Thursday, November 24, 2022

We are grateful to the Kheda administration for their sensitive approach towards nomadic families...

Mittal Patel with Madari families of  Kheda

“Many thanks, Saheb, we have been struggling for many years to obtain ration cards and residential plots. At last, a District Collector has paid attention to our needs, and our work is accomplished.” The madari families of Kheda’s  Taiyabpur village were a happy bunch. While most Madari families living in Taiyabpur had received residential plots, a few had been left out. VSSM’s Rajnibbhai had helped them file applications. After Collector Shri Bachani Saheb and DDO Shir Mehul Dave took charge of the Kheda district, they began working on the pending applications.

Thirteen families received plots, while 34 remain due to a lack of support documents. The families do not have ration cards. VSSM has filed applications for these 34 families and other families who did not have ration cards. Consequently, 60 families received ration cards. We are hoping they will soon begin to receive grains too.

Once the elections are over, we will also follow up on the allotment of residential plots.

We are grateful to the Kheda administration for their sensitive approach towards these families; it has helped us accomplish many long pending tasks. Hopefully, with the continued pace, we will achieve the remaining tasks.

 'સાહેબનો ઘણો આભાર.. અમે વર્ષોથી રેશનકાર્ડ અને રહેવા પ્લોટ મળે એ માટે મથતા હતા તે કલેક્ટર સાહેબે અમારી સામે જોયું. અમારુ કામ થયું..'

#ખેડાના #કપડવંજતાલુકાના #તૈયબપુરા ગામમાં રહેતા #મદારી પરિવારોએ હરખ સાથે આ કહ્યું. 

તૈયબપુરામાં રહેતા ઘણા મદારી પરિવારોને રહેવા પ્લોટ મળી ગયેલા પણ કેટલાક પરિવારો બાકી. બાકી રહેલા પરિવારોને પ્લોટ મળે તે માટે અમારા કાર્યકર રજનીભાઈએ અરજી કરેલી. 

કલેક્ટર શ્રી બાચાણી સાહેબે  અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે સાહેબે ખેડાનો કાર્યભાર સંભાળ્યો ને અમારી કરેલી અરજીઓ પર કાર્યવાહી શરૃ થઈ. 

13 પરિવારોને પ્લોટ ફળવાયા. 34 જેટલા પરિવારો હજુ બાકી પણ એમના પુરાવામાં તકલીફો. મૂળ રેશનકાર્ડ એમની પાસે નહીં. અમે આ 34 ને એ સિવાયના કે જેમની પાસે કાર્ડ નહોતા તે પરિવારોની અરજી કરી અને 60થી વધુ પરિવારોને કાર્ડ મળ્યા. હા અનાજ મળવાનું હજુ શરૃ નથી થયું. પણ એ પણ ઝડપથી થશે.  

સાથે બાકી રહેલા પરિવારોને પણ ચૂંટણી પતે પછી પ્લોટ ફળવાય તે માટે અમે પાછી રજૂઆત કરીશું.

પણ ખેડા વહીવટીતંત્રનો ખાસ આભાર એમની લાગણીના લીધે આ બધા કાર્યો સરસ થાય છે.. હજુ કેટલુંક બાકી છે એ બધુ પણ પતે એવી આશા...

#MittalPatel #VSSM #NomadicTribes #Madari



Mittal Patel with the madari families who received their
ration cards

60 nomadic families with their ration cards


No comments:

Post a Comment