This rare acts of performing arts are ebbing away. Only one or two groups remain in entire Gujarat who perform Tod. VSSM who is working towards reviving many such beautiful performing arts is organising an event on 22nd November 2014.
In the picture below is Valabha as Buddo. Valabha and his group performed Tod during the Ramkatha by Res. Shri. Morari Bapu.
ગુજરાતીમાં અનુવાદ...
વિચરતી જાતિમાંના રાવળ સમુદાયની અદભૂત કળા તોડ..જે હવે લુપ્ત થઇ રહી છે..
મનોરંજનના માધ્યમો ઉપલબ્ધ નહોતા ત્યારે સમાજને મનોરંજન પુરુ પાડવાનું કામ વિચરતી જાતિઓએ જ કર્યું છે. આજે આવી જ એક પરંપરાની વાત કરવી છે.
રાવળ સમુદાયના પુરુષો ૮ થી ૧૦ વ્યકિતઓનું એક જૂથ બનાવી ગામે ગામ ફરીને ટોડ ખેલવાનું કામ કરે અને એનાથી એમનું ગુજરાન ચાલે. ટોડ એટલે મૂળ તો માતાજીની આરાધના. માતાજીના પવિત્ર મહિના ચૈત્ર અને આસોમાં ગામે ગામ ફરીને આ જૂથ ટોડ થકી લોકોનું મનોરંજન કરે.
જુથમાંથી એક વ્યકિત બુઢ્ઢો બને જે પોલીસ જેવા ખાખી કપડાં પહેરે અને પગમાં ઘૂંઘરું બાંધે એના એક હાથમાં મોરના પીછાંની સાવરણી હોય અને બીજા હાથમાં તાડ હોય. આ તાડ એટલે મુજાળીના ઘાસમાંથી બનેલો ચાબૂક અને બાકીના પુરુષો (ઓછામાં ઓછામાં પાંચ) સેળિયા(માતાજીના સેવકો) બને. આ સેળિયા ઘાઘરો, માથે પાઘડી અને ઘાઘરા ઉપર પહેરણ પહેરે. આ સેવકો માતાજીની આરાધના કરે, ગરબા ગાય એનાથી એમને માતાજી પ્રસન્ન થાય. બુઢ્ઢો પણ ગરબા અને આરાધનામાં ભાગ લે પણ જેવા માતાજી પ્રસન્ન થાય એટલે બુઢ્ઢો એના હાથમાં રહેલા ૧૦ ફૂટ લાંબા તાડથી સેવકો ઉપર વાર કરે જેને તાડ લીધો કેહવાય અને સેવકો આ તાડ ખમી શકે તો જ એને સાચે સાચે માતાજી પ્રસન્ન થયા કહેવાય..
રાવળ સમાજની આ અદભૂત કળા આજે લુપ્ત થવાના આરે છે. કદાચ એકાદ બે જૂથ છે જે ક્યારેક ક્યારેક ટોડ ખેલે છે બાકી હવે આ કળાને ધારણ કરનાર કોઈ રહ્યું નથી. ફોટોમાં દેખાય છે એ બુઢ્ઢો એટલે પાંચડાગામના વાલાભા. જેમણે vssmના આગ્રહને માન આપી વિચરતી જાતિઓ માટે આયોજિત પૂજય મોરારીબાપુએ કરેલી રામકથામાં ટોડ નો ખેલ કર્યો હતો.
વિચરતી જાતિઓની આવી જ અદભૂત પણ વિલુપ્ત થઇ રહેલી કળાને સમજ સમક્ષ ફરી મુકવાનો એક પ્રયાસ ૨૨ નવેમ્બર ૨૦૧૪ ના રોજ ટાગોરહોલમાં કરવાનું આયોજન છે... સમાજ આ કાર્યક્રમમાં સક્રિય સહભાગી બને એવી શ્રદ્ધા સાથે.....
No comments:
Post a Comment