Thursday, November 24, 2022

The ration kit has brought much-needed cheer into Ramila Ma’s life...

Mittal Patel meets Ramila Ba during her visit to Kheda

The joy of bringing a smile to someone’s face will always remain one of that matchless moments.

Ramila Ba lives in  Kheda’s Bamroli village in a small hut she calls home. Ramila Ba suffers from leprosy, so finding work is a challenge; her son is mentally unstable, so the responsibility of Ramila Ba still needs to worry about bringing food to the plate.

It has been many years since Ramila Ba’s husband passed away, yet she hasn’t received any benefit under the government’s widow pension scheme. Moreover, Ramila Ma has lost her fingers to leprosy, so getting the fingerprints scanned for biometric verification is impossible. As a result, her ration card has also fallen silent.

The pain and anguish individuals like Ramila Ma tackle on a daily basis can be comprehended only by meeting them, yet they have no complaints in life. So VSSM’s Rajnnibhai recommended Ramila Ma for a monthly ration kit so that she doesn’t have to live at the mercy of others.  

The Maavjat initiative has continued to receive your encouragement since its beginning. And the growing support helps us reach individuals like Ramila Ma. Along with the assurance of a meal, the ration kit has brought much-needed cheer into Ramila Ma’s life.

Ramila Ma came to meet me and express her gratitude when I was in Kheda recently. It gets me thinking if it is me they should be thanking!

The wise old Devu Ma once mentioned that the almighty sends the right person to the place they need at the right time. And I believe in her wise words.

VSSM will take the matter of activating the ration card and linking her to a widow pension with the respective authorities. The district collector of Kheda Shir Bachani saheb is compassionate towards the needs of these low-income families.

But for now, the ration kit has brought well-being to Ramila Ma; her toothless grin reveals the joy.

Our gratitude to all of you for the support you provide; it helps us bring food and care to more than 370 needy elderly.

કોઈના મોંઢા પર સ્મીત લાવવામાં નિમિત્ત બનવું એનું સુખ કેટલું મોટુ?આ ફોટોમાં દેખાય એ રમીલાબા. ખેડાના વસૌના બામરોલીમાં કોઈની જગ્યામાં છાપરુ કરીને રહે. 

એમને રક્તપીતની બિમારી. એટલે ખાસ કોઈ કામે ન બોલાવે. દિકરો છે પણ એ માનસીક વિકલાંગ. આવામાં રમીલાબા હખેડખે પોતાનું ગાડુ ગબડાવે. 

એમના પતિ ગુજરે ગયે ઘણો સમય થયો પણ તેમને વિધવા સહાય મળતી નથી. મૂળ તેમનું આધારકાર્ડ નથી નીકળતું અમે એ નીકળે એ માટે કોશીશ કરીએ છીએ પણ તેમના આંગળા રક્તપીતની તકલીફના કારણે ખવાઈ ગયા છે. રાશનકાર્ડ અંગૂઠાની છાપ ન આવવાના કારણે સાયલન્ટ થઈ ગયું છે. સાયલન્ટ કેવો શબ્દ છે નહીં?

કેવી તકલીફમાં લોકો જીવે છે એ જ્યારે આવા સ્નેહીજનોને મળીએ ત્યારે સમજાય છતાંય તેમને ફરિયાદ નથી.. રમીલાબાની સ્થિતિ જોઈને અમારા કાર્યકર રજનીભાઈએ તેમને દર મહિને રાશનકીટ આપવા કહ્યું જેથી તેમને કોઈની ઓશિયાળી ન રહે. 

તમે સૌ આ કાર્યમાં મદદ કરો તે રમીલાબાને રાશન આપવાનું તો કરવું જ પડે ને? એ કર્યું પણ ખરુ... રમીલાબા આ વાતથીયે ઘણા રાજી.ખેડા ગઈ ત્યારે એ ખાસ મળવા આવ્યા. આભાર વ્યક્ત કર્યો. ક્યારેક થાય ખરેખર આ આભારની હું હકદાર ખરી? 

અમારા દેવુ માએ કહેલું એમ, જ્યારે જેની જરૃર પડે ત્યારે કુદરત એને એ જગ્યા પર મોકલી દે. બસ આ વાત મારા ખ્યાલથી સાચી..

રમીલાબાને ઝડપથી વિધવા સહાય ને એમનું રેશનકાર્ડ બોલતું એટલે કે અનાજ આપતુ થઈ જાય એવું એ માટે કલેક્ટર શ્રીને રજૂઆત કરીશું. કલેક્ટર શ્રી બાચાણી સાહેબ ખૂબ ભલા એ કાર્ય પાર પાડશે તેવી આશા છે. 

પણ રમીલાબાને આપણી રાશનકીટથીયે સાતા છે.. તેમના બોખલા મોંઢાનું સ્મીત એ દર્શાવે છે.  

આપ સૌનો આભાર તમે સૌ સાથે છો એટલે આવા 370 થી વધુ માવતરોને દર મહિને રાશન પહોંચાડી શકીયે છીએ એ માટે આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા...

#MittalPatel #vssm #માવજત




No comments:

Post a Comment