Thursday, August 18, 2022

We have decided to raise 3 lac saplings next year which will be done in various villages of Banaskantha...

Mittal Patel with our Vriksh Mitra Ogharba

We have been talking too much about planting and raising trees, isn’t it? You must think about how many more videos and write-ups I would do about our campaign to plant trees. The fact is, these vlogs and blogs are inspiring an increasing number of people to plant trees. Every day I receive messages from 5-6 individuals sharing images of the trees they have planted. And these messages motivate me to keep making more videos. 

It will not be an understatement if I call this a movement. When we fought for the freedom of this country, thousands of freedom fighters strived to spread awareness of the same. Similarly, when thousands join our voice and speak about planting trees, nurturing, and raising them, we will become quiet. But, until then, you have no choice but to tolerate our never-ending sermons.

We are on a mission to make Banaskantha green, for which we sensitize the communities, employ a Vriksh Mitr and create a cohesive environment for the trees to grow.

However, finding the vast amount of saplings we need has been challenging. The forest department gives us free of cost as many saplings they can, but we need to buy the rest. And not all the varieties we need are available. So we had no choice but to start our plant nursery. In 2021, with the support from Kris Flexy Packs, we initiated a plant nursery in Kakar village. In the first year of its inception, we raised 70,000 saplings.

VSSM’s Narannbhai designated the responsibility of raising the plant nursery to Ogharba team, which has been working with the forest department for years. The forest department officials also helped the team. As a result, in 2022, we will bring 45,000 saplings to the plantation sites we have selected. Unfortunately, this year we have been a little late; else, we would have had 70,000 saplings.

We have decided to raise 3 lac saplings next year which will be done in various villages of Banaskantha.

The idea and support to raise a nursery were given by Shri Shaileshbhai Sheth of Kris Flexi Packs. Thank you, Shaileshbhai, friends like you are why we continue to persevere and achieve our goals. 

Our Pranams to our plant nursery team and Naranbhai, Maheshbhai, Hareshbhai, and all who put in tremendous efforts to ensure the plantation drive is a success.

વૃક્ષ વાવો અને ઉછેરોની બૂમો અમે બહુ પાડીએ છીએ નહીં?

તમને થશે કે કેટલું લખશે કેટલા વિડીયો કરશે?

પણ સાચુ કહુ વિડીયો ને લખાણ જોઈને ઘણા લોકોએ પોતાના ગામોમાં સ્વંયમભૂ આ કાર્ય શરૃ કર્યું છે. મને નિત બે પાંચ લોકો પોતે વાવેલા અને ઉછેરેલા વૃક્ષોના ફોટો મોકલે છે.. આ બધુ જોવું એટલે વધારે કહેવાનું મન થાય.. 

આમ જુઓ તો આ એક ચળવળ છે. દેશ ગુલામ હતો ત્યારે જેમને આઝાદી જોઈતી હતી તે કેટલાય લોકો જે રીતે થઈ શકે તે રીતે પ્રજાને જાગૃત કરવા મથતા બસ અમે એજ કરી રહ્યા છીએ..

જે દિવસે અમારી સાથે લાખો હજારો લોકો વૃક્ષો વિષે બોલવા માંડશે, વૃક્ષો જતન સાથે વાવવા માંડશે તે દિવસે અમે ચૂપ થઈ જઈશું...પણ ત્યાં સુધી સહન કરે છૂટકો...

બનાસકાંઠામાં અમે વૃક્ષો વાવી ઉછેરીએ.. પગારદાર માણસ, વાવેલા વૃક્ષોની જાળવણી માટે વૃક્ષોની મા -વૃક્ષમિત્ર રાખીએ. ટૂંકમાં બાલતરુઓ ઉછરે તે માટે શક્ય તૈયારી કરીએ..

પણ આ બલતરુ મેળવવા અમને ઘણી તકલીફ પડે. જંગલ વિભાગ શક્ય વૃક્ષો વિનામુલ્યે આપે. બાકી ખરીદવાનું પણ થાય. વળી ખરીદીમાં પણ ઈચ્છીત બધા વૃક્ષો ન મળે. 

શું કરવું તેની મથામણ ચાલી ને અમે અમારી પોતાની નર્સરી કરવાનું નક્કી કર્યું. કાકર ગામમાં ક્રિસ ફ્લેકસી પેક્સની મદદથી અમે 2021માં નર્સરીની શરૃઆત કરી. પ્રથમ વર્ષે અમે 70,000 બાલતરુ ઉછેરવાનું અમે કર્યું. 

જંગલ વિભાગ સાથે વર્ષોથી કામ કરતા ઓધારબાની ટીમને અમારા નારણભાઈએ નર્સરી ઉછેરવાનું સોંપ્યું. જંગલ વિભાગના અધિકારીઓએ પણ મદદ કરી. 

જેના લીધે 2022માં અમારી નર્સરીમાંથી અમે 45,000 રોપા અમે જે જગ્યા પર વૃક્ષો વાવી રહ્યા છીએ ત્યાં વાવવા માટે લઈ શકીશું,

નર્સરી કરવામાં થોડા મોડા પડ્યા નહીં તો 70,000 રોપાને લઈ શકત. 

ખેર આવ વર્ષ 3,00,000 થી વધુ રોપા અમારી નર્સીમાં કરવાનું આયોજન કર્યું છે. જે 2023માં બનાસકાંઠાના વિવિધ ગામોમાં વવાશે..

નર્સરી કરવાનો વિચાર અને મદદ  ક્રિસ ફ્લેકસી પેક્સ ના આદણીય શ્રી શૈલેષભાઈ શેઠે આપ્યો. થેક્યુ શૈલેષભાઈ તમારા જેવા સ્વજનો સાથે છે માટે જ આ પ્રકારના કાર્યો થઈ શકે છે.

અમારી નર્સરી ઉછેરવાનું કામ કરતી ટીમ, સાથે બનાસકાંઠામાં વૃક્ષારોપણનું કામ કરતા નારણભાઈ, મહેશભાઈ, હરેશભાઈ વગેરે ટીમની જહેમતને પ્રણામ.. તેમની રાતદિવસની મહેનતથી અમે બનાસની ધરતીને હરિયાળી કરવામાં સફળ થઈશું...

#MittalPatel #vssm



We initiated a plant nursery in Kakar village

Mittal Patel with VSSM’s Naranbhai whom we designated the
responsibility of raising the plant nursery

We initiated the plant nursery in kakar village

Mittal Patel with our Vriksh Mitra Ogharba

We designated the responsibility of raising the plant nursery
 to Ogharba team,

We initiated the plant nursery in kakar village

We initiated the plant nursery in kakar village



No comments:

Post a Comment