The prevailing conditions under which nomadic families survive… |
“We haven’t taken some contract to give plots to nomadic families in the region, don’t turn up everyday with new applications in hand. These people have settled here for many years now and we do not give plots to settled families, “ said Mamlatdar Dantani
“But, Sir although they are staying in Visnagar, they do not stay at one place. These families are required to changes places whenever they are shooed from one place, sometimes living near garbage dumps!!! Where do they have a permanent place?? We had filled applications for these 12 Bajaniyaa families in the Collector’s office and they have asked me to bring it to you and submit it here. I have also attached the letter by Collector in this regard where he has mentioned that the applications be submitted to you.” replied Tohid.
“I do not understand all these and I am not going to accept any such applications.” replied Shri Dantani, rather rudely...
By now Tohid was getting really angry, but he remained calm and once again tried explaining his point to Mamlatdar. “ Sir, these families cannot be called settled families as the government is yet to allot them plots, these families move within Visnagar with their bags and baggages. If the government has no reservation in allotting them the plots why are you creating unnecessary obstacles!! Tohid was accompanied by Natubhai Bajaniyaa, one of the family members who had applied for the plot. He too tried explaining the matter but the Mamlatdar was in no mood to pay heed.
The Mamlatdar’s attitude saddened Natubhai who made the last attempt, “ Sir, you too belong to nomadic community, if you cannot understand our condition, who will!” said Natubhai.
Sadly though the Mamlatdar was no prepared to listen, it seemed as if the government was to become landless if it began giving plots to such families. The families and VSSM team members are tired of such babudom by local authorities. When the VSSM team members aren’t heard imagine the plight of poor and ignorant nomads when they approach such officials on their own!!!
‘આખા વિસનગરમાં રહેતી વિચરતી જાતિને પ્લોટ આપવાનો અમે ઠેકો નથી રાખ્યો.આવી દરખાસ્તો લઈને રોજ રોજ નહીં આવવાનું. આ લોકો તો વર્ષોથી વિસનગરમાં સ્થાયી રહે છે તો એ સ્થાયી થઈ ગયા એમને પ્લોટ ના મળે.’
‘પણ સાહેબ વિસનગરમાં ભલે વર્ષોથી રહે પણ જ્યાં જગ્યા મળે ત્યાં છાપરાં ફેરવતા રહે છે. કાયમી જગ્યા એમની પાસે ક્યાં છે? ક્યારેક રોડની બાજુમાં તો ક્યારેક તળાવના કિનારે તો ક્યારેક ગંદકીની બાજુમાં રહેતા 12 બજાણિયા પરિવારોને કાયમી રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટેની રજૂઆત અમે કલેક્ટર કચેરીએ કરી અને એમને આ દરખાસ્ત આપના મારફત જમા કરાવવા કહ્યું. આ સાથે કલેકટરે આ મુદ્દા પર લખેલો પત્ર છે જેમાં આપને દરખાસ્ત આપવા કહ્યું છે.’
‘આ બધુ હુ કાંઈ ના જાણુ. પણ આવી કોઈ દરખાસ્ત હુ લેવાનો નથી.’
મામલતદાર આર.કે.દંતાણીની વાત સાંભળી vssmના કાર્યકર તોહીદને બરાબર ગુસ્સો આવ્યો છતાં ફરીથી સમજાવવા કોશીશ કરી ‘સાહેબ જે વ્યક્તિને સરકારે પ્લોટ આપી દીધા હોય તે સ્થાયી કહેવાય પણ પ્લોટ મળ્યા જ નથી અને લબાચા લઈને ફરે છે તે અસ્થાયી જ છે અને સરકારને પ્લોટ ફા
ળવવામાં વાંધો નથી તો તમે કેમ રામાયણ કરો છો..’ તોહીદ સાથે બજાણિયા નટુભાઈ કે જેઓ કેટલાય વર્ષથી પ્લોટની માંગણી કરી રહ્યા હતા તેમણે પણ મામલતદારને સમજાવવાની કોશીશ કરી. પણ તેઓ કશું સાંભળવા જ તૈયાર નહોતા.
નટુભાઈ ખુબ હતાશ થઈ ગયા તેમણે છેલ્લુ કહ્યું, ‘સાહેબ તમે પણ વિચરતી જાતિના જ છો તમે અમારી સ્થિતિને નહીં સમજો તો કોણ સમજશે?’
પણ સાહેબને ક્યાં કશું સાંભળવું હતું. એમને તો બસ સરકારની જમીન આવા લોકો આવીને માંગી માંગીને લઈ જશે તો બિચારી સરકાર નાદાર થઈ જશે તેવું લાગી રહ્યું હતું.
બાબુશાહીથી કાર્યકરો અને વિચરતી જાતિના આ પરિવારો થાકી જાય છે.સંસ્થાના કાર્યકરો તો બધા નિતીનિયમો જાણે છે છતાં તેમને હડધૂત કરવામાં આવે છે આવામાં વિચરતી જાતિના માણસો એકલા રજૂઆત માટે જાય તો કોણ જવાબ આપે?
આ પરિવારો જે પરિસ્થિતિમાં રહે છે તે જોઈ શકાય છે.
No comments:
Post a Comment