Kishankaka and Nat community members. |
I am sure you would all agree to the fact that there exists a difference in the manner we announce the birth of a boy child to that of a girl child in each culture of our vast and varied country. You would also agree to the fact that in most of our societies the birth of a girl child receives a very lukewarm response the boys are welcome with all pomp and joy. And the difference is pan-India irrespective of the social and economic hierarchy.
SO it is with the Nat community as well. The Nat announce the birth of a son by drum roll (beating the drum), which is called ‘Dandi Pitwanu’ in their dialect. Not so long ago I was required to speak to Kishankaka, a Nat community leader, while I was writing on the Nat community. It was then that he mentioned about this ritual they practiced. The girl child is also welcome but her birth isn’t announced in such pompous manner.
"This is not right, Kishankaka," I said, feeling a bit offended.
“Ben, this is what our ancestors decided,” replied Kishankaka.
“You worship Goddess Sati, you believe and listen to me and still we don’t stand equal to boys which is why you don’t welcome your daughters the way welcome your sons ?” I argued.
Kishankaka couldn’t argue much. He just smiled and we proceeded with our talk on the rituals and traditions of the Nat…..
Yesterday Kishankaka and some Nat community members residing in Siddhpur, Surendranangar and Botad paid a visit our office in Ahmedabad. They were here to discuss some long pending issues of the Nat community.
We were discussing the issues when VSSM team member Ushaben told Kishankaka, “Dada, you had said that hence forth the birth of a girl child in any Nat family in Siddhpur will be announced by drum roll, so that's what we did, we announced the birth of my niece with a drum roll!!”
Kishankaka had amended the rules his fore fathers had made, just like that, easily and swiftly. The community too had embraced the amend without any resistance.
If we were to ask a question to ourselves: "Can we bring and embrace change so easily?!”
Well, we all know the answer…..
દીકરી જન્મે તો પણ દાંડી પીડીશું
દીકરાનો જન્મ થાય એટલે નટ પોતાના ઘરમાં ઢોલ વગાડે. જેને એમની ભાષામાં દાંડી પીટવાનું કહે. આ સમુદાય વિષે લખતી વખતે ડીસાના નટ સમાજના આગેવાન કીશનકાકા સાથે વાત થઈ. દીકરી જન્મે એને નટ વધાવે પણ દાંડી ના પીટે. મે જરાક નારાજ થઈને ‘આ બીલકુલ ઠીક નથી’ એમ કહ્યું. કીશનકાકાએ કહ્યું, ‘પણ બેન આ ઘૈડિયાનો રિવાજ છે.’ મે કહ્યું, ‘તમે સતી માને પૂજો. મને પણ ખુબ માનો છતાં તમારા દીકરાની તોલે અમે ના આવીએ એવો મતલબ દાંડી ના પીડાવો તો થાય.’
કીશનકાકા હસ્યા અને મે અમારા કામની વાતો આગળ વધારી. આ વાતને પાંચેક મહિના જેટલો સમય થયો. ગઈ કાલે સિદ્ધપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં રહેતા નટ સમાજના કેટલાક વ્યક્તિઓ ઓફીસે કીશનકાકા સાથે તેમના પ્રશ્નો સંદર્ભે મળવા આવ્યા. અમારી વાતો ચાલતી હતી ત્યાં વાત વાતમાં સિદ્ધપુરથી આવેલા ઉષાબહેને કીશનકાકાને કહ્યું, ‘દાદા તમે કીધુંતુ ને કે સિદ્ધપુરમાં કોઈ પણ નટના ઘરે દીકરી જન્મે તો હવેથી દાંડી પીટજો. તે મારા ભઈના ઘેર જ દીકરી આવી ને અમે દાંડી પીડીને વધામણા કર્યા.’
કીશનકાકાએ ઘૈડિયાનો નિયમ બદલ્યો. કેટલી સરળતાથી આ સમાજ નવી વાતને સ્વીકારી લે છે. આપણા ત્યાં આ બધુ આટલું ઝડપથી શક્ય છે?
જવાબ તમે અને હું બને જાણીએ છીએ..
ફોટોમાં કીશનકાકા સાથે નટ સમાજના વ્યક્તિઓ..
No comments:
Post a Comment