The Rotary Club of Palanpur honours Mittal Patel with the 2021 Banas Ratna Award |
“We have decided to present you the 2021 Banas Ratna Award. Will you accept?”
Dr Shri Jayesh Bavishi who resides in Palanpur and remains actively associated with the welfare activities in the region called to share the news. The Rotary Club of Palanpur City has been involved in numerous welfare and charity pursuits, since 2005 they have been conferring the Banas Ratna Awards to individuals working for the betterment of Banaskantha.
The awards are presented to individuals residing in Banaskantha, I had assumed. I went ahead and asked Jayeshbhai the same to which he replied, “We confirm the honor upon individuals who have considered Banaskantha their own and have worked for the development of the region, they need not be residents of this district.”
The indeed was a joyous moment.
Our neighbour, Dama Uncle (Vasnat Dama) jokingly calls me Miss Banaskantha, and many have inquired whether my native is Banaskantha. And it is an obvious inquiry. We have been working with the nomadic and de-notified communities in 22 districts of Gujarat but the environment related pursuits remain concentrated to Banaskantha only. Hence, one feels we only work in Banaskantha.
I am grateful to Rotary Club of Palanpur City for the honour. I hope along with this award you also connect with us to work on many other noble causes the region requires.
Most importantly, the award does not honour one individual, therefore the true recipients of this award are individuals who help us chase our dreams, the team of VSSM and the Board of Trustees. The Board of Trustees for giving me the space to work with a strong team, to our well-wishers for trusting us always… you are the true recipients of these awards. And many thanks to Maulik, Kiara and my parents who have made it possible for me to continue on this path.
'2021નો બનાસ રત્ન એવોર્ડ તમને આપવાનું નક્કી કર્યું છે. તમે સ્વીકારશો?'
પાલનપુરમાં રહેતા ને સેવાકાર્યો સાથે સંકળાયેલા ડો. જયેશભાઈ બાવીશીનો આ સબબે ફોન આવ્યો.
રોટરી ક્લબ પાલનપુર સીટી ઘણા સેવાકાર્યો સાથે સંકળાયેલી ને 2005થી બનાસ રત્ન એવોર્ડ તેઓ બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રે કાર્ય કરતા લોકોને આપે..
જયેશભાઈના મોંઢે એવોર્ડનું નામ સાંભળી પ્રથમ તો બનાસકાંઠાવાસીને આ એવોર્ડ અપાતો હોય તેમ લાગેલું ને જયેશભાઈને મે એ પુછી પણ લીધું. જવાબમાં જયેશભાઈએ કહ્યું,
બનાસકાંઠાના વતની ન હોય પણ જેમણે બનાસકાંઠાને પોતાનું માન્યું હોય અને જિલ્લાના વિકાસના કાર્યોમાં રસ દાખવ્યો હોય તેને એ સન્માન અમે આપીએ...
આમ આ ધન્યતાની ઘડી તો ખરી જ...
અમારા પડોશી દામા અંકલ(વસંત દામા) મને રમૂજમાં મીસ બનાસકાંઠા કહે.. તો ઘણા લોકો મને તમે બનાસકાંઠાના વતની એમ પુછે... એમનું આવું પુછવું - કહેવું સ્વાભાવીક મૂળ વિચરતી વિમુક્ત જાતિઓ સાથેનું અમારુ કાર્ય ગુજરાતના 22 જિલ્લામાં પણ પર્યાવરણલક્ષી કાર્યો ફક્ત બનાસકાંઠામાં કરીએ એટલે સૌને અમે બનાસકાંઠામાં જ કાર્ય કરીએ એમ વધુ લાગે...
રોટરી કલ્બ પાલનપુર સીટીનો આ સન્માન માટે ઘણો આભાર.. એવોર્ડ સાથે તમે અમારી સાથે જોડાવ અને આપણે સાથે મળીને વધારે સતકાર્યોમાં નિમિત્ત બનીએ એમ ઈચ્છુ..
છેલ્લે ખાસ મહત્વની વાત.. એવોર્ડ કે સન્માનનું કોઈ વ્યક્તિ ક્યારેય હકદાર ન ગણાય એટલે આ એવોર્ડ આ કાર્યમાં મદદ કરનાર સ્વજનોથી લઈને VSSM ટીમ અને ટ્રસ્ટીમંડળના સૌનો..
મજબૂત ટીમ સાથે કાર્યો કરવાની મોકળાશ આપનાર ટ્રસ્ટી મંડળ અને અમારામાં શ્રદ્ધા મુકી મદદ કરનાર સ્વજનો આના સાચા હકદાર...
અને હા મારો પરિવાર મૌલિક, કિઆરા અને મારા માતા-પિતાનો પણ આભાર.. તેમને મને આ કાર્યો કરવાની અનુકુળતા કરી આપી...
#MittalPatel #vssm #બનાસરત્નએવોર્ડ #બનાસકાંઠા
The Rotary Club Of Palanpur |
Mittal Patel with Dr. Shri Jayeshbhai Bavishi |
Mittal Patel with the members of the rotary club of Palanpur |
No comments:
Post a Comment