Thursday, August 18, 2022

46 nomadic families of Gondal's Gundala got residential plots by the attempts of VSSM and interventions of government officials...

Mittal Patel handed over plot allotment documents to 
nomadic families

“Our struggles get real during the monsoons. As a result, we erect our huts on unclaimed sites from where no one asks to move out. These are wastelands on the banks of some river or stream. And when it rains, we are up all night fearing water gushing from upstream and taking along everything that falls in its way.”

The families of Gondal living in the hutments for decades had shared their plight with us. Subsequently, we initiated the process of getting them residential plots. Our Chief Minster Shri Bhupendrabhai Patel shares immense concern for these communities, and so does the district collector with his proactive actions towards the welfare of the impoverished communities. As a result, 46 families of Gondal received residential plots. The construction of houses at the plots allotted at Gondal’s Gudala village will receive partial support from the government, while VSSM will add the balance required to build a decent pucca house for these families.

As a result of the efforts poured in by VSSM’s Kanubhai and Chayaben, these families will now have a house to call their own. It is a privilege to have the support of such team members and well-wishers like you all.

ચોમાસામાં અમે ખુબ હેરાન થઈએ અમારી પાસે રહેવા પોતાની જગ્યા નહીં. એટલે કોઈ હેરાન ન કરે એવી જગ્યાએ ઝૂંપડાં વાળીએ. આવી જગ્યાઓ મોટાભાગે અવાવરુ, પાણીના વોળાની કે નદીના કિનારાની હોય. એટલે વરસાદ વરસે ત્યારે અમને છાપરામાં બેઠા બેઠા બીક લાગે રખે ને પાણીનો આવરો વધે ને બધુ તણાઈ જાય તો...

ગોંડલમાં વર્ષોથી છાપરામાં રહેતા પરિવારોએ આ કહેલું એ પછી અમે આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે તજવીજ હાથ ધરી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ સમુદાયો માટે અપાર લાગણી સાથે કલેક્ટર શ્રી પણ એકદમ હકારાત્મત. એમની આ લાગણીથી જ ગોંડલમાં રહેતા 46 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા. ગોંડલાના ગુંદાળાગામે ફળવાયેલા પ્લોટ પર ઘર બાંધવા સરકાર મદદ કરશે અમે પણ એમાં ઉમેરીશું ટૂંકમાં સહુના સહિયારા પ્રયાસથી આ પરિવારો ઘરવાળા થશે.

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેનની આ પરિવારોને ઘર મળે તે માટે સતત દોડાદોડી. એમની મહેનતથી આ બધુ પાર પડ્યું...

અમે આવા કાર્યો કરી શકીએ એ માટે કેટલાય સ્વજનો અમને સતત મદદ કરે આવા તમામ સ્વજનોનો ખુબ આભાર... 



Mittal Patel meets the nomadic families of Gundala village

Mittal Patel gives plot allotment documents to nomadic 
families


No comments:

Post a Comment