Nomadic Community leaders went to meet district collector of Rajkot |
Left with no other option, VSSM’s Kanubhai along with the community leaders went to meet the District Collector of Rajkot. However, since he was not present they met up with the Additional Collector Shri. Harshadbhai Vora. Shri Vora gave a patient ear to the complains shared by Kanubhai and leaders. He regretted for the behaviour of the officials, asked us to prepare a list of pending issues and assured that if a need was felt, he would call for a joint meeting between VSSM, applicant families and the officials.
Such exemplary attitude reflected by Shri Vora helps us retain our faith in the officials while remain hopeful that such officials will surely bring change in the present conditions of the nomadic communities.
With the hope that the Rajkot officialdom will soon commence work towards addressing the challenges of nomads in their district…….
vssm દ્વારા વિચરતા પરિવારોના પ્રશ્નો સંદર્ભે કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી.
રાજકોટ જિલ્લામાં રહેતા વિચરતા સમુદાયોને રેશનકાર્ડ, મતદારકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા વગેરે મેળવવા માટે એટલી બધી તકલીફ પડી રહી છે કે એ વર્ણવતા vssmના કાર્યકર કનુભાઈ તથા છાયાબહેન નિરાશ થઈ જાય છે. જાતિ પ્રમાણપત્રની અરજી આપવા જાય એટલે અધિકારી તેમને અમે આ કામ ના કરી શકીએ ફલાણી કચેરીમાં આપો અથવા સોગંદનામા વગેરે જેવા પુરાવા આપો તેમ કહીને કામ ના કરવાના કારણો શોધી કાઢે.
કંટાળીને ગઈ કાલે સમુદાયના આગેવાનો તથા vssmના કાર્યકર કનુભાઈ કલેકટરને મળવા માટે ગયા પરંતુ, તેઓ ગેરહાજર હોવાથી અધિક કલેકટર શ્રી હર્ષદભાઈ વોરાને મળ્યા. તેમણે વિચરતા સમુદાયો વહીવટીતંત્રમાં કેવી હાલાકી વેઠી રહ્યા તે સાંભળ્યું અને જે થઈ રહ્યું છે તેની સામે ખેદ વ્યકત કર્યો સાથે જ પેન્ડીંગ જેટલા પણ પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું લીસ્ટ કરીને આપવા જણાવ્યું અને જરૃર પડે સંલગ્ન તમામ અધિકારી સાથે બેઠક કરવાની પણ તેમણે ખાત્રી આપી.
દરેક અધિકારી સંવેદનાથી વિચારે તો આ સમુદાયો પ્રાથમિક જરૃરિયાતો માટે જે વલખાં મારી રહ્યા છે તેનો અંત આવી જાય. આશા રાખીએ રાજકોટના વહીવટીતંત્રથી જે નિરાશા વ્યાપી છે તે કાંઈક ઓછી થાય...
No comments:
Post a Comment