Mittal Patel meets Doodhi Ma |
Doodhi (bottle- gourd in English), who must have named her so?
Doodhi Ma did not have the answer to it. However, she remembers being called 'unfortunate' as a child because of her abnormal limbs. Doodhi Ma is differently abled, and her mother's sympathy and care provided a comforting childhood. Still, as she grew up, the family expected her to work and contribute to family's income. So the young and handicapped Doodhi Ma began collecting junk and scrap off the streets.
Doodhi Ma reached marriageable age, but her physical deficiencies proved to be a deterrent to marriage. Suddenly the family receives a marriage proposal from a village near Gondal. The person offered to marry was a married man looking for a partner to give him heirs. If the parents had taken Doodhi Ma's permission, she would have refused the proposal, but her parents wanted to see her married while they were still alive and married off Doodhi Ma.
The married years were peaceful, Doodhi Ma birthed two sons, and just a few days after the second son's birth, her husband asked her to return to her parent's home in Tramba villae of Rajkot. Doodhi Ma argued a lot, but nothing worked; her husband now had the children he wanted, Doodhi Ma was not needed anymore.
Back home, Doodhi Ma's mother took care of her as her brother and sister-in-law wandered in search of livelihood. Both mother-daughter lived in a shanty, and Doodhi Ma collected junk to earn a few rupees at the end of the day. If there were no money coming, she would have to beg for some.
Doodhi Ma aged, her sons too would have grown into young men, but that chapter of her life never opened again.
Today, with her frail health and age, Doodhi Ma cannot walk long carrying the junk bag on her shoulders. So, as her body tires, begging has taken precedence over picking junk.
Pratap living in Tramba's Vansfoda settlement, informed us about Doodhi Ma. VSSM's Kanubhai and Chayaben met her and decided to provide her with the monthly ration kit.
"What would you do if you could not go out to beg?" I asked Doodhi Ma when I recently met her in Tramba.
"What else could I do? I would quell my hunger with water!" she smiled.
I had no words to comfort her. The Mavjat initiative, with the support VSSM's donors provide, brings well-being to hundreds of elders like Doodhi Ma.
If you wish to recommend this initiative to others, please connect them at 9099936013 for further details.
દૂધી કોણે આવું નામ પાડ્યું હશે?
આનો જવાબ દૂઘી મા પાસે નહોતા. પણ નાનપણથી બધા એને બિચારી કહેતા. મૂળ હાથ અને પગ સામાન્ય બાળકો જેવા નહોતા. હમણાં હમણાંથી આવી ક્ષતીવાળા વ્યક્તિઓને દિવ્યાંગ કહેવાનું શરૃ થયું છે. તે એ રીતે દૂધીમા દિવ્યાંગ.
મા લાડ લડાવે. પણ દૂધીમાની ઉંમર થઈ એટલે સૌ દૂધીમા કામ કરે એવું ઈચ્છે. અન્ય કામ કરવાની એમની ક્ષમતા નહીં તે એમણે એ જ્યાં રહેતા હતા તેની આસપાસમાં ભંગાર, કાગળિયા વગેરે વીણવાનું શરૃ કર્યું.
ઉંમર થઈ બીજી છોકરીઓના લગ્ન થયા. પણ દૂધીમાની શારિરીક ખામીઓ બધાની નજરે ચડે ને કોઈ એમને પસંદ ન કરે. ત્યાં એક દિવસ ગોંડલની બાજુના કોઈ ગામથી તેમનું માંગુ આવ્યું. માંગુ નાખનાર વ્યક્તિ પરણીત તેની પહેલી પત્ની પણ હયાત. પણ એ વંશવેલો આગળ વધારી શકતી નહોતી. એટલે એના પતીએ બીજા લગ્નનું નક્કી કર્યું. હયાત પત્ની પર કોણ જવા તૈયાર થાય?
દૂધીમાની મરજી પૂછી હોત તો કદાચ એ પણ ના પાડત પણ મા-બાપે પોતાના બેઠા બેઠા દીકરીનું ગોઠવાઈ જાય એમ વિચારી એ માણસ સાથે દૂધીમાના લગ્ન કરી નાખ્યા અને એમને સાસરે વળાવી દીધા.
દૂધીમાનો સંસાર શરૃ થયો. કોઈ કંકાસ નહોતો. થાય એ કામ એ કરતા. દૂધીમાએ બે દિકરાને જન્મ આપ્યો. બીજો દિકરો જનમ્યો અને એના થોડા દિવસમાં જ એમના પતિએ દૂધી માને એમના પિયર રાજકોટના ત્રાાંબાગામ જવા કહી દીધું. એમણે દલીલ ઘણી કરી પણ કશું વળ્યું નહીં. લગ્ન જ બાળકો માટે થયેલા તે એ કાર્ય પૂર્ણ થયું પછી દૂધીમાની એમને શું જરૃર?
પિયરમાં માએ એમને સાચવ્યા. ભાઈ-ભાભી ખરા પણ એ લોકો કામ ધંધા માટે ત્રાંબા બહાર રહે. મા છાપરુ વાળી રહે એમના ભેગા દૂધી મા રહે. ને પહેલાની જેમ ભંગાર ભેગુ કરે. ભંગાર વેચે એમાંથી કાંઈ બહુ ઝાઝુ ન મળે તે એ ના છૂટકે ભીખ પણ માંગે. બસ આ એમની જિંદગી..
ઉંમર વધતી ચાલી. દૂધીમાના દીકરાઓ મોટા થયા પણ એમણે કે એમના ઘરવાળાએ ક્યારેય એમની ભાળ ન કાઢી.
દૂધી મામની હવે તો ઉંમર થઈ. હવે ખભે ભંગારનો કોથળો લઈને ઝાઝુ ચાલી ન શકે. હવે વીણવા કરતા માંગવાનું એમનું વધ્યું. શરીર પણ થાક્યું.
આવા દુધીમા અંગે ત્રાંબાની વાંસફોડા વસાહતના અમારા પ્રતાપે અમને જાણ કરી અને અમારા છાયાબહેન અને કનુભાઈ દૂધીમાને મળ્યા ને એ પછી અમે દૂધી માને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું.
હમણાં એમને મળી ત્યારે પુછ્યું કે, ક્યારેક માંગવા ન જવાય તો શું કરો તો હસીને કહ્યું,
હું કરુ? પાણી પીને બેહી રહુ... !
સામે હું કશુંયે બોલી ન શકી, પુછી શકી. પણ આવા માવતરોને સાતા આપવાનું સુખ બહુ મોટુ.. તમે સૌ મદદ કરો છો માટે આ માવતરોને અમે સાતા આપવામાં નિમિત્ત બની શકીએ છીએ. આપની લાગણીને પ્રણામ અને આવા કાર્યમાં મદદ માટે 9099936013 પર સંપર્ક કરવા વિનંતી.
#Mittalpatel #vssm #માવજત #elderlypeople
No comments:
Post a Comment