Shri Rashminbhai Sanghvi interacted with the community members to resolve the concerns and doubts |
The concept and efforts have been conceived by our respected Shri. Rashminbhai Sanghavi, who was amidst the communities recently to monitor and guide the ongoing efforts. He interacted with the community members to resolve the concerns and doubts they posed.
We are grateful to our donors who have supported us in pursuing this initiative…
Vssm દ્વારા બનાસકાંઠામાં વોટર મેનેજમેન્ટના કામો શરૃ થયા
Vssmએ થરાદના ગામોમાં તળાવો ઊંડા કરાવવાનું કામ શરૃ કર્યું છે. જે અંતર્ગત આ સિઝનમાં નાનોલમાં બે તળાવ ખોદાયા. આ કામને શરૂઆતમાં જોઈએ તેવો પ્રતિસાદ નહોતો મળતો પણ હવે તો નાનોલ, પડાદર, કરણાસર, આસોદર વગેરે ગામના લોકો પણ પોતાના તળાવો ઊંડા કરાવવા વિનંતી કરી રહ્યા છે.
પરંપરાગત જળસ્ત્રોત સચવાય તે માટેની ઝૂંબેશમાં વધારે લોકો જોડાઈ રહ્યા છે અને પોતાની રીતે ફાળો પણ આપી રહ્યા છે તેનો આનંદ છે.
તળાવોના કામને જોવા માટે અને માર્ગદર્શન આપવા મુંબઈથી આવેલા આદરણીય શ્રી રશ્મિનભાઈ સંઘવીએ ગામલોકો સાથે તળાવો ઊંડા કરવા સંદર્ભે વધારે વિગતે વાતો કરી જે ફોટોમાં જોઈ શકાય છે. આ કામો માટે મદદરૂપ થનાર દાતાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ.
No comments:
Post a Comment