150 people have reached Gandhinagar’s Swarnim Circle and Sachivalay |
8000 thousand is a substantial number, that is the number of nomadic families from 400 plus settlements existing on the government wasteland are waiting for the government to allot them plots so that they can have a small house, running water and power!! The applications have been filed way back, almost 8 years back and yet the government has cared the least even to pay attention to their plight.
Every Monday they bring themselves to the office of the District Collector to see if their applications have made some progress and appeal to the officials. Since that has not worked we decided to meet the ministers in Gandhinagar. The VSSM team along with 10-15 leaders from various settlements decided to go to Gandhinagar and meet the ministers. By the time we were at the office there were around 60 people from Rajkot and Morbi districts waiting at the office and many more had already reached near Gate No 1 of Sachivalay, Gandhinagar.
“It sure will pinch the hearts of those sitting in the offices in Gandhinagar when they will get to know about the hardships we face on daily basis, there is so much we endure every day,” expressed many of those present.
Ideally, the officials and ministers based in Gandhinagar should show their willingness to address the issues faced by these extremely poor and marginalized families belonging to nomadic and de- notified communities. But unless that happens it is also important that they understand where the people who frame policies and laws that in turn will shape their future, are based and have their offices!! It was important that they made this trip to Gandhinagar!!
વિચરતી જાતિઓ પોતાના પ્રશ્નોને લઈને ગાંધીનગર રજૂઆત માટે ગયા
વિચરતી જાતિની 400 ઉપરાંત વસાહતોમાં રહેતા લગભગ 8000 પરિવારો ખુબ ખરાબ પરિસ્થિતિમાં સરકારી ખરાબાની જમીનમાં રહી રહ્યા છે. તેમને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે છેલ્લા સાત, આઠ વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ આ કામમાં જાણે સરકારને રસ ના હોય તેમ કશું થઈ નથી રહ્યું.
દર સોમવારે કલેક્ટર કચેરીના ધક્કા ખાઈને થાક્યા પણ કામ ના થયું. છેવટે ગાંધીનગરમાં દર મંગળવારે મળતા મંત્રીઓને મળવાનું નક્કી કર્યું. વસાહતના દસ પંદર આગેવાનો સાથે આજે ગાંધીનગર જવાનું vssmટીમે નક્કી કર્યું. પણ સવારે ઓફીસ પહોંચી તો લગભગ 60 વ્યક્તિ રાજકોટ, મોરબી વિસ્તારમાંથી પહોંચી આવ્યા હતા. તો એનાથીયે વધારે માણસો તો સચિવાલયના ગેટ નંબર એક પર પહોંચી ગયા હતા.
ઓફીસ પર પહોંચેલા વ્યક્તિઓએ કહ્યું કે, ‘ગાંધીનગરમાં બેઠેલા અધિકારી અમારી વાત સાંભળશે ને તો એમનું હૈયુ ય હલી જશે. અમે ખુબ તકલીફો વેઠીએ છીએ.’
ગાંધીનગરમાં બેઠેલા તેમની વાત સાંભળી ઉકેલ આપી દે તે આદર્શ સ્થિતિ છે. પણ ના સાંભળે તો પણ તમારા માટે નિતી ઘડનારા ક્યાં બેસે છે તેની તમને ખબર પડે એ માટે પણ તમે ગાંધીનગર જઈને રજૂઆત કરો તેવી વાત તેમની સાથે કરી.
એક આશા સાથે 150 વ્યક્તિઓ આજે ગાંધીનગર સચિવાલય અને સ્વર્ણીમ સંકુલમાં આવ્યા છે જોઈએ શું થાય છે.
No comments:
Post a Comment