Saturday, October 01, 2016

The efforts by VSSM enables the families from nomadic communities receive assistance to procure tools…

The nomadic  families who received assistance during  the
Garib Kalyan Mela
The Manav Garima and Manav Kalyan schemes by the government for the economically backward communities entitles them support to purchase tools to support or enhance their livelihoods. During the recently held  Garib Kalyan Mela in Patan district, VSSM’s Mohanbhai helped the 12 families belonging to Vansfoda and  Bajaniya communites living in Jesda, Boratwada, Baspa and Harij receive bicycles and hand-carts. 

The prerequisite to receive the benefits under the Manav Kalyan Scheme  the family has to be listed in the BPL list of a village whereas the Manav Garima scheme does not prescribe any such preconditions. Both these schemes serve the same objectives and can be termed as two sides of the same coin,  barring a  few  pre-requisites structurally both the scheme are quite similar. Since majority of the nomadic communities are not a part of any village expecting them to be part of the BPL list is a bit of too much for asking. While the Manav Kalyan Yojna is implemented by the Vikasti Jati Welfare Department it functions of limited budget - a conclusion drawn from our experience because every them an application gets rejected the reason cited is unavailability of funds!! Whereas the Manav Garima Scheme is executed through the Industry Department  hence has scope for more funds. Thus  if the BPL criteria is removed the benefits of such schemes can percolate to those who really need government assistance.

Well for now we are delighted that the truly deserving families benefited during the Garib Kalyan Mela and we are grateful to the authorities for their support... 

vssmના પ્રયત્નોથી સરકાર દ્વારા વિચરતી જાતિઓને સાધનીક સહાય મળી

રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે પછાત પરિવારો આર્થિક રીતે સદ્ધર થાય તે માટે માનવ ગરીમા અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધનીક સહાય આપવામાં આવે છે. તાજેતરમાં પાટણ જિલ્લામાં આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં vssmના કાર્યકર મોહનભાઈની મદદથી વાંસફોડા, બજાણિયા સમુદાયના જેસડા, બોરતવાડા, બાસ્પા અને હારીજમાં રહેતા કુલ 12 પરિવારોને હાથલારી તેમજ ફેરી કરવા માટે સાયકલની સહાય આપવામાં આવી.

માનવ ગરીમા યોજના અંતર્ગત જે પરિવારોના નામ બી.પી.એલ.યાદીમાં છે તેમને સાધનીક સહાય આપવામાં આવે છે જ્યારે માનવ ગરીમા યોજનાની મદદ મેળવવા વિચરતી –વિમુક્ત જાતિઓ બી.પી.એલ.માં હોવા જરૃરી નથી. બંને યોજનાનો હેતુ સમાન છે છતાં અમલીકરણમાં થોડો ફેર છે. વિચરતી જાતિઓ મોટાભાગે ગામનો હિસ્સો હોતી નથી આથી તેમના નામ બી.પી.એલ. યાદીમાં હોતા નથી આ સંજોગોમાં માનવ ગરીમા યોજનાની જેમ માનવ કલ્યાણ યોજનામાં પણ બી.પી.એલ. હોવાનો માપદંડ કાઢી નાખવામાં આવે તો મહત્તમ પરિવારો અને ખરેખર જેમને મદદની જરૃર છે તેમને મદદ મળશે. 

માનવ ગરીમા યોજનાનો અમલ વિકસતિ જાતિ કલ્યાણ ખાતુ કરે છે તેનું બજેટ મર્યાદીત હશે કારણ જ્યારે પણ અમે યોજનાની મદદ માટે અરજી કરીએ ત્યારે થોડાક લોકોની જ અરજી મંજુર થાય છે અરજી ના મંજુર થવાનું કારણ બજેટ નથી તેવું આપવામાં આવે છે. જ્યારે માનવ ગરીમા યોજના ઉદ્યોગ વિભાગ દ્વારા અમલી છે. જેની પાસે મોટું બજેટ છે. આમ વિચરતી જાતિઓને ધ્યાનમાં રાખીને બી.પી.એલ.નો માપદંડ કાઢી નાખવું વધારે હીતાવહ લાગે છે.

ખેર ગરીબ કલ્યાણ મેળામાં વિચરતી જાતિના અમારા ખરા હકદારોને મદદ મળી તેનો આનંદ અને સરકારનો આભાર..

ફોટોમાં લાભાર્થી પરિવારો



No comments:

Post a Comment