Mittal Patel with Purvi |
Purvi !!
She fought a tough battle and miraculously survived her ailment.
Purvi and her parents live in Rajkot. Few months ago, a little short of her 7th birthday, Purvi fell ill and the condition did not improve. Manojbhai, her father too her to many local clinics but to no respite. The clinics could not diagnose her condition. Finally, a doctor in Chotila tells them that Purvi has a hole in her heart and treatment would cost a fortune at any private hospital.
Manojbhai was confused on further course of action. VSSM’s Kanubhai learnt about the situation and advised Manojbhai to proceed to Ahmedabad’s UN Mehta Cardiology Institute.
“How will I find my way through Ahmedabad and the hospital!”
Kanubhai assured that Kiranbhai will be there to take care of him through the treatment once he reaches Ahmedabad with Purvi.
There were a few hiccups due to sheer volume of patients, but Purvi had a successful surgery.
Manojbhai and Purvi were at our office to meet us all after discharge from the hospital. Purvi is a charmer, her father’s daughter. I asked her to stay back at the hostel, “I cannot live without my father!” she was quick to reply.
“I will send her here after she is a little older. Education will make her life better.” Manojbhai replied.
He thanked Kiran and Kanubhai for their support and guidance.
“In absence of the guidance I received, I would be deep into debt!” Manojbhhai tells me before leaving.
If you know anyone in need of treatment but cannot afford to have one call Kiran on 8401726987. We will help them under our Sanjivani Arogya Setu program.
May almighty grant everyone good health and happiness.
દવાખાનામાંથી લાંબો જંગ જીતી એ આબાદ બહાર આવી.
રાજકોટમાં રહેતા મનોજભાઈની એ દીકરી. સાત વર્ષની એ હમણાં થઈ પણ થોડા મહિના પહેલાં અચાનક બિમાર પડી ને માંદગી લાંબી ચાલી. સ્થાનીક દવાખાના ઘણા ફર્યા પણ નિદાન ન થયું.
આખરે ચોટીલાના એક ડોક્ટરે કહ્યું કે પૂર્વીના હૃદયમાં કાણુ છે. જેની સારવાર માટે ખાનગી દવાખાનામાં મસમોટો ખર્ચ થાય.
શું કરવું? મનોજભાઈને મૂંઝવે. અમારા કાર્યકર કનુભાઈને આ ખ્યાલ આવ્યો ને એમણે મનોજભાઈને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પીટલમાંં જવા કહ્યું.
'પણ કનુભાઈ અમદાવાદમાં અમને આ બધુ જડે નહીં...'
મનોજભાઈને દિલાસાની સાથે સિવીલ હોસ્પીટલમાં પહોંચશો તો મદદ માટે મારા જેવો જ કિરણ તૈયાર હશેનું કનુભાઈએ કહ્યું ને મનોજભાઈ પહોંચી આવ્યા અમદાવાદ.
થોડા ધક્કા થયા મૂળ દર્દીઓ વધારે પણ આખરે પૂર્વીનું ઓપરેશન સફળતાપૂર્વક થયું.
આજે એ પૂર્વીને લઈને ખાસ મળવા આવ્યા. પૂર્વી એકદમ મીઠડી. સફરજન આપ્યું તો કહે, મને ના ભાવે. પપ્પાની એ વહાલુડી દીકરી. મે એને અમદાવાદ ભણવા રહીજાનું કહ્યું તો હસીને કહે, 'પપ્પા વગર મને નો હોરવે...'
પણ મનોજભાઈએ કહ્યું, 'બેન થોડી મોટી થાય પછી અહીંયા જ મુકી દઈશ. ભણશે તો જીંદગી સુધરશે...'
કિરણ અને કનુભાઈનો એમણે ઘણો આભાર માન્યો.
'સાચુ માર્ગદર્શન મળ્યું નકર દેવામાં ડુબી ગ્યો હોત બેન..' એવું એમણે જતા જતા કહ્યું...
તમારા આસપાસમાં પણ ગંભીર બિમારીમાં પિડાતા માણસો હોય ને સારવાર થતી ન હોય તો કિરણ - 8401726987 નો સંપર્ક કરજો. અમારા સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત બનતી તમામ મદદ કરીશું...
બાકી ભગવાન સૌને તંદુરસ્ત જીનવ બક્ષે એવી અભ્યર્થના...
#MittalPatel #vssm