Saturday, October 01, 2016

VSSM’s Mittal Patel felicitated for her efforts to attain rights of nomadic communities…

VSSM and Mittal Patel grateful to the Giants International
Federation  for this recognition
Every year The Giant International Federation 3-B honours individuals who have brought glory to Gujarat on national and international levels through their tireless efforts to the mission they have embarked upon.  This year  6 individuals were facilitated for their outstanding contribution to the cause they have been associated with. VSSM was one of the recipient of this honour in a special event was held in Jamnagar on 25th September.

Such laurels become possible because of the hard working and devoted team of VSSM, the well-wishers and friends of VSSM who ensure the our march towards attaining our mission continues without any difficulties and  the government authorities and officials whose compassionate approach eases the bureaucratic nitty-gritties. 

It was my honour to accept this award on behalf of the team and well-wishers of VSSM and am grateful to the Giants International Federation for this recognition. Such recognition reaffirms my faith in our society and am sure we shall be able to achieve lot more in coming times….

વિચરતી જાતિઓ માટે કરેલા કામો માટે મિત્તલ પટેલનું સન્માન

કોઈ પણ વ્યક્તિ કોઈ સારુ કામ કરે અને એની સમાજ દ્વારા નોંધ લેવાય તે સૌને ગમે. વિચરતી જાતિઓ સાથેના અમારા કામની નોંધ લઈને જાયન્ટ્સ ઈન્ટરનેશનલ ફેડરેશન 3 – બી દ્વારા રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને ગૌરવ અપાવનાર વિવિધ ક્ષેત્રના 6 વ્યક્તિઓનું સ્નમાન તા.25 સપ્ટેમ્બર 2016ના રોજ જામનગરમાં કરવામાં આવ્યું. જેમાં vssmના કામોને બિરદાવવામાં આવ્યું.

સંસ્થાના કામોને મળેલો આ એવોર્ડએ વિચરતી જાતિઓ માટે દિવસ રાત જોયા વગર દોડતા કાર્યકરો, જેમના કારણે અમે દોડી શકીએ છીએ તેવા સ્વજનો અને આ કામમાં મદદરૃપ થતા સૌ અધિકારીઓનો છે. સંસ્થાને મદદરૃપ થતા સૌ સ્વજનો, કાર્યકરો વતી ગઈ કાલે આ એવોર્ડ સ્વીકારવાનું મને સૌભાગ્ય મળ્યું  તે બદલ જાયન્ટ્સ ઈન્ટરનેશનલ ફેડરેશન તથા આપ સૌની આભારી છું. 

અમારા સૌના પ્રયત્નોથી અમે પાશેરામાં પૂણી જેટલું કરી શક્યા છીએ હજુ કેટલુંય કરવું છે અને સમાજ તેમાં સાથે રહેશે તેવો વિશ્વાસ ઉત્તરોતર વધી રહ્યો છે..

સૌ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ...

No comments:

Post a Comment