Mittal Patel meets Jethi Ma |
"If God asked to grant you one wish, what would it be?" I asked Jethi Ma.
"I would seek his forgiveness. I would tell him that you did give me this life but I have not been able to be true to it. I haven’t fed anyone or donated even a fistful of food. Please forgive me!
Jethi Ma’s honest expression evoked respect for her.
A resident of Surendranagar’s Dudhrej, Jethi Ma has no one to look after her, she survives on ration and elderly pension she receives from the government. However, the ration and the pension aren’t enough to sustain her through the month hence, she is required to beg. After VSSM learnt about her condition we began sending her a monthly ratiion kit.
I was in Surendranagar recently and decided to meet Jethi Ma, she gave me a warm welcome into her shanty.
“Is the ration enough, Jethi Ma?”
“No, I am just left with chana dal.”
“We provide ration kits to 200 elderly, no one has ever complained of the ration being insufficient. How come ration in your kit finishes within 15 days?”
Jethi Ma promptly replies, “No, this doesn’t happen every month. This year my brother is here....”
This explained who was the one sleeping on a charpoy under the acacia tree near Jethi Ma’s house.
“He is mentally challenged and loiters around a park in Surendranagar. I have brought him home for few days as he has been unwell for a while.
Jethi Ma must be 80 years old, her fingers bending inwards, two of her toes have withered away and yet she has brought her brother home to look after. She won my heart and respect.
Jethi Ma had no place to call home, consequent to our appeal a flat was allotted to her, but the flat was on the 4th floor. “I am 80, how can I climb 4 stories every day? Can you please ask them to shift me to ground floor?”
“I will put a to the government,” I assurance brought her some relief.
I inquired why was she single, why didn’t she marry?
“I was married, but my husband abusive. I did not want to remarry. I have considered God as my lord as he is the one who looks after all of us. I have spent my life taking care of my parents, I became their Shravan. I took them to Haridwar for pilgrimage. I also performed their last rites.”
Jethi MA came across as a very progressive and wise individual.
“I am sure God will immediately forgive you Jethi Ma, you have a gathered a lot of good karma.” I tell her.
Jethi Ma smiled but she also talked about a lot of things that were unnerving, narrative that teared me a few times.
After spending substantial time with Jethi Ma we took her leave. I asked Harshad to bring her one more ration kit.
Harshad has been excellent with his responsibility of taking care of the elders of Surendranagar. He was prompt on delivering the ration kit on the next day.
We are grateful to our friends and well-wishers who enable us provide care to destitute elders like Jethi Ma.
'ભગવાન કે જેઠીમાં તમને શું જોઈએ? તો તમે શું માંગો?'
'હું ભગવાનની માફી માંગુ. એને કહું કે આ મનખો તે આપ્યો પણ મારાથી કોઈ દાન ધરમ નથી થયું. મેં કોઈને એક મુઠ્ઠી ધાનેય નથી આપ્યું તે મારો ગુનો માફ કરજો..'
જેઠીમાના મોંઢે આ શબ્દો સાંભળી તેમને વંદન થઈ જ જાય.
સુરેન્દ્રનગરના દૂધરેજમાં રહેતા જેઠીમાની ચાકરી કરવાવાળુ કોઈ નહીં. રેશનકાર્ડ પર મળતા અનાજ ને વૃદ્ધ પેન્શન પર એ નભે. પણ એમાં કાંઈ પુરુ ન થાય તે ભીખ માંગી આવે.
અમને સ્થિતિનો ખ્યાલ આવ્યો ને અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું.હમણાં સુરેન્દ્રનગર જવાનું થયું તે જેઠીમાને મળવા ખાસ ગઈ. એમણે મીઠો આવકાર આપી પોતાના છાપરાંમાં બેસાડ્યા.
'જેઠી મા રાશન ચાલી જાય છે?'
'ના જુઓન ખાલી ચણાની દાળ વધી છે એવું એમણે કહ્યું. અમે 200 માવતરોને રાશન આપીએ પણ ખુટ્યાની ફરિયાદ કોઈની નથી આવી. તમારુ આમ પંદર દિવસમાં ખતમ થઈ જાય...'
મારુ વાક્ય પૂર્ણ થાય એ પહેલાં જ એમણે કહ્યું,
'ના ના દર વખતે ખૂટતુ નથી. આતો મારો ભાઈ આવ્યો છે ને એટલે...' હવે જેઠીમાના છાપરાં બહાર બાવળની નીચે ચાદર પાથરી માથે ઓઢીને સૂતેલું કોણ એ પ્રશ્નનો જવાબ મળ્યો.
જેઠી મા કહે, 'એનું મગજ નહીં. સુનગર બગીચામાં એ પડ્યો રેતો પણ હમણાં એ બિમાર ઘણો થ્યો એટલે એને અહીંયા લઈ આવી'
જેઠી માની ઉંમર 80 આસપાસ હશે હાથની આંગળીઓ વળી ગઈ છે. પગની બે આંગળીઓ ખરી પડી છે આવા જેઠી મા ભાઈની ચાકરી કરે...
સાંભળીને એમના પ્રત્યે માન થયું..
જેઠી મા પાસે રહેવા પોતાની જગ્યા નહીં તે અમે રજૂઆત કરેલી ને એમને ફ્લેટમાં ઘર મળ્યું. પણ ઘર ચોથા માળે મળ્યું તે મને કહે, 'મુ એંસી વરસે આ ચડ ઉતર ચમની કરુ... તે નીચે ફ્લેટ મળે એવું કરાઈ આપો ન....'
મે સરકારમાં લખીશ એવું કહ્યું, સાંભળીને એમના જીવને રાહત થઈ...
જેઠીમા એકલા જ હતા એમણે લગ્ન કેમ ન કર્યા તે પ્રશ્ન મે એમને પુછ્યો જવાબમાં એમણે કહ્યું,
'લગન તો કર્યાતા પણ ધણી ખરાબ નીકળ્યો. બીજા લગ્ન કરવાનું મન ના થયું. આમ જુઓ તો આપણા બધાનો ધણી ઉપરવાળો. તે મે એને ધણી માન્યો... અને મનખો મારા મા-બાપની સેવામાં કાઢ્યો. હું એમની શ્રવણ બની... એમને હરદ્વારની જાત્રા કરાવી. એ મર્યા તો મે એમને દાગ પણ દીધો.. '
જેઠી માની સમજણ આધ્યાત્મની દૃષ્ટિએ ઊંચી હતી પણ એ પ્રગતિશીલ પણ જણાયા. મે એમને કહ્યું, જેઠી મા ભગવાનની તમે માફી માંગશો તો ભગવાન તુરત માફ કરી દેશે કેમ કે તમે ભાથુ ઘણું ભેગું કર્યું છે...
સાંભળીને એ હસ્યા. પણ જેઠીમાએ ઘણી વાતો કહી જે સાંભળીને રૃવાડા ઊભા થઈ જાય તો વચમાં આંખો પણ ભીની થઈ જાય..
ઘણું બેઠા પછી અમે નીકળ્યા ને અમારા હર્ષદને બીજી એક રાશનકીટ આપી દેવા કહ્યું. હર્ષદ થકી જ સુરેન્દ્રનગરમાં આવા પરિવારો ધ્યાનમાં આવે.. એ પણ આ માવતરોનું બરાબર ધ્યાન રાખે. તે બીજા દિવસે જઈને એ કીટ આપી પણ આવ્યો...
જેઠી મા જેવા માવતરોને સાચવવા મદદ કરનાર સૌ પ્રિયજનનો આભાર..
#MittalPatel #vssm
Jethi Ma's mentally challenged brother stays with her |
The current living condition of Jethi Ma |
VSSM's coordinator Harshad ensures that Jethi Ma recives her monthly ration kit |
No comments:
Post a Comment