The nomadic women decked up in jewellery and finery |
In a certain way, the women of the nomadic communities are mobile lockers, when there is a need the valuables are withdrawn from the locker while in case of surplus they are secured back in the locker!! This is how these poor families function amidst all the adversities they face. Only if we bothered to learn more about them instead of reaching to the conclusions like, “She how much money they have, the nomadic women are always decked up in jewellery and finery??”
પ્લાસ્ટીક કે કંતાનની આડોશો કરીને મર્યાદીત ઘરવખરી સાથે રહેનારા વિચરતા પરિવારો પાસે બે પૈસા આવે કે પેહલાં દાગીના ખરીદે. આ દાગીના સાચવવા તીજોરી તો ખરીદવાનું તો પાછુ પોષાય નહીં. જો કે આ દાગીના કાયમ થોડા સાચવવાના છે એ તો સુઃખ દુઃખના સાથી જેવા. ઘરમાં બિમારી કે કોઈ પ્રસંગ આવે એટલે એજ દાગીના વેચી દેવાના. જ્યાં સુધી વેચવાની નોબત ના આવે ત્યાં સુધી ઘરની સ્ત્રીઓના અંગ પર એ શોભે.
આમ એક અર્થમાં આ સમુદાયની સ્ત્રી હરતી ફરતી તીજોરી થઈ. તીજોરીમાં સગવડ હોય ત્યારે પૈસા કે દાગીના મુકાય અને જરૃરિયાતના સમયમાં કાઢી લેવાય તેમ.
સમાજ દાગીના પહેરેલી વિચરતી જાતિની બહેનોને જોઈને વિચરતી જાતિ તો કેવી સદ્ધર તેવું જુદુ અર્થઘટન કરે અને ત્યારે અમે તેમને આ દાગીનાની પાછળ છુપાયેલી વેદનાની વાત કરીએ.. કેટલાક સમજે જ્યારે કેટલાક....
No comments:
Post a Comment