The picture reflects the conditions under which Dafer families survive |
Mohamadbhai and his brother Razakbhai reached the police station. The police told Mohamadbhai that he possesses illegal weapons and uses them for hunting!! The brothers refused this charge that was as absurd as one can imagine. But the rule is that the police never listens to such honest answers that Dafer gives…….
They asked Razakbhai to return home and retained Mohmadbhai. Since yesterday evening until today afternoon the police literally thrashed Mohmadbhai, asking him to give in to the crime he has committed, but how can he do that when there was no wrong he had done. Mohamadbhai works on shared farm meaning he is a farmer. He hasn’t taken up any contract to guard farm and village boundaries ( something that Dafer normally do) so where is the issue of keeping weapons.
Along with the police the forest officials have also joined in. Every couple of weeks the police get itchy hands so they visit the Dafer settlements and terrorises the innocent residents.
When Mohamadbhai’s wife visited her husband in the police station, she was told that the police had not given him water to drink or any food since yesterday evening… How can the police act in such inhumane manner??
This entire way of functioning by police has reached a saturation, on one hand we are partnering with the Chief of State Police on stopping such atrocious behaviour and on the other hand the local police continue to act in barbaric manner. Why can’t they help in improving the living conditions of the Dafer.
The community is on verge of exploding, arrest people who really commit crime, don’t pick up random citizens at your will to meet your ‘targets’…
Do not test their patience and tolerance. STOP right now or these wrongfully harassed people will revolt and the rebellion will be so intense that it would be difficult to curb it...
આ પોલીસને આવી વલુર કેમ ઉપડે છે?
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રહેતા ડફેર મોહમ્મદભાઈ પર ગઈ કાલે સાંજે પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. તમારા વસવાટ માટે નિવેદન લેવાનું છે એટલે આવો. ડફેર પરિવારો પોતે પોલીસના ત્રાસના કારણે પોતાના વસવાટની માહિતી અને અન્ય વિગતો પોલીસ સ્ટેશનમાં જઈને લખાવી આવે એટલે એમની પાસે માહિતી હોય. મોહમ્મદભાઈ તેમના ભાઈ રજાકભાઈ સાથે સ્ટેશન પહોચ્યા અને પોલીસે મોહમ્મદભાઈને હથિયાર રાખીને શિકાર કરતા હોવાનું કહ્યું. બંને ભાઈએ આવું કશું ના કરતા હોવાનું કહ્યું પણ પોલીસ માને શાની..
રજાકભાઈને ઘરે જવા કહ્યું અને મોહમ્મદને ગઈ કાલથી આજ બપોર સુધી ખુબ માર્યો. ગુનો કબુલ કરવા માટે. પણ જે ગુનો કર્યો જ નહોતો એ શું કામ કબુલ કરવાનો.. મોહમ્મદભાઈ વાડી ભાગવી રાખી ખેતી કરે છે. સીમ રખોપુ પણ નથી કરતા. આવામાં હથિયાર રાખીને શિકાર કરવાનો તો મુદ્દો જ ઉપસ્થિત નથી થતો..
પણ આ પોલીસ..
વળી આમાં વનવિભાગના અધિકારીઓ ભેગા મળ્યા છે.. દર બે કે ત્રણ અઠવાડિયે પોલીસને જાણે વલુર ઉપડતી હોય એમ ડફેરોના ડંગામાં જઈને આતંક મચાવી દે. સવારે મોહમ્મદની પત્ની મળવા ગઈ ત્યારે મોહમ્મદે કહ્યું રાતનું પાણી કે ખાવુંયે નથી આપ્યું.. આવું કેવી રીતે ચાલે..
એક બાજુ ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક સાથે મળીને આ પરિવારોના પુનઃવસન માટે પ્રયત્નો કરીએ તો બીજી બાજુ પોલીસ આવી ક્રુરતા કરે.. કેવી બત્તર સ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં ડફેરો રહે છે એ સ્થિતિમાંથી સારી સ્થિતિમાં લઈ જવા પ્રયત્નો કરોને નિત આવા ગતકડા કર્યા કર્યો વગર..
પણ હવે હદ થઈ છે.. આ બધુ બંધ કરો.. જે ગુના કરે છે તેમને પકડવાનું કરો ના કી ટાર્ગેટ પુરા કરવા આવા નિર્દોશ લોકોને હેરાન કરો.
આમ તો સમાજમાં ગુનાખોરી ઘટે એ તંદુરસ્ત સમાજની નિશાની છે. ત્યારે પોલીસને હથિયારના ગુના, રખડતા ભટકતા લોકોને પક઼ડવાના, ખોટી ચોરીના કેસ કરવાના ટાર્ગેટ કેમ આપવાના?? આ બધુ મારી સમજની બહાર છે.. પણ હવે કંટાળો આવ્યો છે..
ધીરજની પરિક્ષા થઈ રહી છે..
બંધ કરો આ બધુ... નહીતો બળવો થશે અને એ પણ જબરજસ્ત જેને રોકવાનું કોઈનાયે હાથમાં નહીં હોય...
No comments:
Post a Comment