Thursday, August 18, 2022

We are grateful to respected Bhavnaben Mehta, Jayeshbhai Mehta for supporting the tree plantation drive in Juna Mojru...

Mittal Patel and other community members begin the
planatation drive

It may sound surprising, but we celebrated an event in a village crematorium.

It sure is unusual for anyone to celebrate an occasion at a place we pay final farewell to our loved ones. However, we decided to make a venue.

The residents of Diyodar’s Mojru village decided to transform the village crematorium into an oasis for birds by turning it green. The leaders of the village Shri Keshaji Thakor (ex-minister) and the Sarpanch, are sensitive to the need to grow trees; hence they invited us to plant trees in their village. What more could we ask for

We decided to begin the plantation drive with a small Puja, and community members who shared our sensibilities remained present on occasion and launched the plantation drive. Pits for 2327 trees were dug up, the panchayat made arrangements for water supply up to the crematorium, and VSSM will install a drip irrigation system and appoint a Vriksh Mitr. Our efforts are focused on ensuring that each planted tree survives and the community of Juna Mojru is mindful, and we are sure these trees will grow well under their care.

If the entire Banaskantha becomes aware of the need to work on the pressing issues of growing trees and harvesting rainwater, it will transform the region. The rain gods would be compelled to shower their blessings on the region.

We are grateful to respected Bhavnaben Mehta, Jayeshbhai Mehta for supporting the tree plantation drive in Juna Mojru.

Their love for trees has made them instrumental in supporting the plantation drive.

VSSM’s dedicated team managing the tree plantation campaign Naranbhai, Maheshbhai, Hareshbhai, Chiragbhai, Rinku are essential in ensuring the campaign adheres to its prerequisites and yet keeps progressing.

અમે સ્મશાનમાં એક પ્રસંગ એક પણ ગામ સાથે મળીને ઊજવ્યો..

સ્મશાનમાં પ્રસંગ! 

નવાઈ લાગી ને?આમ તો વાત નવાઈ લાગે એવી જ છે. 

આપણું પ્રિયજન જ્યાંથી આ દુનિયામાં સદેહે વિદાય થયું હોય ત્યાં કોણ પ્રસંગ ઊજવે?પણ અમે ઊજવ્યો..

દિયોદરનું જુના મોજરુગામનું સ્મશાન. આ સ્મશાનને હરિયાળુ અને પશુપંખીઓને ગમે એવું કરવાનો નિર્ધાર ગામે કર્યો. 

ગામના આગેવાન પૂર્વ મંત્રી શ્રી કેશાજી ઠાકોર અને સરપંચ શ્રી પોતે પણ વૃક્ષોને લઈને ઘણા સંવેદનશીલ. એટલે એમણે અમને વૃક્ષો વાવી ઉછેરવા આમંત્રણ આપ્યું. અમને તો જોઈતું હતું ને વૈધે કીધા જેવું થયું. 

વૃક્ષદેવની સ્થાપના એ પણ પૂજન સાથે સાથે કરવાનો નિર્ધાર કર્યો. ને ગામના વૃક્ષો માટે મમતા રાખનાર સૌ હાજર રહ્યા ને વૃક્ષોની વાવણી કરી. જૂના મોજરુગામમાં 2327 વૃક્ષો ઉછરે તે માટે ખાડા કર્યા. પંચાયતે સ્મશાન સુધી પાણીની વ્યવસ્થા કરી. અમે ડ્રીપ કરી દઈશું ને પગારદાર માણસ રાખીશું. 

ટૂંકમાં વાવેલા તમામ વૃક્ષો ઉછરે એ અમારો પ્રયત્ન. જો કે ગામના વૃક્ષપૂજનમાં ઉપસ્થિત સૌ વૃક્ષો માટે ઘણા સંવેદનશીલ એટલે વાવેલા વૃક્ષો ઉછરવાના એ નક્કી..

બસ આખો બનાસકાંઠો આ રીતે જાગૃત થાય તો પાંચ વર્ષમાં જીલ્લાની સકલ બદલાઈ જાય.. પછી તો મેઘરાજાનેય વરસવું પડશે. બસ આ થઈ જાય તો બનાસકાંઠો વરસાદથી અછૂતો નહીં રહે..

જૂના મોજરુમાં વૃક્ષો ઉછેરવામાં મદદ કરનાર આદરણીય ભાવનાબેન મહેતા, જયેશભાઈ મહેતાના અમે આભારી છીએ. તેઓ મોજરુના વતની નથી પણ તેમને વૃક્ષો માટે મમતા છે. માટે નિમિત્ત બન્યા છે. 

વૃક્ષ ઉછેરમાં કાર્યરત અમારી ટીમ નારણભાઈ, મહેશભાઈ, હરેશભાઈ, ચિરાગભાઈ, રીંકુ સૌની ભૂમિકા મહત્વની, અમારી પાસે આવી સરસ ટીમ છે માટે આવા સરસ કાર્યો થાય. સાથે છો એનો આનંદ...

#MittalPatel #vssm



Mittal Patel at Juna Mojru tree plantation drive

Mittal Patel with community members and villagers at
Juna Mojru Tree Plantation site

Mittal Patel & community members who shared our sensibilities
remained present on occasion and launched the plantation drive


No comments:

Post a Comment