Thursday, April 21, 2016

Unwarranted arrests of Salat men….

The three men who were arrested
by Dindoli police..
It was just another day and these men were discussing the route they would be take for day, the areas they would move around to sell the bedsheets, blankets etc., just on that very  moment  the police from Dindoli arrived and arrested them; Vikram, Amlabhai and Jadavbhai were taken in by the police. Asking the officials why and where was out of question.. the police asked them to quietly get into the jeep, a quick contemplation amidst the three whether to get into the vehicle or not was enough to invite a couple of lathi strikes. The three of them were left with no choice but to get into the jeep…

Some Salat families of Vijapur migrated to regions around Surat’s Dindoli,  erecting a temporary makeshift settlement near the village. They stay in the settlement and wander in the surrounding regions to sell bedsheets etc. The community had notified themselves at the nearest police station on reaching and settling in Dindoli. ( This is what most wandering nomadic families do to protect themselves from unwarranted police wrath during their stay in the village they stay put.)

The members of the settlement informed VSSM’s Tohid on the incident.  But Tohid also was unsure on how to proceed because Shri. Mall, the empathetic and supportive police officer whom we reached out to in such police harassment cases had been transferred and we weren’t aware of the approach the  officer replacing him!!! We asked the Salat community members in Dindoli to get the copy of FIR, but they could manage to get it. We were getting on to write a complaint when we received the call informing that the men had been released after payment of Rs. 150 per person. Why and under what head the money was taken, no one knows as there was no receipt issued.

When we spoke to Amlabhai he told us that there was a theft in area near the settlement, since these families wandered around they were seen as potential suspects!! “We thought since you wander for living you could be someone who might have committed the crime!!” said the police.

So how does one make these men in khaki understand that not who people who wander do it for living and not to indulge in criminal activities. And how come officials who are corrupt come preaching individuals who conduct themselves with integrity!!

As Amlabhai narrates “indulging in robbery is strictly prohibited in out community, we are shunned from the community if we indulge in any criminal acts!!” The Salat never allow any debt on themselves so indulging in robbery is strictly out of question!! Alas, who’s going to understand all such ethical code of conducts that govern hundreds of our indigenous communities and tribes…


સલાટને રખડી ખાવ છો એમ કહેનારને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે.
આજે ચાદરો, ચોરસા વગેરે સામાન કઈ બાજુ વેચવા જશું એનો વિચાર કરતાં હતા ત્યાં તો ડીંડોલી પોલીસ આવી અને વિક્રમ, અમલાભાઈ અને જાદવભાઈને પકડીને લઇ ગઈ.
સાહેબ કેમ લઇ જાવ છો એવું તો પુછાયે શેનું? ચુપચાપ જીપમાં બેસી જવાનો હુકમ પોલીસે આપ્યો અને હજુ બેસવું કે નહિ એની ગડમથલ ચાલતી હતી ત્યાં બે ડંડા પડ્યા એટલે કશું જ બોલ્યા વગર જીપમાં બેસી ગયા. 
વિજાપુરના સલાટ કામ ધંધા અર્થે સુરતના ડીંડોલી આસપાસના વિસ્તારમાં પડાવ નાખીને રહે અને આસપાસના વિસ્તારમાં ફરીને ચાદરો વેચે. આમ તો આવ્યાં ત્યારે પોલીસ સ્ટેશનમાં નામ નોંધાવી આવ્યાં હતા છતાં આવું કેમ થયું? (આજે પણ વિચરતી જાતિના લોકો ક્યાંય પણ કામ ધંધા અર્થે જાય તો સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં પોતાની તમામ વિગતો લખાવી આવે જેથી પોલીસ હેરાન ના કરે છતાં પણ આવી ઘટના બને જ છે)
સુરતથી vssmના કાર્યકર તોહીદ પર આ બીના બન્યાની વસાહતના અન્યોએ જાણ કરી. પોલીસ સાથેની વિચરતી જાતિઓની માથાકુટમાં સદાય સહાય ભૂત થતાં શ્રી વિનોદ મલ્લ સાહેબની બદલી થઇ ગયેલી એમની જગ્યા પર કોણ છે અને એમની સંવેદના મલ્લ સાહેબ જેવી છે? કે કેમ એનો ખ્યાલ નહિ. અમે FIRમી નકલ માંગવા અન્ય સલાટ જે ત્યાં હાજર હતા એમને કહ્યું, પણ એ ના મળી. છેવટે અરજી લખવાનું કર્યું ત્યાં પાછો ફોન આવ્યો, એક એક વ્યક્તિ દીઠ ૧૫૦ રૂ લઈને છોડી દીધા છે. આ રકમની કોઈ પહોંચ આપી નથી. આ પૈસા ક્યાં હેડમાં લીધા એ રામ જાણે..
અમલાભાઈએ વધારે પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, એમના પડાવની આસપાસના વિસ્તારમાં ચોરી થયેલી એટલે પકડીને લઇ ગયા. ‘તમે રખડી ખાવ છો તે તમે ક્યાંક આ બધામાં ના હોવ’એમ પોલીસે કહ્યું. મહેનત કરનારા સલાટને રખડી ખાવ છો એમ કહેનારને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે.
‘ચોરી તો અમારા સમાજમાં કરાય જ નહિ અને કોઈ કરી લેતો એ નાત બારો થઇ જાય’ આવી ખુમારીવાળી પ્રજા માથે આવું આળ મુકતા શરમ પણ નથી આવતી.. આતો એ પ્રજા છે જે જીંદગીમાં ક્યારેય કોઈનું લેણુંએ માથે ના રાખે ત્યાં ચોરી?? પણ પ્રશ્ન આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે એ છે?
જેમને પકડીને પોલીસ લઇ ગઈ હતી એ ત્રણે ભાઈઓ ફોટોમાં જોઈ શકાય છે..

No comments:

Post a Comment