Tuesday, November 22, 2022

VSSM provides financial and logistics support under the Sanjivani Arogya Setu initiative to Durgadevi ...

Durgadevi and Galbaram meets Mittal Patel at VSSM's
office

Durgadevi is just 26  years old, and at such a young age, she navigates through a deluge of issues.

Durgadevi's battle with cervical cancer has left her mentally and physically tired. While her husband Galbaram works as an electrician, she takes up tailoring and taking care of their 5-year-old son. The couple hails from the same village in Rajasthan. Soon after Durgadevi was diagnosed with cancer, her treatment began at a private hospital. But treating cancer in a private hospital is an expensive affair. The couple was drained of their savings within a few months of treatment. Finally, they had no choice but to move to Civil Hospital. However, to benefit from free treatment in Civil, one needs to be a resident of Gujarat, which this family was not. Hence, they continued to spend money on the treatment, and the debt kept mounting.

VSSM, with the support from respected Krishnakant Mehta and Dr. Indira Mehta, provides financial and logistics support under the Sanjivani Arogya Setu initiative to impoverished families tackling medical emergencies. Our dynamic Kiran manages the program and met Durgadevi and  Galbaram at the Civil hospital premises. After listening to their woes, he brought the couple to our office.

"Won't your family help you under such circumstances?" I very naturally asked during the conversation. Over the years, we have learned that if the family members understand enough, they do help; otherwise, most look the other way during such difficult times.

Tears rolled out of Durgadevi's eyes on listening to my question.

"I have no one except him!" she said softly, looking at Galbaram.

"Parents?"

"They have ended their relationship  with me!"

The couple married out of love, against the will of their families. Living in the same village was a little awkward. Hence they arrived in Gandhinagar and began their life afresh. They were building their life together and had a son soon, but the ties with the family continued to remain strained, and their world shattered after Durgadevi was diagnosed with cancer. She is constantly worried about her son's future if anything were to happen to her. The cancer treatment has financially ruined the family,  Galbaram has incurred debt to meet the medical expenses.

We provided them with some financial support and a prayer to the almighty to bring peace and well-being to this family.

દુર્ગાદેવી છવ્વીસ જ વર્ષના. આટલી નાની ઉંમરે તેમના માથે આભ ફાટ્યું. 

સર્વાઈલ કેન્સરથી એ પીડાય. માનસીક અને શારીરિક રીતે એ થાકી ગયેલા. પતિ ગલબારામ ઈલેકટ્રીશય તરીકે કામ કરે. જ્યારે પોતે પોતાના પાંચ વર્ષના દીકરાને સંભાળતા સંભાળતા સિલાઈ કામ કરે. બેઉ વતની રાજસ્થાનના ને વળી પાછા એક ગામના. દુર્ગાદેવીની બિમારીની ખબર પડી એટલે ખાનગી દવાખાનામાં સારવાર શરૃ થઈ. પણ આ બિમારી તો ભંડાર ખાલી કરી નાખે એવી. આખરે બેઉ થાક્યા ને સિવીલમાં આવ્યા. સિવીલમાં સારવાર ફ્રીમાં થાય પણ આ પરિવારો પાસે ગુજરાતના પુરાવા નહીં ને રાજસ્થાનના દર્દીની સારવાર વિનામુલ્યે થાય નહીં.આમ પૈસાની પણ સતત ખેંચ રહે જેના લીધે માથે દેવું થઈ ગયું.

સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત અમે ગંભીર બિમારથી પીડાતા વ્યક્તિઓને મદદ કરીએ. આદરણીય ક્રિષ્ણકાંત મહેતા તેમજ ઈન્દિરા મહેતા આ કાર્યમાં આર્થિક મદદ કરે. આ કાર્યક્રમ અમારો કિરણ સંભાળે. તે એક દિવસ સિવીલ હોસ્પીટલમાં કિરણને આ બઉ મળી ગયા અને તકલીફોની વાત કરી. 

કિરણ જ્યારે આ બેઉને ઓફીસ લઈ આવ્યો ત્યારે પ્રથમ સવાલ તમારા પરિવારજનો મદદ કરે કે નહીં તે અનાયાસે પુછાઈ ગયો. આમ પણ આવા કિસ્સામાં પરિવારજનો જો સારા હોય તો મદદ કરે બાકી આ ટાણે જ પારકા પોતાનાનો વધારે ખ્યાલ આવે. પણ મારા આ સવાલ સામે દુર્ગાદેવીની આંખોમાં પાણી આવી ગયા. પછી ધીમા અવાજે ગલબારામ સામે જોઈને કહ્યું, 'આ દુનિયામાં આમના સિવાય મારુ કોઈ નહીં.''મા-બાપ નથી?'

'છે પણ એમણે સંબંધ કાપી નાખ્યો.'દર્ગાદેવીએ પ્રેમલગ્ન કર્યા એ પણ પરિવારની વિરુદ્ધ જઈને બસ એ પરિવારજનોને ન ગમ્યું. એક જ ગામમાં પિયરીયા સામે હોય ને જીવવું મુશ્કેલ બની જાય એટલે બેઉ પિયર છોડી ગાંધીનગર આવી ગયા. ત્યાં ભાડાના ઘરમાં રહીને બેઉ કામ કરવા લાગ્યા. સંસાર સુખેથી ચાલતો. હા વસવસો પિયરીયાનો સાથ નથીનો હતો પણ એ બધુ દીકરો આવે પણ ઠીક ન થયું.

દુર્ગાદેવી સર્વાઈકલ કેન્સરથી પીડાય એમને પોતાને કશું થઈ જશે તો પોતાના પાંચ વર્ષના દિકરાનું શું એ ચિંતા કોરી ખાય છે. જ્યારે આર્થિક રીતે પરિવાર સાવ ખલાસ થઈ ગયો છે. ગલબારામે દુર્ગાદેવીની સારવાર માટે દેવું કર્યું છે. અમે નાનકડો ટેકો આ બેઉને કર્યો. સાથે દુર્ગાદેવીને ઠીક કરવા તેમજ તેમના પીયરિયા તેમને માફ કરીને અપનાવી લે તે માટે કુદરતને પ્રાર્થના.. #mittlpatel #vssm

No comments:

Post a Comment