી. બસ ટૂંક સમયમાં આ પરિવારોને પ્લોટ પણ ફળવાશે. કેટલાક પરિવારો જ્યાં જગ્યા મળી ત્યાં જવામાં ગભરાતા હતા આથી આ બધા સાથે ક્રમશઃ બેઠક કરી એમને સમજાવ્યા. 

આખરે બધા જ સહમત થયા. મને આ બધામાં એક શકરીબા બહુ ગમ્યા. એમણે કહ્યું, 'મને તો ક્યાંય પણ જગ્યા આપે લેવામાં કશો વાંધો નથી. મારી સાથેના ચાર જણા પોતાની જગ્યા, પોતાનું ઘરનું રટણ કરતા કરતા ગયા. જીવ અધૂરો રહ્યો હશે એમનો. પણ મારુ તો જીવતે જીવત થઈ જશે.'

 શકરીબા 65 થી વધુના પણ જુસ્સો જબરો..નટ સમાજને પણ સરકાર જે આપે તે સોનાનું એમ લાગે... જો કે હવે બધા સોનાનું માને. મૂળ જે બાબતને લઈને ભય હતો એ દૂર થયો માટે. 

બસ સૌ ઠરી ઠામ થાય. 

પોતાની જગ્યા મળે તો કોઈ કાઢી મુકશેનો ભય નહીં રહે. બાળકો ભણશે ને બીજુય ઘણું થશે... આ ઘરવિહોણા પરિવારોને પ્લોટ આપવાનું કરનાર સરકાર, કલેક્ટર શ્રી તેમજ વહીવટીતંત્રના અમે આભારી છીએ.અમારા કાર્યકર મધુબહેન અને હીરેન આમાં સખત દોડે.. બેઉની મહેનતથી આ પરિવારોના ડોક્યુમેન્ટ ભેગા કરી દરખાસ્ત પૂર્ણ કરી શક્યા. આવા સંનિષ્ઠ કાર્યકરો સાથે હોવાનું ગૌરવ...

#MittalPatel #vssm #comunity #nomadic #nomadicstateofmind #nomadicfamily #nomadiclife



Mittal Patel and our VSSM Co-ordinator Madhuben who 
works for these families

Mittal Patel conducted meeting to inform and
educate them about the developments.

Mittal Patel meets nomadic families 

 Residential plots for the Bajaniya, Nat, Dafer, Saraniya,
Vanzara families have been earmarked

The current living condition of nomadic families

Mittal Patel with Shakriba


No comments:

Post a Comment